Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • World
  • March 18, 2026
  • 0 Comments

અલી લારીજાએ કહ્યું હતું કે મારું મોત થઈ જાય ત્યારે લખજો કે”ખુદાનો બંદો,ખુદા પાસે પરત ફર્યો!”

Ali Larijani: ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ લારીજાનીનું મોત થતાં ઈરાનીઓમાં ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ માહોલ જોવા મળ્યો અને લારીજાનીની નીકળેલી અંતિમ યાત્રામાં જાણે કીડીયારું ઉભરાયું હોય તેમ હજારોની સંખ્યામાં ઈરાની નાગરિકો સામેલ થયા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

લારીજાની ઈરાનના ટોચના શક્તિશાળી નેતાઓમાં ગણના થતી હતી તેઓ દેશની સુરક્ષા તથા રણનીતિનો મહત્વનો ચહેરો હતા,ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં લારીજાનીને મોતની ઈરાને પુષ્ટિ કરી હતી.

અલી લારીજાનીએ પોતાની શહાદતનો સંદેશ પહેલેથી જ નક્કી કરી દીધો હતો

ઈઝરાયેલ અને અમેરિકા સામે ચાલુ રહેલા યુદ્ધને લઈ લારીજાનીને ખબર હતી કે લડતા લડતા ગમેત્યારે મૃત્યુ થઈ શકે છે અને તેમણે પોતે જ નજીકના સહયોગીઓને જણાવ્યુ હતું કે તેમના નિધનના સમાચાર કેવી રીતે લખવામાં આવે, સહયોગીએ કહ્યું કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો લડતા લડતા તમે શહીદ થઈ જાવ તો મૃત્યુ સંદેશની શરૂઆત કેવી રીતે કરવી ?, ત્યારે લારીજાનીએ હસતા હસતા કહ્યું હતું-“લખજો કે ખુદાનો બંદો, ખુદાની પાસે પરત ફર્યો!!”

દરમિયાન,રશિયાએ ઈરાનના નેતા અલી લારીજાનીની હત્યાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું કે કોઈપણ સંપ્રભુ દેશના નેતૃત્વને નિશાન બનાવવું ખોટું છે અને આ પ્રકારની કાર્યવાહી સ્વીકાર્ય નથી, તેમણે કહ્યું કે રશિયા એવા તમામ પગલાંની નિંદા કરે છે, જેનો ઉદ્દેશ્ય કોઈ દેશના નેતાઓને નુકસાન પહોંચાડવાનો અથવા તેમને ખતમ કરવાનો હોય.

આમ,અલી લારીજાનીની હત્યા બાદ લોકોમાં દેશપ્રેમની લાગણી જન્મી છે અને લોકો ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ જોવા મળી રહયા છે, અગાઉ અમેરિકાને એમ હતું કે ઈરાનમાં સત્તા પરિવર્તન માટે અમેરિકી હુમલા લોકો અવકારશે પણ સ્કૂલ ઉપર થયેલા હુમલામાં નિર્દોષ બાળકીઓની સામુહિક હત્યા અને નાગરિકોના થઇ રહેલા મોત બાદ હવે લોકોમાં રોષ ફેલાયો છે અને ઇરાનના નેતાઓના મોતથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને એટલે જ અલી લારીજાનીના અંતિમ સંસ્કારમાં હજ્જારો લોકો જોડાયા હતા.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 2 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 3 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 6 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 5 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 8 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 5 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?