અમિત શાહે પણ ઉઠાવી ઉતરાયણની મજા; બે પતંગ કાપ્યા તો બે પતંગ કપાઇ ગયા

  • Gujarat
  • January 14, 2025
  • 0 Comments
  • અમિત શાહે પણ ઉઠાવી ઉતરાયણની મજા; બે પતંગ કાપ્યા તો બે પતંગ કપાઇ ગયા

અમદાવાદ: મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે પહોંચ્યા હતા અને પતંગ પણ ચડાવી હતી, પરંતુ થોડીક ક્ષણોમાં તેમનો પતંગ કપાયો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજ રોજ સવારે 11:00 વાગ્યે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન સોસાયટીમાં તેઓ મકરસંક્રાંતિનો તહેવાર મનાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિમાબેન જૈન સહિત ભાજપના નેતાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું હતું અને ધાબા પર જઈને તેઓએ પતંગ પણ ચડાવી હતી.

અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી. આ સમયે પત્નીએ ફિરકી પકડી રાખી હતી. અમિત શાહે બે પતંગો કાપી લપેટ…લપેટ…ની બૂમો પાડી હતી. આ સમયે મુખ્યમંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે જેવો જ પતંગ ચગાવ્યો ત્યાં તો થોડી જ ક્ષણોમાં તેમનો પહેલો પતંગ કપાઈ ગયો હતો. તો થોડાક વિરામ બાદ તેમણે બીજો પતંગ ચગાવ્યો હતો. તે પતંગ પણ 2 મિનિટમાં કપાઈ ગયો હતો. ત્યારબાદ આજુબાજુના લોકોએ પણ પતંગ ચગાવ્યા હતા. જેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.. અમિત શાહ પતંગ જેવો કપાયો તેવો જ ચારે તરફથી બૂમો સંભળાવવા લાગી કે, કાયપો છે… કાયપો છે… લપેટ… લપેટ…

આ પણ વાંચો- ઉત્તરાખંડમાં લાગું થશે UCC; લિવ-ઇનમાં રહેતા કપલને લગ્નની જેમ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 3 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 5 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 7 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 9 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

  • June 22, 2026
  • 8 views
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 11 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું