Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!

  • India
  • July 28, 2025
  • 0 Comments

Bihar: બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી અવનીશ કુમારે એવું અદ્ભુત કામ કર્યું છે કે આજે સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઈ રહી છે. અવનીશે કચરાના સામાનનો ઉપયોગ કરીને માત્ર 7 હજારના ખર્ચે વિમાન બનાવ્યું છે.

અવિનાશ કુમારના આ પરાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. દરેક વ્યક્તિ કહી રહ્યા છે કે કોઈપણ ટેકનિકલ જ્ઞાન અને તાલીમ વિના આવું વિમાન બનાવવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અવિનાશ કુમારે આ પરાક્રમ ફક્ત 7 દિવસમાં કર્યું છે. આ માટે તેમણે ફક્ત કેટલીક જંક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આની મદદથી અવિનાશે સિંગલ-સીટર વિમાન બનાવ્યું અને તેના પર બેસીને ઉડાન ભરી.

વિમાન કેટલી ઊંચાઈએ ગયું?

અવનીશ કુમારે ફક્ત 7 હજાર રૂપિયા ખર્ચીને કેટલાક કચરામાંથી વિમાન બનાવ્યું અને આ પ્રોજેક્ટ ફક્ત 7 દિવસમાં પૂર્ણ કર્યો. આ વિમાનમાં એક જ સીટ હતી જેના પર તેને ઉડાડી શકાય છે. અવનીશે ફક્ત  વિમાનની શાનદાર ડિઝાઇન જ નહીં, પરંતુ તેના પર બેસીને ઉડવાન ભરી શકાય તેવું બનાવ્યું. તેનું વિમાન લગભગ 300 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને થોડીવાર હવામાં ઉડ્યા પછી તે સુરક્ષિત રીતે જમીન પર લેન્ડ થયું.

ભારતીય જુગાડથી દરેક વ્યક્તિ પ્રભાવિત

જ્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતો ઉડતી કાર બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે બિહારના આ કિશોરનું પરાક્રમ ખરેખર પ્રશંસનીય છે. અવનીશના આ જુગાડની સોશિયલ મીડિયા સહિત સમગ્ર બિહારમાં પ્રશંસા થઈ રહી છે. તેનો પ્રયાસ હજારો યુવાનો માટે પ્રેરણારૂપ છે જેઓ એન્જિનિયરિંગ અને ટેકનિકલ સાયન્સના ક્ષેત્રમાં કંઈક નવું કરવા માંગે છે. અવિનાશ કહે છે કે તેનું બાળપણથી જ વિમાન બનાવવાનું સ્વપ્ન હતું અને આખરે તેણે આ સ્વપ્ન સાકાર કર્યું છે.

આ પણ વાંચો:

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?

Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો

Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ

Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

 

Related Posts

Chandrababu Naidu Amaravati: અમરાવતીના નિર્માણમાં ચંદ્રબાબુ નાયડુના ત્રણ મોટા પ્રયોગ, ખેડૂતોને જમીનના બદલામાં પ્લોટ અને વાર્ષિક આવક
  • November 14, 2026

Chandrababu Naidu Amaravati: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિજયવાડા નજીક કૃષ્ણા નદીના કિનારે અમરાવતીને નવી રાજધાની તરીકે વિકસાવી રહ્યા છે. આ યોજના માત્ર સરકારી ઇમારતો કે વહીવટી કેન્દ્ર ઊભું કરવા…

Continue reading
Tamil Nadu Tender Scam: ચેન્નાઈ-કોઈમ્બતૂરના રૂ. 98.25 કરોડના ટેન્ડર કૌભાંડમાં બે IAS અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી
  • November 14, 2026

Tamil Nadu Tender Scam: તમિલનાડુના ચેન્નાઈ અને કોઈમ્બતૂર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂ. 98.25 કરોડના સિવિલ બાંધકામ અને રસ્તાનાં ટેન્ડરમાં કથિત ગેરરીતિઓના મામલે બે IAS અધિકારીઓ સામે કાર્યવાહીનો માર્ગ ખુલ્યો છે. ભારત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chandrababu Naidu Amaravati: અમરાવતીના નિર્માણમાં ચંદ્રબાબુ નાયડુના ત્રણ મોટા પ્રયોગ, ખેડૂતોને જમીનના બદલામાં પ્લોટ અને વાર્ષિક આવક

  • November 14, 2026
  • 3 views
Chandrababu Naidu Amaravati: અમરાવતીના નિર્માણમાં ચંદ્રબાબુ નાયડુના ત્રણ મોટા પ્રયોગ, ખેડૂતોને જમીનના બદલામાં પ્લોટ અને વાર્ષિક આવક

Tamil Nadu Tender Scam: ચેન્નાઈ-કોઈમ્બતૂરના રૂ. 98.25 કરોડના ટેન્ડર કૌભાંડમાં બે IAS અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી

  • November 14, 2026
  • 5 views
Tamil Nadu Tender Scam: ચેન્નાઈ-કોઈમ્બતૂરના રૂ. 98.25 કરોડના ટેન્ડર કૌભાંડમાં બે IAS અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી

Punjab DAP Fertilizer Crisis: પંજાબમાં DAP ખાતરની અછતની ફરિયાદો વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી, કાળાબજાર અને વધારાની વસૂલાતના આરોપ

  • November 14, 2026
  • 5 views
Punjab DAP Fertilizer Crisis: પંજાબમાં DAP ખાતરની અછતની ફરિયાદો વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી, કાળાબજાર અને વધારાની વસૂલાતના આરોપ

Raghuraj Singh AMU Controversy: AMU અને જામિયાને ‘આતંકવાદનો અડ્ડો’ ગણાવતાં UPના મંત્રી સામે કાર્યવાહી કરવાની માગ, JKSAએ FIR નોંધવાની કરી અપીલ

  • November 14, 2026
  • 7 views
Raghuraj Singh AMU Controversy: AMU અને જામિયાને ‘આતંકવાદનો અડ્ડો’ ગણાવતાં UPના મંત્રી સામે કાર્યવાહી કરવાની માગ, JKSAએ FIR નોંધવાની કરી અપીલ

Sharjeel Imam USCIRF India: શરજીલ ઇમામના મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે રાજદ્વારી વિવાદ, USCIRFની ટિપ્પણી પર રાજદૂત વિનય ક્વાત્રાનો વળતો જવાબ

  • November 14, 2026
  • 8 views
Sharjeel Imam USCIRF India: શરજીલ ઇમામના મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે રાજદ્વારી વિવાદ, USCIRFની ટિપ્પણી પર રાજદૂત વિનય ક્વાત્રાનો વળતો જવાબ

Sharad Pawar NCP Merger: શિવસેના (UBT)ની શરદ પવારને ચેતવણી, BJPના ‘લૅપડૉગ્સ’ના ચક્કરમાં ન પડો

  • November 14, 2026
  • 8 views
Sharad Pawar NCP Merger: શિવસેના (UBT)ની શરદ પવારને ચેતવણી, BJPના ‘લૅપડૉગ્સ’ના ચક્કરમાં ન પડો