
ગુજરાતમાં ઉતરાયણ પર્વ પહેલા જ દોરીથી ગળા કપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ એક પર્વની ઉજવણી સાથે ગંભીર સમસ્યા છે. કારણ કે પતંગ રસીયાઓ પોતાની પતંગ કપાઈ નહીં તે માટે ચાઈનીઝ પ્લાસ્ટિક દોરીનો ઉપયોગ કરે છે. જેથી આ દોરી રાહદારીઓ અને વાહનચાલકોના ગળામાં ભરાઈ જતાં ગળા કપાઈ જાય છે. આવી જ એક ઘટના અરવલ્લી જીલ્લામાં બની છે.
અરવલ્લીના ભિલોડાનાં લીલીછ ગામનો યુવક બાઈક પર જઈ રહ્યો હતો. ત્યારે યુવકનું ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ ગયું હતું. યુવક બાઈક લઈને ભિલોડા તરફ જતો હતો. ત્યારે આ ઘટના ઘટી હતી. જેથી યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ રાહદારીઓ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભિલોડાની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવકને 5 ટાંકા લેવાની નોબત આવી છે. યુવકની હાલત હાલ સ્થિર છે.
આ સમાચાર પણ વાંચોઃ PORBANDAR: એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, જુઓ વિડિયોમાં ખોફનાક દ્રશ્યો