Vadodara: “અહીંયા રહેવું હોય તો હરખી રેજે…” બાજવાના મહિલા સરપંચે 20 વર્ષના છોકરાને આપી ગંદી ગંદી ગાળો

  • Gujarat
  • September 6, 2025
  • 0 Comments

Vadodara: હાલમાં દેશભરમાં ગાળાનો મુદ્દો ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને ગાળો આપવાના આરોપોને કારણે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં હોબાળો મચાવ્યો છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધીઓ પર તીખા પ્રહારો કરી રહ્યા છે, પરંતુ આ જ પાર્ટીના ‘સંસ્કારી’ નેતાઓ પોતાના વિસ્તારના યુવાનોને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા માટે ગાળો અને ધમકીઓ આપતા જોવા મળે છે. ત્યારે આવી ઘટનાઓ વડોદરામાં સામે આવી છે.

ભાજપના મહિલા નેતાએ 20 વર્ષના છોકરાને આપી ગંદી ગાળો

વડોદરા તાલુકા ભાજપ મહિલા મોરચાની પ્રમુખ બાજવા ગામના સરપંચ રોમલ પટેલ એક 20 વર્ષીય છોકરાને સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલના સમાચાર પર કોમેન્ટ કરવા માટે ભયંકર ગાળો અને ધમકીઓ આપી હતી. યુવાને પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા વિશે અરજીઓ કર્યા હોવાનું ઉલ્લેખ કર્યું હતું, પરંતુ તેના બદલે તેને ધમકી અને ગાળો આપી. આ વાયરલ ઓડિયોમાં મહિલા સરપંચને કહેતા સાંભળવા મળે છે, “બહારની થઈને રે અહીંયા રહેવું હોય તો મારી જોડે હરખી રેજે.” આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. યુવાને કહ્યું, “પાણી ભરાઈ ગયું છે, અમે બે વર્ષથી અરજીઓ કરેલી છે,” પરંતુ તેના જવાબમાં તેને ગાળો આપવામા આવે છે.

કપડવંજના ધારાસભ્યએ આપી હતી ગાળો

આ મામલો માત્ર વડોદરા સુધી મર્યાદિત નથી. ખેડાના કપડવાંજ વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા પર સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનાર યુવાનને માર મારવાના આક્ષેપો થયા છે. આ યુવાને પોતાના વિસ્તારની સમસ્યાઓ વિશે ટિપ્પણી કરી હતી, પરંતુ તેના બદલે તેને શારીરિક હુમલો થયો. વધુમાં, પોલીસે આ યુવાનની ફરિયાદ પણ ન લીધાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટના પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં પોલીસની નિષ્ક્રિયતા અને નેતાના વર્તન પર સવાલો ઉભા થયા છે.

સરપંચ લોકસેવા માટે છે કે પછી વ્યક્તિગત અહંકાર માટે?

આ બંને ઘટનાઓમાંથી સ્પષ્ટ થાય છે કે ભાજપના નેતાઓ સત્તામાં આવતા પહેલા ‘લોકોની સમસ્યાઓ હલ કરીશું’ની મોટી-મોટી વાતો કરે છે. ચૂંટણીના સમયે તેઓ મતની ભીખ માંગે છે, પરંતુ સત્તા મળ્યા બાદ તે જ લોકોને, જે તેમના વિસ્તારની વાસ્તવિક સમસ્યાઓ રજૂ કરે છે, તેને ગાળો, ધમકી કે હુમલાનો સામનો કરવો પડે છે.

વડોદરાના આ 20 વર્ષીય છોકરાએ પાણીની સમસ્યા વિશે ટિપ્પણી કરી, તો મહિલા સરપંચે તેને ગાળો આપી. આ ‘સંસ્કારી પાર્ટી’ના નેતાઓ માટે સરપંચ કે ધારાસભ્યની કુરસી લોકસેવા માટે છે કે પછી વ્યક્તિગત અહંકાર માટે?

ભાજપની સંસ્કારી પાર્ટીની છબી ખરડાઈ 

લોકોમાં આ ઘટનાઓથી રોષ વધ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે જો વિરોધીઓ ગાળો આપે તો તો ભાજપ હોબાળો મચાવે છે, પરંતુ પોતાના નેતાઓ યુવાનોને ગાળો આપે તો ચૂપ. આવા વર્તનથી પાર્ટીની ‘સંસ્કાર અને સંસ્કૃતિ’ની છબી ખરડાઈ છે.

આ ઘટનાઓ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નો ઉભા કરે છે. સરપંચ કે ધારાસભ્યની ફરજ છે કે તેઓ લોકોની સમસ્યાઓ સાંભળે અને હલ કરે, નહીં કે સોશિયલ મીડિયાની ટિપ્પણીઓ પર ગુસ્સો કરીને ગાળો આપે. જો આવું ચાલુ રહ્યું, તો લોકોનો વિશ્વાસ ક્યારેક જવાબદાર નેતૃત્વ પરથી ઉઠી જશે. ભાજપને આ મામલામાં તપાસ કરીને નેતાઓને સજા આપવી જોઈએ, જેથી ‘સંસ્કારી’ છબી જળવાઈ રહે.

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
  • May 13, 2026

Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

Continue reading
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
  • May 13, 2026

Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 4 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 6 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 11 views

  • 5 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના