UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

  • India
  • August 31, 2025
  • 0 Comments

UP: ધાર્મિક સ્થળો પણ હવે લોકો માટે સુરક્ષિત રહ્યા નથી. ખુદ ધાર્મિક લોકો જ અશ્લીલતાં આચરી રહ્યા છે.  દિલ્હીના કાલિકા કાલકાજી મંદિરમાં  સેવકની હત્યા કરી નાખવામાં આવી.  ત્યારે હવે આશ્રમમાં યુવાનનું યૌન ઉત્પડનનો શિકર બનાવાની ઘટના પ્રકાશમાં આવી છે.  મધ્યપ્રદેશના યુવકે મથુરાના વૃંદાવનમાં આવેલા આશ્રમના પૂજારી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવકનો આરોપ છે કે પૂજારીએ આશ્રમમાં તેનું જાતીય શોષણ કર્યું અને આ કૃત્યનો વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલો ઘણો જૂનો છે પરંતુ યુવકની ફરિયાદ હમણાં કરી છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ મથુરાના એસએસપીએ આ મામલે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. પોતાની ફરિયાદમાં યુવકે કહ્યું છે કે વૃંદાવનના એક આશ્રમના મુખ્ય પૂજારીએ તેને નશીલા પદાર્થો ભેળવીને ‘પ્રસાદ’ આપ્યો હતો. ત્યારબાદ તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. યુવકના જણાવ્યા અનુસાર આ ઘટના 22 નવેમ્બર 2022 ના રોજ બની હતી. તે સમયે આ યુવક આશ્રમમાં જ રહેતો હતો.

પૂજારીએ ગંદા કૃત્યનો વીડિયો બનાવ્યો

યુવકે એવો પણ આરોપ લગાવ્યો કે પુજારીએ આ સમગ્ર ગંદા કૃત્યનો વીડિયો બનાવ્યો હતો. જ્યારે યુવકે આ બાબતનો વિરોધ કર્યો ત્યારે તેને પણ માર મારવામાં આવ્યો હતો. બાદમાં વીડિયો દ્વારા બ્લેકમેઇલ કરવાના આરોપો પણ સામે આવ્યા છે. યુવકનું કહેવું છે કે તે કોઈક રીતે આશ્રમમાંથી ભાગી ગયો અને તેના ઘરે પહોંચી ગયો હતો.

આ મામલે યુવકે સૌપ્રથમ આગ્રા રેન્જના ડીઆઈજીનો સંપર્ક કર્યો, જેમણે તેમને મથુરાના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસએસપી) ને મળવા અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી. એસએસપીએ સર્કલ ઓફિસર (સદર) સંદીપ કુમાર સિંહને આ મામલાની તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.

પોલીસે શું કહ્યું?

પોલીસ અધિકારી સંદીપ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ મામલો અત્યંત ગંભીર છે, પરંતુ ઘટના લગભગ ત્રણ વર્ષ જૂની હોવાથી પ્રાથમિકતાના ધોરણે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પીડિતની ફરિયાદ અને તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં SSP ને રિપોર્ટ સુપરત કરવામાં આવશે.

ધાર્મિક શ્રદ્ધા પર પ્રશ્નો, પોલીસ તપાસની રાહ

આ સમગ્ર કેસથી લોકોનો ધાર્મિક લોકો, સંતો પરનો વિશ્વાસ ડગમગી ગયો છે. ધાર્મિક સ્થળોની સુરક્ષા અને પારદર્શિતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. જોકે આ ઘટના જૂની છે, છતાં જો આરોપો સાચા સાબિત થાય છે, તો આ એક મોટો કેસ સાબિત થઈ શકે છે. હવે બધાની નજર પોલીસ તપાસ રિપોર્ટ અને ભવિષ્યમાં થતી કાનૂની કાર્યવાહી પર છે.

આ પણ વાંચો:

UP News: મહિલાનો પ્રાઈવેટ પાર્ટ પકડી નાડુ તોડવું બળાત્કારની કોશિશ નથી: હાઈકોર્ટનો ન્યાય

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?

 

Related Posts

UP: દારૂ પીધા પછી યુવાન થયો ગુમ, પાણી ભરેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ
  • September 3, 2025

UP: શિકોહાબાદના ભુડા-બરતારા ગામ પાસે એક નાળામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ મૃતદેહ ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા યુવાનનો હોવાનું બહાર આવ્યું છે. મૃતદેહ મળતાં…

Continue reading
‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav
  • September 3, 2025

 Tejashwi Yadav: મોદીની વોટ ચોરી પકડાયા બાદ દેશના લોકોની સામે રડવાનું શરુ કર્યું છે. ગઈકાલે પોતાની માતાના નામે ભાવૂક થઈ કહ્યું મારી માતાને વિપક્ષે ગાળો બોલી. જો કે તેના પુરાવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

  • September 3, 2025
  • 5 views
Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

UP: દારૂ પીધા પછી યુવાન થયો ગુમ, પાણી ભરેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ

  • September 3, 2025
  • 4 views
UP: દારૂ પીધા પછી યુવાન થયો ગુમ, પાણી ભરેલા ખાડામાંથી મળ્યો મૃતદેહ

AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

  • September 3, 2025
  • 3 views
AJab Gajab: અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, કિંમત જાણીને ચોંકી જશો!

Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

  • September 3, 2025
  • 14 views
Viral video: નાનો બાળક રાત્રે 1 કિમી દૂર ગર્લફ્રેન્ડને મળવા પહોંચી ગયો?

Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા

  • September 3, 2025
  • 9 views
Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા

‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav

  • September 3, 2025
  • 17 views
‘મોદી કોઈની માતાને 50 કરોડની ગર્લફ્રેન્ડ કહે, તો વાહ મોદીજી!’, બેવડા ચારિત્ર્યવાળા લોકો: Tejashwi Yadav