
Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી , બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં કરાઈ આગાહી, રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર, ઉત્તરગુજરાતમાં જોવા મળશે મેઘતાંડવ, સુરક્ષાના ભાગરુપે મુખ્ય સચિવ પંકજ જોષીએ કરી ખાસ તૈયારીઓ.
સિસ્ટમ પશ્ચિમ તરફ વળીને ગુજરાતને અસર કરશે
ભારતીય હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ (5 થી 7 સપ્ટેમ્બર) દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહી બંગાળની ખાડીમાં બનેલા લો-પ્રેશર વિસ્તાર અને ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ તથા પૂર્વ રાજસ્થાન પરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જારી કરાઈ છે. આ સિસ્ટમ પશ્ચિમ તરફ વળીને ગુજરાતને અસર કરશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વ્યાપક વરસાદ થશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે છે.
રેડ અલર્ટ જાહેર જિલ્લાઓ
હવામાન વિભાગે 6 જિલ્લાઓ માટે જાહેર રેડ અલર્ટ કર્યું છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ આ જિલ્લાઓમાં 6 અને 7 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે પૂર, ભૂસ્ખલન અને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ શકે છે.
આ જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે, અને લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, ત્યારે હવે હજુ પણ રાહત મળવાની નથી કેમકે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ અને દીવ માટે. આ જિલ્લાઓમાં 30-40 kmphની ઝડપે પવન અને વીજળી સાથે વરસાદ થશે. બાકીના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મુખ્ય સચિવ પંકજ જોષીની આગોતરી વ્યવસ્થા
મુખ્ય સચિવ પંકજ જોષીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC)-ગાંધીનગર દ્વારા આ આગાહીને અનુરૂપ તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. SEOCના અહેવાલ મુજબ રાહત અને બચાવ કાર્યો માટે NDRFની 12 ટીમ અને SDRFની 20 ટીમને જોખમી જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. એક વધારાની NDRF ટીમ રિઝર્વમાં છે. કચ્છ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં SDRF ટીમોને વિશેષ તૈનાતી કરાઈ છે.
જિલ્લા વહીવટી તંત્રને સૂચના
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને નદીઓના કાંઠા, નીચા વિસ્તારો અને પર્વતીય રસ્તાઓ પર એલર્ટ જાહેર કરવા, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકવાના આદેશ આપ્યા છે. સાબરમતી, બનાસ અને અન્ય નદીઓમાં પાણીના સ્તર પર નજર રાખવાની સૂચના છે.
SEOCના ડેટા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં 93% વરસાદ થયો છે (ઉત્તર ગુજરાતમાં 97%, કચ્છમાં 85%). જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે, તેથી સિંચાઈ વિભાગને ગેટ ખોલવાની તૈયારી કરવા કહેવામાં આવ્યું છે.
કામ સિવાય બહાર નીકળવું નહી
રેડ અલર્ટ જિલ્લાઓમાં ઘરમાં જ રહવું કામ સિવાય બહાર નીકળવું નહી તેમજ નદી-નાળા કાંઠે ન જવું, અને ન વીજળી અને તેજ પવનથી સાવચેતી રાખવી, જોખમી વિસ્તારોથી દૂર રહેવું, અને જો કોઈ જોખમ જણાય વહીવટીતંત્રનો સંપર્ક કરવો જોઈએ.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ








