
Banaskantha: દિવાળી પર્વ ઉપર ઉઘરાણી માટે નીકળતાં ચોક્કસ કથિત પત્રકારોનો ત્રાસ સમગ્ર રાજ્યમાં એક ન્યુસન્સ બની ગયો હોવાની અનેક ફરિયાદો વચ્ચે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના વેપારી પાસે ઉઘરાણા માટે ગયેલા છ ખંડણીખોર કથિત પત્રકારની ધમકીઓથી ટેંશનમાં આવી ગયેલા વેપારીનું હાર્ટ એટેક આવી જતા મોત થઈ જતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઇ છે અને ઉઘરાણાથી કંટાળેલા વેપારીઓએ હંગામો મચાવી કથિત પત્રકારો સામે ફરિયાદ કરતા પોલીસે એક્શન લેવાની ફરજ પડી છે.બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના વેપારી સાથે ઉગ્ર બોલાચાલીના વીડિયો પણ વાયરલ થયા છે.
ડીસા દક્ષિણ પોલીસે કહેવાતા છ પત્રકારો સામે ગુનો દાખલ કરીએને ધરપકડ કરી છે. આ લોકોએ આ વેપારીની દુકાન પર જઈ અને બબાલ કરી હતી અને તેની સાથે ઝપાઝપી કરી હતી. જે બાદ તેની હાલત ગંભીર થઈ ગઈ હતી અને હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું હોવાના આરોપ લાગ્યા છે. જે રીતે અહેવાલો સામે આવ્યા છે તેમાં ડીસાના ખાડિયા વિસ્તારમાં આવેલી વ્હોરા બિલ્ડીંગની નીચે કનૈયા સિઝન સ્ટોર નામની ફટાકડાની દુકાન છે જ્યાં કેટલાક ઈસમોએ હપ્તાની માંગણી કરી ધમકીઓ આપતાં દુકાનદાર ગભરાયા હતા અને અચાનક હાર્ટઅટેકથી મોત થતાં ડીસા ફટાકડા એસો.સાથે સંકળાયેલા વેપારીઓ એકત્ર થઈ ગયા હતા અને હોબાળો મચાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વેપારીના મોત પૂર્વે ખંડણી ઉઘરાવવા આવેલા એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો,આ સમગ્ર મામલે ડીસા નિલેશકુમાર ભાગચંદભાઈ ગુરનાનીએ પોલીસને જણાવ્યા અનુસાર, તેઓ મુકેશભાઈ નારણભાઈ ઠક્કર સાથે ભાગીદારી ફટાકડાનો વેપાર કરતા હતા.શુક્રવારે બપોરે દિલીપભાઈ ત્રિવેદી અને પારશભાઈ મહારાજ,બંને શખ્સ દુકાન પર આવી ગયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ રૂ.25 હજારની માંગણી કરી હતી અને મુકેશભાઈએ તે સમયે રૂ.10 હજાર આપી દીધા હતા અને કહ્યું હતું કે એસોસિયેશનની મીટિંગ થયા પછી બાકીની રકમ આપશે. સાંજે ફરી આ જ લોકો અન્ય ચાર સાથીઓ મેહુલ ખત્રી, તપન જયસ્વાલ, રોહિત ઠાકોર અને હિતેષ રાજપૂત સાથે આવ્યા હતા અને દુકાનમાં હંગામો કર્યો, ગાળા ગાળી કરી હતી જેમાં દિલીપ ત્રિવેદીએ મુકેશભાઈને છાતીમાં મુક્કો માર્યો હોવાના પણ આરોપ લાગ્યો છે.
જોકે,પ્રેશરમાં આવી ગયેલા ફટાકડાના વેપારીનું મોત થઈ જતા એસોસિએશનના સભ્યોએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી,જેમાં પોલીસે દિલીપભાઈ ત્રિવેદી,પારશભાઈ મહારાજ, મેહુલ ખત્રી,તપન જયસ્વાલ, રોહિત ઠાકોર અનેહિતેષ રાજપૂત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાએ ડીસામાં ભારે ચકચાર જગાવી છે.
આ પણ વાંચો:
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?









