
UP: દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં અકસ્માતમાં ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં એડમિટ દર્દી તેની દારૂ પીવાની તલબ રોકી શક્યો નહિ અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને ચકમો આપીને પણ શરીરે પાટા-પિંડી કરેલી હાલતમાં હાથમાં યુરિન બેગ લઈ દારૂના અડ્ડા ઉપર જઈ દારૂ પીધો અને ફરી પાછો હોસ્પિટલમાં આવ્યો અને બેડ ઉપર સુઈ ગયો.
આ વિડીયો વાયરલ થઈ ગયો છે અને જ્યારે વીડિયોના મૂળ સુધી પહોંચ્યા તો ખબર પડી કે યુપીના શાહજહાંપુરની મેડિકલ કોલેજમાં રોડ અકસ્માતમાં ઘાયલ ટિકરી ગામનો એક દર્દી કે જેનું નામ વિપિન છે તે હોસ્પિટલના ગાર્ડ્સને ચકમો આપીને દારૂના અડ્ડા પર પહોંચી ગયો હતો અને સફળતા પૂર્વક દારુ પીધા બાદ ફરી તે હોસ્પિટલ આવીને બેડ પર સૂઈ ગયો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં હોસ્પિટલના ડીને તપાસના આદેશ આપ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ નિગોહી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા વિપિનનો બે દિવસ પહેલા અકસ્માત થતા તેને સરકારી મેડિકલ કોલેજના ત્રીજા માળે આવેલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિપિનને દારૂ પીવાની તીવ્ર ઈચ્છા થતાં તે વોર્ડ સ્ટાફ અને તેના પરિવારથી બચીને દારૂ ખરીદવા માટે દારૂની શોપ ઉપર ગયો હતો. ત્યારબાદ તેણે નજીકના હેન્ડપંપમાંથી પાણી પીધું અને બાકીની અડધી બોટલ તેના ખિસ્સામાં મૂકી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ બાબતે વિપિનની માતાના કહેવા મુજબ તેના પુત્રનું થોડાં દિવસ પહેલાં એક્સીડન્ટ થઈ ગયું હતું ત્યારથી જ તે હોસ્પિટલમાં દાખલ છે અને તેનું મગજ બરાબર કામ કરતું નથી. તેની પત્નીને કેન્સર હતું તે પણ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતી જેનું મૃત્યુ થઈ ગયું છે.
હવે પુત્ર અકસ્માતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આવી હરકત કરી દીધી છે તેથી તેઓ પરેશાન હતા. બીજી તરફ આ વીડિયો વાયરલ થતાં તંત્ર ઉપર સવાલો ઉઠતાં મેડિકલ કોલેજના ડીન રાજેશ કુમારે જણાવ્યું કે તેઓએ દ્વારા મામલાની તપાસ થઈ રહી છે. જોકે, અકસ્માતમાં ઘાયલ દર્દી ત્રણ માળ ઉતરીને મેડિકલ કોલેજમાંથી નીકળીને દારુ પીવા કેવી રીતે ગયો ?તે બાબતે હોસ્પિટલ પ્રશાસન પર સવાલ ઉઠી રહ્યા છે પણ કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી રહયા છે કે “આને કહેવાય ખરો “દારૂડિયો!!”
આ પણ વાંચો:
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ, ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી








