MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

  • India
  • August 24, 2025
  • 0 Comments

MP PM Fasal Bima Yojana Fraud: ઉદ્યોગપતિના ખિસ્સા ભરવા જાણિતી બનેલી મોદી સરકાર ખેડૂતોની કેવી મજાક ઉડાવી રહી છે, તેનો એક કિસ્સો હાલ ખૂબ ચર્ચામાં છે. આ કિસ્સાએ મોદી સરકારની મોટી મોટી ખેડૂત હિતની વાતોની પોલ ખોલીને મૂકી દીધી છે. કુદરતી આફતને કારણે પાકના નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર ખેડૂતોને વળતર આપે છે. આ માટે કેન્દ્ર સરકારે વર્ષ 2016 માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નામની યોજના શરૂ કરી હતી. આ યોજનાનો લાભ આપવામાં સરકારે ખેડૂતને છેતર્યા છે.

મધ્ય પ્રદેશમાં ખંડવા જીલ્લાના ખેડૂત રાજેન્દ્ર પ્રજાપતિ સાથે સરકારે મોટી છેતરપીંડી કરી છે. તેમને લગભગ 7 લાખ રૂપિયાના પાકના નુકસાન સામે વળતર માત્ર 1274 રૂપિયા મળ્યા છે. આનાથી ગુસ્સે થઈને રાજેન્દ્રે આ રકમ પ્રધાનમંત્રીને પાછી મોકલવાનું નક્કી કર્યું છે.

21 એકરમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું

ખંડવાના રહેવાસી ખેડૂત રાજેન્દ્ર પ્રજાપતિ ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. તેમની પાસે 25 એકર પૈતૃક જમીન છે, જેમાંથી તેમણે 2024 માં 21 એકર જમીનમાં સોયાબીનનો પાક વાવ્યો હતો. આ માટે રાજેન્દ્રે બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન લીધી હતી અને 6 હજાર રૂપિયાનું વીમા પ્રીમિયમ બેંક દ્વારા કંપનીને સીધું ચૂકવવામાં આવ્યું હતું. ઓછા વરસાદને કારણે, આખો સોયાબીન પાક બરબાદ થઈ ગયો હતો.

વીમા કંપનીને 30 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા

પાકના નુકસાનની માહિતી મળતાં વીમા કંપનીના સર્વેયર સ્થળ પર આવ્યા અને પાકના નુકસાનનું મૂલ્યાંકન કર્યું. પીડિત ખેડૂત રાજેન્દ્રએ જણાવ્યું, “વીમા કંપનીએ મને કહ્યું કે 10 ટકા પ્રીમિયમ રકમમાંથી તેનું યોગદાન ફક્ત 2 ટકા એટલે કે 6 હજાર રૂપિયા છે, જ્યારે બાકીના 4 ટકા કેન્દ્ર સરકાર અને 4 ટકા રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. આમ, કુલ 30 હજાર રૂપિયા વીમા કંપનીને ચૂકવવામાં આવ્યા હતા.”

ખેડૂતને 3.40 લાખ રૂપિયા મળવાની અપેક્ષા હતી

રાજેન્દ્ર કહે છે, “21 એકર જમીનમાં સરેરાશ ઉત્પાદન પ્રતિ એકર 7 ક્વિન્ટલ થવાનું હતું. આ હિસાબે તેમને લગભગ 140 ક્વિન્ટલ સોયાબીન મળવું જોઈતું હતું. તે સમયે બજાર કિંમત પ્રતિ ક્વિન્ટલ 5 હજાર રૂપિયા હતી, જેનાથી પાકની કુલ કિંમત 7 લાખ રૂપિયાની આસપાસ થઈ જતી હતી. વીમા યોજનાના નિયમો અનુસાર 50 ટકાથી વધુ પાકના નુકસાન સામે ઓછામાં ઓછા 3 લાખ 40 હજાર રૂપિયાનો દાવો મળવા જોઈતા હતા, પરંતુ જ્યારે દાવાની રકમ આવી ત્યારે તે માત્ર 1274 રૂપિયા જ હતા.”

મોદીને પૈસા પાછા મોકલીશ

રાજેન્દ્ર પ્રજાપતિ કહે છે કે “સરકારે ખાતરી આપી હતી કે પાકના નુકસાનના કિસ્સામાં યોગ્ય વળતર આપવામાં આવશે. મેં સખત મહેનતથી પાક વાવ્યો હતો, પરંતુ નુકસાન પછી મળેલું વળતર મજાક જેવું છે. હું આ 1274 રૂપિયા વડા પ્રધાનને પાછા મોકલીશ. હું સોમવારે એફડી કરીને પાછા મોકલીશ.”

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પાછળનું ગણિત શું?

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ, ખેડૂતોએ ખરીફ પાક માટે 2 ટકા, રવિ પાક માટે 1.5 ટકા અને વાણિજ્યિક પાક માટે 4 ટકા પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. આ ઉપરાંત, બાકીનું પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. પીએમ ફસલ વીમા યોજનાના દાવા હેઠળ મળેલી રકમથી અસંતુષ્ટ ખેડૂતો તેની ફરિયાદ કરી શકે છે. આ માટે, સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર 14447 જારી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખેડૂતો નજીકના કૃષિ કેન્દ્ર અથવા વીમા કંપની ઓફિસની મુલાકાત લઈને પણ તેમની સમસ્યાઓ શેર કરી શકે છે.

મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ રૂપિયા મળ્યા હતા

ઉલ્લેખનીય છે  કે 11 ઓગસ્ટના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ પાક વીમા યોજનાનો હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત દેશભરના 30 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ રકમ (1156 કરોડ રૂપિયા) મધ્યપ્રદેશના ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારે સવાલ એ થાય કે આટલી મોટી મધ્ય પ્રદેશને રકમ મળતી હોવા છતાં ખેડૂતને કેમ છતરવામાં આવી રહ્યા છે?, સરકારની આ છેતરપીંડી સામે ખેડૂૂત લડી લેવાના મૂડમાં છે.

આ પણ વાંચો:

MP: પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીની ટિકિટ લેવાનું ભૂલ ગઈ, દંડ ભર્યો, પણ TCએ આ શું કર્યું?

Business War: દેશમાં બે ધનકુબેરો વચ્ચે ‘વેપારયુધ્ધ’, ભારત સાથે મોટી રમત!, જુઓ કેવી રીતે?

Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!

Nikki Haley: ભારત, અમેરિકાના સંબંધોને લઈ પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ શું કહી દીધુ?, જે ટ્રમ્પ નહીં માને તો…

પૂર્વ યુએસ સુરક્ષા સલાહકારના ઘરે FBI ના દરોડા, ભારત પર લાદેલા ટેરિફ મુદ્દે ટ્રમ્પની ટીકા કરી હતી

UP: હોટલમાંથી 12થી વધુ યુવક-યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા, હોટલ સીલ, જુઓ પછી શું થયું?

UP: નરાધમોએ વિકલાંગ યુવતીને પણ ના છોડી, ગેંગરેપ કરી ભાગી ગયા, પછી યુવતીએ ભર્યું એવું પગલું કે પરિવાર રડતો રહ્યો!

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ થવાની દિશામાં કાર્યવાહી!, હવે શું થશે?

Related Posts

Councilor Anwar Qadri: અઢી મહિનાથી ફરાર અપરાધી કોર્ટમાં હાજર, જાણો શું છે અપરાધીની હકીકત?
  • August 29, 2025

Councilor Anwar Qadri:  લવ જેહાદને ફંડ આપનાર કોર્ટમાં હાજર અપરાધી અઢી મહિનાથી ફરાર હતો, હવે તે અચાનક શુક્રવારે જિલ્લા કોર્ટમાં હાજર થયા. હવે પોલીસ તેમના રિમાન્ડ લેશે અને લવ જેહાદ…

Continue reading
Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા
  • August 29, 2025

Bihar: ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગઈકાલે સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનથી ત્રણ આતંકવાદીઓ બિહારમાં ઘૂસી ગયા છે. આ પછી, આજે પટના સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Councilor Anwar Qadri: અઢી મહિનાથી ફરાર અપરાધી કોર્ટમાં હાજર, જાણો શું છે અપરાધીની હકીકત?

  • August 29, 2025
  • 4 views
Councilor Anwar Qadri: અઢી મહિનાથી ફરાર અપરાધી કોર્ટમાં હાજર, જાણો શું છે અપરાધીની હકીકત?

Asia Cup 2025: ભારતીય કરશે બીજી ટીમનું નેતૃત્વ, ક્રિકેટની સાથે કરે છે સેલ્સમેનનું કામ

  • August 29, 2025
  • 5 views
Asia Cup 2025: ભારતીય કરશે બીજી ટીમનું નેતૃત્વ, ક્રિકેટની સાથે કરે છે સેલ્સમેનનું કામ

Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?

  • August 29, 2025
  • 24 views
Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?

Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા

  • August 29, 2025
  • 18 views
Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા

Bitcoin scam of Gujarat: ચકચારી બિટકોઈન ખંડણી કેસ, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ

  • August 29, 2025
  • 10 views
Bitcoin scam of Gujarat: ચકચારી બિટકોઈન ખંડણી કેસ, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ

Surat: ‘બેવાર પાપ કર્યું તને નડશે’, 19 વર્ષિય શિક્ષિકાના આપઘાતનો મોટો ખૂલાસો, કિશોર ગર્ભવતી બનાવી હેરાન કરતો

  • August 29, 2025
  • 32 views
Surat: ‘બેવાર પાપ કર્યું તને નડશે’, 19 વર્ષિય શિક્ષિકાના આપઘાતનો મોટો ખૂલાસો, કિશોર ગર્ભવતી બનાવી હેરાન કરતો