
America Pakistan News: ભારતના ઓપરેશન સિંદૂર પછી અમેરિકા અને પાકિસ્તાન નજીક આવી રહ્યા છે.બંને દેશો વચ્ચે મિસાઇલ ડિફેન્સ ડીલ થઈ હોવાના નવા પુરાવા સામે આવ્યા છે.વિગતો મુજબ પાકિસ્તાનને અમેરિકા તરફથી AIM-120 એડવાન્સ્ડ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) મળે તેવી શક્યતા છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક અહેવાલ મુજબ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર (DoW) દ્વારા તાજેતરમાં સૂચિત શસ્ત્ર કરારમાં પાકિસ્તાન AIM-120 AMRAAM ના ખરીદદારોમાં સામેલ છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “આ કરારમાં બ્રિટન, પોલેન્ડ, પાકિસ્તાન, જર્મની, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રોમાનિયા, કતાર, ઓમાન, કોરિયા, ગ્રીસ, સ્વિટ્ઝર્લૅન્ડ, પોર્ટુગલ, સિંગાપોર, નેધરલેન્ડ, ચેક રિપબ્લિક, જાપાન, સ્લોવાકિયા, ડેનમાર્ક, કેનેડા, બેલ્જિયમ, બહેરીન, સાઉદી અરેબિયા, ઇટાલી, નોર્વે, સ્પેન, કુવૈત, ફિનલેન્ડ, સ્વીડન, તાઇવાન, લિથુઆનિયા, ઇઝરાયલ, બલ્ગેરિયા, હંગેરી અને તુર્કીને વિદેશી લશ્કરી વેચાણનો સમાવેશ થાય છે.” જોકે,પાકિસ્તાનને કેટલી નવી AMRAAM મિસાઇલો આપવામાં આવશે તે સ્પષ્ટ નથી, પરંતુ આ સમાચાર સામે આવતાની સાથે જ પાકિસ્તાન વાયુસેનાના F-16 કાફલાના અપડેટની ચર્ચા છે.
આ સોદો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર વચ્ચેની મુલાકાતના થોડા દિવસો પછી થયો હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે તે બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ઘટાડવામાં પોતે ભૂમિકા ભજવી છે.
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ કરાર પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે નવી વ્યૂહાત્મક નિકટતાનો સંકેત આપે છે.
આ સોદા દ્વારા અમેરિકા ચીન અને રશિયાના પ્રભાવને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે છે.
આ મિસાઈલ ડીલ બાદ, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તેના F-16 ફાઈટર જેટ ફ્લીટને અપગ્રેડ કરી શકે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, AIM-120 AMRAAM મિસાઈલનો ઉપયોગ F-16 વિમાન સાથે થઈ શકે છે. ફેબ્રુઆરી 2019 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ અથડામણ દરમિયાન પાકિસ્તાને આ મિસાઈલનો ઉપયોગ ભારતીય વિમાનો સામે કર્યો હતો.
આ ડીલને હવે F-16 વિમાનોની ક્ષમતાઓ વધારવા તરફનું બીજું એક મોટું પગલું માનવામાં આવે છે.
■AIM-120C8 મિસાઈલની તકનીકી ક્ષમતાઓ
AIM-120C8 એ યુએસ AIM-120D મિસાઈલનું નવું સંસ્કરણ છે. તે રેથિયોન (હવે RTX કોર્પોરેશન) દ્વારા ઉત્પાદિત મધ્યમ-અંતરની હવા-થી-હવામાં માર કરી શકે તેવી મિસાઈલ છે.
■આ મિસાઈલની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
●રેન્જ: ૧૬૦ થી ૧૮૦ કિલોમીટર, લોન્ચ પ્લેટફોર્મ પર આધાર રાખીને.
●ઝડપ: મેક ૪, ધ્વનિની ગતિ કરતાં લગભગ ચાર ગણી.
●માર્ગદર્શન: સક્રિય રડાર હોમિંગ સિસ્ટમ, જે ચોક્કસ લક્ષ્યાંક માટે પરવાનગી આપે છે.
●ક્ષમતા: એકસાથે અનેક હવાઈ લક્ષ્યોને પ્રહાર કરી શકે છે.
આ મિસાઈલનો ઉપયોગ F-૧૫, F-૧૬, F/A-૧૮, F-૨૨, યુરોફાઈટર ટાયફૂન, ગ્રિપેન, ટોર્નાડો અને F-૩૫ જેવા વિમાનોમાં થાય છે. તેનો ઉપયોગ NASAMS (નેશનલ એડવાન્સ્ડ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ) જેવી જમીન-આધારિત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં પણ થાય છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ, નોર્વે, પોલેન્ડ અને યુક્રેન દ્વારા તૈનાત કરવામાં આવી છે.
આ સોદાથી ભારતને શું અસર થઈ શકે?
આ સંભવિત સોદો ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન દ્વારા AIM-120 મિસાઇલો અને F-16 અપગ્રેડ મેળવવાથી તેની હવાઈ શક્તિમાં વધારો થશે. જોકે ભારત પાસે પહેલાથી જ રાફેલ અને સુખોઈ-30MKI જેવા અદ્યતન એડવાન્સ ફાઇટર છે, જે મીટીયોર મિસાઇલનો ઉપયોગ કરે છે, સંભવિત પાકિસ્તાન-યુએસ મિસાઇલ સોદો પ્રાદેશિક શક્તિ સંતુલનમાં નવા તણાવનું કારણ બની શકે છે.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?










