બનાસકાંઠા: પાલનપુર નજીક અમીરગઢમાંથી પોલીસે ઝડપી પાડ્યો ₹22 લાખનો વિદેશી દારૂ

  • Gujarat
  • January 14, 2025
  • 0 Comments
  • બનાસકાંઠા: પાલનપુર નજીક અમીરગઢમાંથી પોલીસે ઝડપી પાડ્યો ₹22 લાખનો વિદેશી દારૂ

પાલનપુર નજીક આવેલા અમીરગઢ રાજસ્થાનની સરહદ પર આવેલ તાલુકામાંથી પોલીસે મોટા જથ્થામાં અંગ્રેજી દારૂનો જથ્થો પકડાયો છે. જોકે, અહીં ચોંકાવનારી બાબત તે છે કે આ દારૂ સાઈબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે અમીરગઢ વિસ્તારના ધનપુરા ગામના પાટીયા પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટાટા કંપનીના મિની ટ્રક (નંબર RJ-04-GA-6833)માં ઘાસના પૂળાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થામાં કુલ 385 પેટી અને 6,600 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹22.35 લાખ આંકવામાં આવી છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹32.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં ટ્રકના ચાલક વિનોદકુમાર મુસારામ ગુજ્જર (રહે. પુરન્નગર, તા. કોટપુતલી, જિ. જયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે.

અમીરગઢ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો-ઉત્તરાખંડમાં લાગું થશે UCC; લિવ-ઇનમાં રહેતા કપલને લગ્નની જેમ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 2 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 4 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 8 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 6 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?