horoscope: ન્યાયના કારક ગ્રહ શનિ મહારાજ રવિવાર ને 13 જુલાઈએ સવારે 09.38 કલાકથી મીન રાશિમાં વક્રીભ્રમણ કરશે. શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ (913 દિવસ) જેટલો વાસ કરે છે અને એમાં 92 જેટલા દિવસ વક્રીભ્રમણના હોય છે પરંતુ આ વખતે 138 દિવસ એટલે કે સામાન્ય કરતાં 15 ટકા વધુ દિવસ વક્રીભ્રમણ કરશે. એટલે કે શનિ મહારાજ 28 નવેમ્બર સુધી વક્રી રહેશે. શનિ મહારાજ આટલા લાંબા સમય સુધી વક્રી રહેવાથી શેરમાર્કેટ અનિર્ણાયક બનવાની આશંકા છે. સત્ય, કર્મ-ધર્મ સાથે સંયમ અને સાદગી સાથે ધરેલો સંબંધ શનિ ધરાવે છે. દંડ, ત્યાગ અને બલિદાન સાથે મોક્ષના કારક તરીકે ગણના થાય છે. આ ભ્રમણ દરમિયાન મકર, કુંભ રાશિ નિયમ જાતકોને અનપેક્ષિત ધનલાભ થાય. લગ્નજીવનથી ખંડિત જાતકોને પુન:લગ્નની તક સાંપડે. કર્મચારીઓનાં આંદોલન વકરે પરંતુ સરકાર તરફથી સમાધાન સાથે સમજુતીઓ સ્વીકારાય. લાંબા સમયથી પીડિત ગુપ્ત રોગોમાંથી રાહત મળી શકે. રેલ પ્રવાસની દુર્ઘટના થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ધાર્મિક આંદોલનો, ખોટા-પ્રંપચી ગુરુઓની પોલ ખૂલી શકે. બજારમાં મંદી યથાવત્ રહે.
મિથુનના જાતકોને પરિવર્તન માટે મહેનત કરવી પડશે, કુંભ માટે પનોતિમાં ઉન્નતિકારક સ્થિત આવશે
મેષ : નોકરિયાત વર્ગને નવી નોકરીની તક મળી શકે. મિત્રમંડળથી શુભ સમાચાર મળે. શનિ ગ્રહના મંત્રની માળા કરવી.
વૃષભ : નોકરી-ધંધામાં માનસિક ભય-ચિંતાઓ સતાવે. આકસ્મિક હૃદય સંબંધિત બીમારીઓથી કાળજી રાખવી. મંગળવારે હનુમાનજીનાં દર્શન કરવા.
મિથુન : ભાગ્ય પરિવર્તન માટે મહેનત માગે. આયોજનપૂર્વક સાહસ કે નવાં કામો આદરવાં. મહિનાના પહેલા શનિવારે સુંદરકાંડ પાઠ કરવો.
કર્ક : જૂની બીમારીઓ સાથે નવી માંદગી ઉદ્ભવે. પારિવારિક સંબંધોમાં કડવાશ આવે. યથાશક્તિ ગરીબોને કાળી વસ્તુઓનું દાન કરવું.
સિંહ : લગ્નજીવનમાં ભંગાણ સંભવ. ધંધાકીય લાભો અટકી શકે. દરરોજ કાચા તેલનો દીપ અવશ્ય કરવો તેમજ શનિચાલીસાનું પઠન કરવું.
કન્યા : હિત કે ગુપ્તશત્રુઓ પર વિજય મળે. દૈનિક આવકમાં વધારો થાય. વાસી ચીજવસ્તુઓ ખાવી નહીં.
તુલા : માનસિક ઉદ્વેગ-અશાંતિ વધે. વડીલોપાર્જિત મિલકતથી ધનલાભ. સંકટ સમયે ન્યાય-નીતિ કે વચનભંગ કરવો નહીં.
વૃશ્ચિક : શારીરિક, આર્થિક સાથે સામાજિક તકલીફો વધી શકે. મકાન-વાહનચોરીની શક્યતા. બદલાની ભાવના છોડીને ન્યાય-નીતિ અનુસાર કર્મ કરવું. હનુમાન ચાલીસાનું પઠન કરવું.
ધન : મનોઇચ્છિત કામો ઉકેલાય. ધાર્મિક કામો થાય. પ્રવાસ પર્યટન લાભદાયક બની રહે. જૂના વાહન, ભંગારનો તાત્કાલિક નિકાલ કરવો.
મકર : વીલ-વારસો મળી શકે. સરકારી બાકી મળવાપાત્ર લાભ મળી શકે. પરીવારમાં માંગલિક કાર્ય આવી શકે. શનિવારે એકટાણું કરવો.
કુંભ : પનોતીમાં ઉન્નતિકારક પરિસ્થિતિ બને. આરોગ્ય સંબંધિત તકલીફ દૂર થાય.
વિદેશ સફર સંભવ. જરૂરિયાત મંદોને યથાશક્તિ તબીબી સહાય કરવી.
મીન : કોર્ટ-કચેરી હૉસ્પિટલનો બંધનયોગ સંભવ. આકસ્મિક ખર્ચા વધે.








