
Rajkot Jannat Mir Suicide: રાજકોટના જંકશન વિસ્તારમાં રહેતી અને સોશિયલ મીડિયા પર પોતાના આકર્ષક વીડિયોથી લોકપ્રિય બનેલી ઇન્ફ્લુએન્સર જન્નત મીરના આત્મહત્યાના પ્રયાસે શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. જન્નતે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં કુખ્યાત ગુનેગાર ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા પર શારીરિક અને માનસિક ત્રાસ, હેરાનગતિ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને આ મામલો હવે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
પ્રેમી ભયંકર ત્રાસ આપતો
મળતી માહિતી અનુસાર, જન્નત મીરે અગમ્ય કારણોસર ઝેરી ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. મોડી રાત્રે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોલીસે જન્નતના નિવાસસ્થાનેથી એક સુસાઇડ નોટ જપ્ત કરી છે, જેમાં તેણે પોતાના આ ભયંકર પગલાનું કારણ સ્પષ્ટપણે જણાવ્યું છે. સુસાઇડ નોટમાં જન્નતે ઇમ્તિયાઝ રાઉમાના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને, તેણે લખ્યું છે કે ઇમ્તિયાઝે તેને “તોફાની રાધા”ની જેમ મારી નાખવાની ધમકી આપી હતી, જેનાથી તે ભયભીત થઈ ગઈ હતી.
જન્નતે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે તેનો સંપર્ક ઇમ્તિયાઝ રાઉમા સાથે થોડા મહિનાઓ પહેલાં સાઉદી અરેબિયામાં હતી ત્યારે થયો હતો. શરૂઆતમાં તેને ઇમ્તિયાઝના હિંસક અને ગુનાહિત સ્વભાવની કોઈ જાણ ન હતી. જન્નતના જણાવ્યા મુજબ, ઇમ્તિયાઝે તેની સાથે વારંવાર મારપીટ કરી, માનસિક ત્રાસ આપ્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. તેણે વધુમાં આરોપ લગાવ્યો કે ઇમ્તિયાઝે તેનો કીમતી ફોન પણ પોતાની પાસે રાખી લીધો હતો અને તેને સતત ડરાવતો રહ્યો. જન્નતે જણાવ્યું કે ઇમ્તિયાઝે તેને કહ્યું હતું કે તેણે “તોફાની રાધા” નામની વ્યક્તિની હત્યા કરી હતી અને તે જન્નત સાથે પણ આવું જ કરશે. આ ધમકીઓએ જન્નતને એટલી હદે તોડી નાખી કે તેણે જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો.
જન્નતે એમ પણ જણાવ્યું કે તેણે આ મામલે પોલીસમાં અરજી કરી હતી, પરંતુ તે અરજી ગાયબ થઈ ગઈ, અને તેને સતત ધમકીઓ મળતી રહી. તેણે પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓને આ બાબતે જાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇમ્તિયાઝે તેને ધમકી આપી કે તે જેલમાંથી છૂટી ચૂક્યો છે અને વધુ જેલમાં જવાથી તેને કોઈ ફરક નહીં પડે. આ સતતના ત્રાસ અને નિરાશાએ જન્નતને આ પગલું ભરવા મજબૂર કરી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જન્નતની સુસાઇડ નોટને આધારે ઇમ્તિયાઝ રાઉમા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જેમાં જન્નતના આરોપોની સત્યતા, ઇમ્તિયાઝનો ગુનાહિત ઇતિહાસ અને તેના હેરાનગતિના કારણોની ચકાસણી કરવામાં આવશે. જોકે, હજુ સુધી ઇમ્તિયાઝનો કોઈ સંપર્ક થયો નથી, અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો:
Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?