AHMEDABAD: શેરબજારના નામે રોકાણ કરાવી ઠગાઈ આચરતી ટોળકી ઝડપાઈ

ગુજરાતમાં સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે. કોઈને કોઈ રીતે લોકોને છેતરપીંડીનો ભોગ બનાવી રહ્યા છે. અમદાવાદના ચાંગોદરમાંથી શેરબજારના નામે લોકો સાથે કરાતી છેતરપીંડી બહાર આવી છે. આ સમગ્ર છેતરપીંડીનો પર્દાફાશ સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા કરાયો છે. જેમાં 5 સાયબર ગઠિયાઓની ધરપકડ કરી લઈ કુલ રૂ. 31.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના ચાંગોદરના મોરૈયા ગામની સેપાન વિલા સોસાયટીના એક મકાનમાં કોલ સેન્ટરમાં ચલાવી 5 સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને શેર બજારના નામે રોકાણ કરાવીને છેતરપીંડી કરવામાં આવી રહી છે. જે બાતમી SMCને મળતાં જ દરોડો પાડીને તમામ 5 આરોપીની અટકાયત કરાઈ છે.

આ સમાચર પણ વાંચોઃ આજથી ઠંડીનો ચમકાર વધશેઃ ઉત્તર ભારત તરફથી બર્ફીલા પવનો ફૂંકાતાં ગુજરાતમાં કાંતિલ ઠંડી

શેર બજારમાંથી રુપિયા કમાઈ આપવાની લાલચ

ઝડપાયેલા શખ્સો એક મકાનની અંદર કોલ સેન્ટર શરૂ કરી લોકોને શેરબજારની ટીપ્સની લાલચ આપીને થોડી રકમ કમાઇને આપતાં હતા.  સામેના વ્યક્તિને વિશ્વાસમાં લીધા બાદ લાખો રૂપિયાનું રોકાણ કરાવીને ફોન બંધ કરી દઈ છેતરપીંડી આચરતાં હતા.

આ શખ્સોને દબોચ્યા?

ઠગબાજ 5 આરોપીની SMCની ટીમે મોરૈયામાંથી ધરપકડ કરી છે. પોલીસે રણજીતજી ઠાકોર, દિલીપકુમાર ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, વિપુલજી ઠાકોર, રાહુલજી ઠાકોરને ઝડપી લીધા છે. તેમની પાસેથી 19 મોબાઇલ જપ્ત કરાયા છે. પોલીસે રોકડ રૂ. 55,000 રોકડ, રૂ. 1,11,000 કિંમતના 19 મોબાઈલ, 4 મોબાઈલ ચાર્જર, રૂ. 30,00,000 કિંમતનું વાહન સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમાચર પણ વાંચોઃ આજથી ઠંડીનો ચમકાર વધશેઃ ઉત્તર ભારત તરફથી બર્ફીલા પવનો ફૂંકાતાં ગુજરાતમાં કાંતિલ ઠંડી

Related Posts

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો
  • May 4, 2026

Surat Vesu Violent Clash: સુરત શહેરના અત્યંત પોશ અને વિકસિત ગણાતા વેસુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વેસુના આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક…

Continue reading
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને
  • May 4, 2026

Geeta Rajpurohit Suicide Case: અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં ગત 15 એપ્રિલના રોજ બનેલી ગીતા રાજપુરોહિતની આત્મહત્યાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. ઘટનાના 18 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 2 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

  • May 4, 2026
  • 3 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 6 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 9 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 9 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 11 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી