Surat: સસરાએ વહુની દારુ પાર્ટી પર રેડ પડાવી, જાણો પછી કેવા થયા હાલ!

Surat: સુરતના ડુમસ રોડ પર આવેલી ‘વીકેન્ડ એડ્રેસ’ હોટલના રૂમ નંબર 443માં ચાલી રહેલી દારૂની મહેફિલનો ભાંડાફોડ થયો છે. આશ્ચર્યજનક રીતે આ દરોડો એક આર્ટિસ્ટ યુવતીના સસરાની ફરિયાદના આધારે પોલીસે પાડ્યો હતો. પોલીસે રૂમમાંથી 2 મહિલા સહિત 6 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ આવ્યો હતો, જેમાં કોલરે જણાવ્યું કે તેની પુત્રવધૂ તેના મિત્રો સાથે હોટલના રૂમમાં દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ કરનાર બીજું કોઈ નહીં, પરંતુ પાર્ટીમાં સામેલ એક આર્ટિસ્ટ યુવતીના સસરા હતા. આ ફરિયાદના આધારે ડુમસ પોલીસની PCR ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી.

રૂમમાં દારૂની ગંધ અને નશામાં ધૂત લોકો

પોલીસે રૂમ નંબર 443નો દરવાજો ખોલતાં જ દારૂની તીવ્ર ગંધ ફેલાયેલી જણાઈ. રૂમમાં 4 પુરુષ અને 2 મહિલા ગોળાકારમાં બેઠેલા હતા. પકડાયેલા લોકોમાં મિત હિમાંશુભાઈ વ્યાસ (25), સંકલ્પ અજય પટેલ (24), લોક ભાવેશ દેસાઈ (23), સમકિત કલાપીભાઈ વિમાવાલા (25) અને બે આર્ટિસ્ટ મહિલાઓ (24 અને 25 વર્ષ)નો સમાવેશ થાય છે. તમામની આંખો લાલઘૂમ હતી અને તેઓ નશામાં ધૂત હોવાથી શારીરિક સંતુલન જાળવી શકતા નહોતા. દારૂ પીવા માટેની પાસ-પરમિટની માંગણી કરતાં કોઈ પાસે તે મળી નહોતી.

હોટલ મેનેજરની સ્પષ્ટતા: ખોટા IDથી રૂમ બુક

હોટલ મેનેજર ગૌતમ પટેલે જણાવ્યું કે રૂમ નંબર 443 અલગ માલિકીનો હતો અને નીલમ પ્રમોદ કેસાન નામની વ્યક્તિને વેચાયો હતો. આ રૂમ દર્શન નામના વ્યક્તિને ભાડે આપવામાં આવ્યો હતો, જેનો ભાડા કરાર એપ્રિલમાં સમાપ્ત થયો હતો. આરોપીઓએ હોટલની ‘માઈગેટ’ એપ્લિકેશનમાં ખોટા ID અને પાસવર્ડનો ઉપયોગ કરી રૂમ નંબર 419 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેઓ રૂમ નંબર 443માં રોકાયા હતા, જેનો હોટલના નિયમોનો ભંગ ગણાય છે.

જપ્ત મુદ્દામાલ અને કાનૂની કાર્યવાહી

પોલીસે રૂમની તલાશીમાં 750 MLની વિદેશી દારૂની બોટલ (350 ML દારૂ ભરેલી, કિંમત રૂ. 1500), 4 દારૂ ભરેલા ગ્લાસ, 4 ખાલી ગ્લાસ અને 7 મોંઘા મોબાઈલ ફોન (કુલ કિંમત રૂ. 2,55,000) જપ્ત કર્યા. પકડાયેલા તમામનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું અને ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની કલમો 66(1)(બી), 65(એ)(એ), 81, 83(ક) 1(2019) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાએ સુરતમાં ચર્ચા જગાવી છે, કારણ કે પરિવારના સભ્યની ફરિયાદે કાયદાના અમલમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઘટના નશાબંધીના કાયદાની કડક અમલવારીની જરૂરિયાત છે.

આ પણ વાંચો:

Surat: બાળકોને ભાજપ નેતાઓના ફોટાવાળી નોટબુકોનું વિતરણ, વિપક્ષે પૂછ્યું આમનું શિક્ષણમાં શું યોગદાન?

BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા

UP: પતિ કાવડ યાત્રામાં ગયો, પત્ની અન્ય યુવાન સાથે ભાગી ગઈ, વિયોગમાં પતિએ જે કર્યું તે જાણી હચમચી જશો!

AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 4 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 8 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 10 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views

  • 11 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!