
jeegeesha patel: ખોડલધામ સંસ્થા, જે લેઉવા પટેલ સમાજની એક અગ્રણી સામાજિક અને ધાર્મિક સંસ્થા તરીકે ઓળખાય છે, તે ફરી એકવાર વિવાદમાં આવી છે. કારણ કે ખોડલધામ સંસ્થાના કેટલાક ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો પર આરોપ લાગ્યો છે કે તેઓએ પૈસા આપીને સંસ્થામાં ઉચ્ચ હોદ્દા મેળવ્યા છે અને હવે સંગઠનનો દુરુપયોગ કરીને વ્યક્તિગત હિતો સાધી રહ્યા છે. આ ઉપરાંત, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રસ્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ લઈ, સમાજના નામે ભીડ ભેગી કરી રહ્યા છે. જિગીષા પટેલ દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાએ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મોદીની સભાને લઈને જીગીષા પટેલ કેમ ભડક્યાં?
જિગીષા પટેલનું કહેવું છે કે, ” અમદાવાદના નિકોલમાં મોદી આવી રહ્યા છે ત્યારે પૈસા આપીને બની બનેલા ટ્ર્સ્ટ્રીઓ જનક્રાતિં દિવસ પર મોદીની રેલીમાં અને સભામાં હાજર થવા માટે ખોડલધામના નામે મીટીંગો કરી રહ્યા છે. ખોડલધામના નામે લોકોને ભેગા કરી રહ્યા છે. લોકોની આસ્થા સાથે રમી રહ્યા છે અને મીટીંગમાં માથા બતાવીને તેનો વેપાર કરી રહ્યા છે ભાજપમાં પોતાની ટિકિટો માટે કારણ કે, અમદવાદમાં કોર્પોરેશન આવવાની છે. આ બધુ કેટલી હદે યોગ્ય છે. ખોડલધામ એક સામાજિક સંસ્થા છે. તમારે રાજકીય રીતે કંઈપણ કરવું હોય તો તમારા દમ પર કરો.
બની બઠેલા ટ્રસ્ટીઓને ઘરે બેસાડો: જિગીષા પટેલ
વધુમાં તેમણે જણાવ્યું કે, આ પહેલા પણ તમે ખોડલધામના બેનર પર મોદી અને શાહના ફોટા મૂકીને સંગઠનના નામનો દુરુપયોગ કર્યો હતો. આ તમામ બાબતે મે નરેશ પટેલને ટકોર કરી હતી. અને આજે મોદીની સભામાં હાજર રહેવા માટે મીટીંગો કરી કરીને લોકોને આહ્લાન કરી રહ્યા છો તમારી શક્તિ બતાવી રહ્યા છો તેના માટે પણ હુ આજે નરેશભાઈને ટકોર કરું છું. આવા બની બઠેલા ટ્રસ્ટીઓને ઘરે બેસાડવાની વાત પણ જીગીશા પટેલે કરી હતી.
ભાજપે તમને શું આપી દીધુ ? : જિગીષા પટેલ
તમે ભાજપ માટે આટલું બધુ કરો છે છતા પણ ભાજપે તમને શું આપી દીધુ ? સમાજનું કંઈ કામ હોય તો તમારે સરકાર પાસે રોદણા રોવા પડે છે. તેઓ ભાજપને ટકોર કરીને કહી પણ નહીં શકતા.
જિગીષા પટેલના નિવેદનથી ગરમાવો
ખોડલધામ સંસ્થા ગુજરાતમાં લેઉવા પટેલ સમાજના ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. જોકે, આવા આરોપો સંસ્થાની પ્રતિષ્ઠા પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે. હાલમાં, ખોડલધામના સત્તાવાળાઓ તરફથી આ આરોપો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સમાજમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ થઈ રહી છે. નરેશભાઈ પટેલ અને ખોડલધામના અન્ય નેતૃત્વ આ મામલે શું પગલાં લે છે, તેના પર સમાજની નજર રહેશે.
આ પણ વાંચો:
Period-stopping medicine: પૂજામાં ભાગ લેવા પીરિયડ રોકવાની લીધી દવા, 18 વર્ષીય યુવતીએ ગૂમાવ્યો જીવ
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!
Business War: દેશમાં બે ધનકુબેરો વચ્ચે ‘વેપારયુધ્ધ’, ભારત સાથે મોટી રમત!, જુઓ કેવી રીતે?