Daman drugs case: દમણના ફાર્મ હાઉસમાં ડ્રગ્સની ફેક્ટરી ઉપર ATSની રેડ બાદ ભાજપના આ નેતાની સંડોવણી ખુલતા હોબાળો

Daman drugs case :  ગુજરાતના છેવાડે આવેલા વાપી અને દમણમાં 5.9 કિલો ડ્રગ્સ ઝડપાયા બાદ તપાસમાં આ ડ્રગ્સ પ્રકરણમાં ભાજપના આગેવાન મનાતા સસ્ક્રીય કાર્યકર મનોજ ઠાકુરની પણ સંડોવણી ખુલતા ચકચાર મચીછે કેમકે તેમના બંગલા સુધી ડ્રગ્સનો રેલો પહોંચ્યો છે.

પકડાયેલ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 30 કરોડથી વધારે હોવાનું પોલીસ જણાવી રહી છે.આ કેસમાં ફરાર મુખ્ય આરોપી મેહુલ ઠાકુર તે મનોજ ઠાકુરનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. દમણના એક ફાર્મ હાઉસમાંથી MD ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું.

આ કેસમાં મોહન પાલીવાલ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે મુખ્ય આરોપી ફરાર થયા છે તેમાં એક આરોપી વાપીના આદર્શ બંગલોઝનો રહેવાસી મેહુલ રાજનેસિંગ ઠાકુર છે, જે હત્યા કેસનો આરોપી છે અને હાલ તે જામીન પર છે અને બીજો વાપીના ગાયત્રીનગરનો કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાય હોવાનું જાણવા મળ્યું છે.

બંને આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેમને ઝડપી પાડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.પાલીવાલની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ત્રણેય છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી કાચો માલ અને સાધનો એકઠા કરી રહ્યા હતા. તેઓ દમણના ફાર્મહાઉસમાં રાસાયણિક પ્રક્રિયા કરીને ડ્રગ્સ બનાવતા હતા અને તૈયાર MD ડ્રગ્સ ઠાકુરના વાપીના ચલા સ્થિત બંગલામાં જમા કરતા હતા ઝડપાયું કન્સાઇનમેન્ટ મુંબઈ સપ્લાય કરવાનું હતું.

પોલીસે કાર્ટેલના ખરીદદારો, નાણાં પૂરા પાડનારાઓ અને અન્ય સભ્યો સહિતની મોટી સપ્લાય ચેઇન તેમજ નાણાકીય લેવડ-દેવડ અને આંતર-રાજ્ય કનેક્શનની પણ તપાસ કરી રહી છે.
આરોપીઓ દમણના એક ફાર્મ હાઉસમાં MD ડ્રગ્સ બનાવતા હતા. દમણના ફાર્મ હાઉસમાં બનાવેલ ડ્રગ્સ વાપીના ચલાના બંગલામાં રાખતા હતા અને ત્યાંથી સમગ્ર રાજ્ય અને દેશમાં આ ડ્રગ્સ સપ્લાય થતું હતું.

પકડાયેલ આરોપી મોહન પાલીવાલ અગાઉ પણ ડ્રગ્સના બે કેસમાં સંડોવાયેલા છે.પેરોલ પર છૂટ્યા બાદ પેરોલ જમ્પ કરીને ફરી ડ્રગ્સ બનાવવા કારોબારમાં જોતરાઈ ગયો હતો.
જ્યારે વોન્ટેડ આરોપી મેહુલ ઠાકુર પોતાની છબી પ્રતિષ્ઠિત હોવાનું બતાવવા છેલ્લા થોડા સમયથી સ્ટીલમેન ફાઉન્ડેશનના નામથી સામાજિક કાર્યોમાં સક્રિય થયો હોવાની વાત પણ સામે આવી રહી છે.

વાપીમાં જે બંગલામાંથી ડ્રગ ઝડપાયું તે બંગલાનો માલિક મનોજ ઠાકુર છે.જે ફરાર આરોપી મેહુલ ઠાકુરનો સગો ભાઈ હોવાની અને ભાજપનો સક્રિય કાર્યકર હોવાની વાત સામે આવી રહી છે ત્યારે ભાજપના નેતાનું નામ ખુલતા તેની સામે પણ તપાસ શરૂ થઈ છે.

આ પણ વાંચો: 

 Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ

Gold prices:  સોનાના ભાવો આસમાને પહોંચતા હવે મધ્યમ વર્ગ માટે સોનુ ખરીદવું અશક્ય બન્યું! રોકેટ ગતિએ ભાવો વધવાનું આ છે કારણ,વાંચો

પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’

 

UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?

UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?

Related Posts

Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર
  • October 3, 2026

Sagbara Forest Land Protest: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાં 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે ‘પુનઃ વન અધિકાર સત્યાગ્રહ’નો બીજો તબક્કો શરૂ થયો છે. લાંબા સમયથી જંગલ જમીન પર ખેતી…

Continue reading
Dahegam Fake Ghee: દહેગામના કળાદરામાં નકલી ઘી બનાવવાના આક્ષેપ, યુવરાજસિંહ જાડેજાની ‘જનતા રેડ’થી તંત્ર સામે સવાલ
  • October 3, 2026

Dahegam Fake Ghee: ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થો અને ભેળસેળના કિસ્સાઓ વચ્ચે ગાંધીનગરના દહેગામ તાલુકાના કળાદરા ગામમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ‘જનતા રેડ’ કરવામાં આવી હોવાનો દાવો સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

  • October 4, 2026
  • 3 views
Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

  • October 4, 2026
  • 5 views
Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

  • October 4, 2026
  • 7 views
BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

  • October 4, 2026
  • 5 views
Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

  • October 4, 2026
  • 9 views
Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ

  • October 4, 2026
  • 10 views
Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ