
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરાઈ છે. જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે. તેવામાં ગુજરાત પર આવતા પવનની દિશા બદલાઇને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે. બર્ફીલા પવનો ફૂકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લધુત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું ગગડ્યું છે. આગામી 3 દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ આ સિઝનની સૌથી વધુ ઠંડી હશે.
ઠંડીનુ જોર વધશે
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે, આજથી રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. એટલે કે, જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવતી ઠંડીનો ચમકારો અનુભવાશે. મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 24 જ કલાકમાં એક ડિગ્રીથી લઈને પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવ્યો છે. આગામી દિવસોમાં આ વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનો અનુભવ થશે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી, પરંતુ હવે ફરી એક વખત સ્વેટર અને ધાબળા કાઢવા માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે. કારણ કે, ફરી એક વખત હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ રૂમ ગરમ કરવા ઇલેક્ટ્રિક બ્લોઅર ચાલું કરીને સૂતેલો પરિવાર ઉઠ્યો જ નહીં; પાંચના મોત
આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ, બાળકોનો ઉપયોગ ન કરવા કેમ કહેવું પડ્યું?