RAJKOT: ભાજપ MLA સામે સગી બહેને કર્યા ગંભીર આક્ષેપ, ભાઈએ બહેનને જેલમાં પુરાવી?

રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઈ મગન ટીલાળાએ જમીન વિવાદમાં સગી બહેનને ધમકીઓ આપતાં ફસાયા છે. પારિવારિક જમીન વિવાદમાં ભાજપ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સગી બહેનને પોલીસ ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગયા હતા, અને રાત્રી સુધી બેસાડી રાખ્યા હતા. જે બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાને તેના ભાણેજે ફોન કર્યો હતો. સમગ્ર વિવાદમાં ધારાસભ્યના બહેને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ભાણેજનું કોલ રેકોર્ડિંગ સમગ્ર મામલે વાયરલ

રાજકોટ જિલ્લાના શાપરમાં આવેલી 150 વિઘા જગ્યા કે જેની કિંમત આશરે 200 કરોડની રૂપિયા થાય છે તે સમગ્ર જમીનનો વિવાદ ગરમાયો છે.  ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેમના ભાણેજનું કોલ રેકોર્ડિંગ સમગ્ર મામલે વાયરલ થયું છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ તેમના ભાણેજને કહ્યું મને મેટરની કાંઈ જ ખબર નથી પરંતુ હવે આ બધું પતાવો તો સારૂ.

બહેનને પોલીસ લઈ ગઈ

હાલ આ ભાઈઓ અને બહેન વચ્ચે ઘણા સમયથી આ જમીન મામલે સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે છતાં પણ પોલીસે આ વિવાદમાં કોના કહેવાથી દરમ્યાનગિરી કરી તેવા સવાલો પેદા થયા છે. સવારે 10 વાગ્યે શાપર પોલીસ સ્ટેશનના કર્મીઓએ દયાબેન ટીલાળાને તેમના ફાર્મ હાઉસથી લઈ ગયા બાદ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યા હતા.

ભાણેજે મામા પર શું કર્યા આક્ષેપ

ભાણેજે સમગ્ર વિવાદ મામલે કહ્યું કે મારી માતાને શાપર પોલીસ લઈ ગઈ હતી, મેં કહ્યું કે સીસીટીવી છે અને તપાસ કરો તમે જ ઉઠાવી ગયા છો. આ બધું કરવાવાળા મામા (મગન ટીલાળા) છે. અમારી માગ એ છે કે મારી માતાનો હક્ક અને હિસ્સો આપી દો. દયાબેને જમીનના ભાગ મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા. દયાબેન ઊંધાડે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ બાપુજીની જમીનમાં ભાગ નથી આપતા. 150 વીઘા જમીનમાં 9 ભાઈઓ- બહેન હિસ્સેદાર છે. જોકે હવે આ વિવાદ વધુ વકર્યો છે.

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 3 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 4 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 4 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 7 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો