
- વેપાર,પાણી એરસ્પેસ બંધ તો કયા મોઢે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો છો?: અવૈસી
- ભારત કેમ પાકિસ્તાન સાથે મેચ રમવા તૈયાર થયું?
Asaduddin Owaisi: પહેલગામ હુમલો થયો તેમ છતાં ભારતે પાકિસ્તાન સાથે મેચ રમવાનું પસંદ કર્યું છે. જેને લઈ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન સાથે રમવા પર સવાલ ઉઠાવ્યા. ઓવૈસીએ સોમવારે લોકસભામાં કહ્યું કે પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યારે ભારતે પાકિસ્તાને માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધુ છે, જ્યારે બંને દેશોએ વેપાર બંધ કરી દીધો છે, તો શું શરમ નથી આવતી કે આપણે એવા દેશ સાથે ક્રિકેટ રમવા જઈ રહ્યા છીએ જેના આતંકવાદીઓએ આપણા દેશના 26 લોકોની હત્યા કરી છે.
સરકારનો અંતરાત્મા જીવે કે મરી ગયો: ઓવૈસી
आपने पाकिस्तान के साथ व्यापार बंद कर दिया।
अपना air space बंद कर दिया है। उनके जहाज़ों हमारे पानी में नहीं आ सकते।
तो आप किस जमीर के साथ पाकिस्तान के साथ क्रिकेट मैच कैसे खेलेंगे?
– ओवैसी का सवाल pic.twitter.com/TWCHSB5KoC
— Govind Pratap Singh | GPS (@govindprataps12) July 28, 2025
ઓવૈસીએ કહ્યું ‘વડાપ્રધાનએ કહ્યું કે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી. સરકારને મારો પ્રશ્ન એ છે કે બૈસરીની ખીણમાં માર્યા ગયા તો શું તમારો અંતરાત્મા તમને વેપાર બંધ કરવાની મંજૂરી આપે છે, પાકિસ્તાનનું વિમાન આપણા હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકતું નથી, તેમની બોટ આપણા પાણીમાં પ્રવેશી શકતી નથી, વેપાર બંધ થઈ ગયો છે, પરંતુ તમારો અંતરાત્મા કેમ જીવંત નથી, તમે કયા સંજોગોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમશો?’
પહેલગામ હુમલાના પરિવારોને સરકાર શું મોં બતાવશે
ઓવૈસીએ મોદી સરકાર પર ચાબકા મારતાં કહ્યું, ‘ભારતે સિંધુ જળ સંધિનો ખતમ કરી દીધી છે. અમે પાકિસ્તાન જતું 80 ટકા પાણી રોકી દીધું છે. વડાપ્રધાન મોદી કહ્યું છે કે લોહી અને પાણી એકસાથે વહેશે નહીં. પણ તમે ક્રિકેટ મેચ રમશો. શું આ સરકારમાં હિંમત છે કે તે 25 મૃતકોને બોલાવીને કહે કે હવે અમે ઓપરેશન સિંદૂરમાં પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો છે… હવે તમે પાકિસ્તાનનો મેચ જુઓ.’
ચાર ઉંદરો ભારતમાં કેવી રીતે ઘૂસી ગયા અને હુમલો કર્યો?
ઓવૈસીએ સરકારને સવાલ કર્યો કે અમારી પાસે 7.5 લાખ સૈનિકો છે, પણ આ ચાર ઉંદરો અમારા ઘરમાં ઘૂસીને અમારા પર કેવી રીતે હુમલો કરી શક્યા? સુરક્ષા વ્યવસ્થા માટે કોણ જવાબદાર છે, જો જવાબદારી લેફ્ટનન્ટ ગવર્નરની હોય તો તેમને બરતરફ કરો. જો જવાબદારી IGની હોય તો કાર્યવાહી કરો. જો જવાબદારી પોલીસની હોય તો કાર્યવાહી કરો. જવાબદારી નક્કી કરવી પડશે.
ભારત પાકિસ્તાન સાથે મેચ રમવા આતૂર
ઉલ્લેખનયી છે પહેલગામ હુલમો થયો છતાં ભારત પાકિસ્તાન સાથે મેચ રમશે. તમને જણાવી દઈએ કે એશિયા કપનો સમયપત્રક જાહેર થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાનને ટુર્નામેન્ટ માટે રચાયેલા બે ગ્રુપમાંથી એકમાં રાખવામાં આવ્યા છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 14 સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજમાં એકબીજા સામે ટકરાશે. આમાં બંને ટીમો વચ્ચે વધુ બે મેચ થવાની શક્યતા છે.
ટ્રમ્પનો 29મો દાવો: ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોક્યું
ट्रंप ने 29वीं बार कहा 👇
मैंने अब तक 6 वॉर रुकवा दी है, लगभग हर महीने एक जंग रुकवा रहा हूं.
जैसे- मैंने भारत और पाकिस्तान की वॉर रुकवा दी. pic.twitter.com/Tr92J9cXqX
— Ranvijay Singh (@ranvijaylive) July 28, 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 29મી વાર દાવો કર્યો છે કે મેં ભારત-પાકિસ્તાન યુધ્ધ રોક્યું. જો કે મોદી સરકાર તેનો સીધો જવાબ આપી શકતી નથી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત યુદ્ધને રોકીને મોટી સફળતા હાંસલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, તેમણે વેપારી દબાણનો ઉપયોગ કરીને બંને દેશોને યુદ્ધવિરામ માટે સમજાવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે “છ મોટા યુદ્ધો” રોક્યા છે, જેમાં ભારત-પાકિસ્તાનનો સંઘર્ષ પણ સામેલ છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે તે પરમાણુ યુદ્ધમાં બદલાઈ શકે છે, પરંતુ તેમની મધ્યસ્થી અને વેપાર રોકવાની ધમકીથી યુદ્ધ ટળ્યું.
આ પણ વાંચો:
IPL 2025 suspended: ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે BCCI નો મોટો નર્ણય , IPL હાલ પુરતી સ્થગિત
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?