
Maharashtra: દેશમાં અંધશ્રધ્ધાના નામે લોકોને મૂર્ખ બનાવનાર બાબાઓની કમી નથી, પોતાનો દુખોથી પરેશાન લોકો આવા બાબાઓનો શિકાર બનતાં હોય છે, સુખી થવાની લાલચમાં લોકો આવા બાબાઓ પાસે જતાં હોય છે. બીમારીમાં પણ ઘણાં લોકો દવા કરાવવાને બદલે આવા બાબાઓ પર વધારે વિશ્વાસ રાખે છે. જેથી દુખ તો નથી જતું પણ બીજા અન્ય અપરાધોનો શિકાર બની જાય છે. આવી જ એક ઘટના નાગપુરથી સામે આવી છે.
નાગપુર પોલીસે ઢોંગી ભોન્ડુ બાબાની ધરપકડ કરી છે. જે પોતાને કાળા જાદુમાં નિષ્ણાત ગણાવીને લોકોની સમસ્યાઓ હલ કરવાનો દાવો કરતો હતો. એટલું જ નહીં મહિલાઓ સાથે અશ્લીલ કૃત્યો કરી પોતાના અશ્લીલ કૃત્યોના વીડિયો બનાવતો હતો અને મહિલાઓ સાથે શેર કરતો હતો.
પોતાનો પરિચય મલિક અને મામા નામથી કરાવતો
ભોંડુ બાબા પોતાનો પરિચય મલિક અને મામા નામથી કરાવતો હતો. આરોપી ભોંડુ બાબા ચાની દુકાન પર બેસતો હતો. આ દરમિયાન લોકો પોતાના વિશે વાતો કરતા હતા, તે જ સમયે ભોંડુ બાબા લોકોને કહેતો હતો કે તે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે. આ રીતે ચાલાક ભોંડુ બાબા લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો
મહિલાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી ઝડપાયો
આ ઘટનામાં એક પીડિત મહિલાએ ફરિયાદ કરી હતી કે તે તેના કૌટુંબિક સમસ્યાઓથી પરેશાન છે. જ્યારે તે ભોંડુ બાબાના સંપર્કમાં આવી ત્યારે ચાલાક આરોપીએ કાળા જાદુ દ્વારા તેની સમસ્યા હલ કરવાની વાત કરી, પરંતુ ભોંડુ બાબાએ મહિલા સાથે અશ્લીલ કૃત્યો કર્યા. એટલું જ નહીં, ભોંડુ બાબાએ રાત્રિના અંધારામાં પોતાનો અશ્લીલ વીડિયો બનાવીને મહિલાને મોકલ્યો. આ ફરિયાદ બાદ આરોપી બાબાને પોલીસે ઝડપી લીધો.
પોલીસે તપાસ શરુ કરી
નાગપુરના પાંચપાવલી પોલીસ સ્ટેશનમાં ભોંડુ બાબા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અને વિવિધ કલમો હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ભોંડુ બાબાએ કાળા જાદુના નામે કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે.
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ