
PCB News: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવીએ ટ્રોફી અંગે એક નવો નિર્દેશ જારી કર્યો છે, જેમાં જણાવાયું છે કે તેમની મંજૂરી વિના તેને ભારતને સોંપવામાં નહી આવે.
2025 એશિયા કપ વિજેતા ભારતીય ટીમને હજુ સુધી તેની ટ્રોફી મળી નથી અને તે ACC ઓફિસમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવીએ ટ્રોફી અંગે એક નવો આદેશ જારી કર્યો છે,તેમણે નિર્દેશ આપ્યો છે કે તેમની મંજૂરી વિના તેને ભારતને સોંપવામાં ન આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ જીત્યા પછી ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.ત્યારબાદ નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા, અને ત્યારથી તે ACC ઓફિસમાં રાખવામાં આવી છે.28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.નકવી PCBના અધ્યક્ષ અને તેમના દેશના ગૃહમંત્રી પણ છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉચ્ચ સ્તરે છે.
આ પણ વાંચો:
Karwa Chauth 2025: આજે કરવા ચોથ પર આ સમયે ચંદ્ર દેખાશે, સાંજની પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.
Bhavnagar: ‘હાય રે મોદી હાય હાય’, મહુવામાં ખરાબ રોડ રસ્તાને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા
અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli










