Iran War: ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ધમકી “ટ્રમ્પ સાવધાન રે’જો, ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ!

  • World
  • March 10, 2026
  • 0 Comments

■ ટ્રમ્પની ઈરાન ઉપર મોટા હુમલાની ધમકી સામે ઇરાનની વળતી ધમકી “તમારા જેવા કૈક આવ્યા અને ગયા! ઈરાનને ખતમ કરવાના સપના જોવાનું બંધ કરો!”

Iran War: અમેરિકા દ્વારા ઈરાન ઉપર સૌથી મોટા હુમલાની ધમકી આપી છે ત્યારે ઈરાને ટ્રમ્પની ઠેકડી ઉડાવતા કહ્યું કે ‘તમે ધ્યાન રાખજો ક્યાંક તમેજ ‘પતી’ ન જાઓ!’

ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીએ ટ્રમ્પની ધમકીનો વળતો જવાબ આપ્યો છે, ટ્રમ્પે કહ્યું હતું કે “જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટથી ઓઈલ વેપાર રોકવાનું ચાલુ રાખશે, તો અમેરિકા તેના પર 20 ગણી વધુ તાકાતથી હુમલો કરશે!”

આ બાબતે લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે “ઈરાની લોકો ટ્રમ્પની ધમકીઓથી ડરતા નથી.
તેમણે કહ્યું કે ટ્રમ્પ પહેલા પણ ઘણા શક્તિશાળી લોકો ઈરાનને ખતમ કરવાની કોશિશ કરી ચૂક્યા છે, પરંતુ તેઓ સફળ થયા નથી. લારીજાનીએ ચેતવણી આપતા કહ્યું કે, “ટ્રમ્પ સાવધાન રહો, ક્યાંક તમારો જ ખાતમો ન થઈ જાય.” આ ધમકી શોશ્યલ મીડિયા ઉપર આપતા હવે ટક્કર બરાબરની જામી છે.

યુદ્ધના 11 દિવસમાં જ ઈરાન જાણી ગયુ છે કે આટલા દિવસમાંજ વિશ્વમાં મહામારી શરૂ થઈ ગઈ છે અને ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ રૂટ બંધ કર્યા બાદ મહામારી ફેલાવાની શરૂઆત થઈ ચૂકી છે જેવું લોક ડાઉન સમયે થયું હતું તેવી જ સ્થિતિ દુનિયાભરના દેશો ઉપર થઈ રહી છે એટલે જ ઈરાન કહે છે કે અમે ડુબીશું પણ દુનિયાને સાથે લઈ ડુબશું.

મતલબ સાફ છે કે વિશ્વભરમાં મંદીના વાદળો મંડરાઈ ચુક્યા છે અને લોકો ટ્રમ્પની નીતિઓને દોષ દઈ રહયા છે ત્યારે ઈરાન લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યું છે, દરમિયાન, ઈરાને જાહેર કર્યું છે કે તે એક લીટર પણ ઓઈલ બહાર જવા દેશે નહીં, હવે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવા દેવા રાજી થઈ ગયું છે પણ એક નવી શરત મૂકી છે.

ઇઝરાયલી મીડિયા વાયનેટના અહેવાલો અનુસાર, ઇરાનની સેના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે જહાજોને આ માર્ગેથી પસાર થવા દેવામાં આવી શકે છે, પરંતુ તે માટે તે દેશોએ પહેલા ઇઝરાયલ અને અમેરિકાના રાજદૂતોને પોતાના દેશમાંથી હાંકી કાઢવા પડશે જે દેશ અમેરિકા અને ઈઝરાયેલના રાજદૂતોને પોતાના દેશમાંથી તગેડી મુકશે તેવા દેશોના જહાજને જવા દેવામાં આવશે.

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના તમામ દેશો માટે મહત્વ ધરાવતો દરિયાઈ માર્ગ છે અને હાલ તે રસ્તો ઇરાને બંધ કરી દીધો છે અને ધમકી આપી છે કે જે જહાજ અહીંથી પસાર થવાની કોશિશ કરશે તેને ફૂંકી મારવામાં આવશે, નવાઈની વાત તો એ છે કે અમેરિકા પણ કઈ કરી શકતું નથી અને આ માર્ગ અમે જલ્દી ખોલી નાખીશું તેવા ફાંકા માર્યા કરે છે.

ચીન અને રશિયાએ ઇરાનને ખુલ્લો ટેકો આપ્યો છે અને ચીને રોકેટ બનાવવા માટેના સામાન ભરેલા જહાજો રવાના કર્યાના અહેવાલો સૂચવે છે કે મિસાઇલ પ્રોડક્શન ચાલુ રહેવાનું છે અને ઈરાન ક્યારેય થાકવાનું નથી તે વાતનો ઈરાન વારંવાર સંકેત આપી રહ્યું છે એટલે ટ્રમ્પની ગણતરી ખોટી પડી છે તેઓને લાગતું હતું કે જે રીતે વેનેઝુએલા ના રાષ્ટ્રપતિને પકડી લીધા અને યુદ્ધ ખતમ થઈ ગયું તેમ ખામેનીના મોત સાથે ઈરાન યુદ્ધ બંધ થઈ જશે અને તેલના કૂવા ઉપર નિયંત્રણ મળી જશે તે ગણતરી ખોટી પડી છે અને હવે બરાબરનું ભેરવાઈ ગયાનું લાગી રહ્યું છે ત્યારે આ યુદ્ધ હવે વિશ્વભરમાં મોંઘવારી લઈને આવશે અને અર્થવ્યવસ્થા ઉપર મોટો ફટકો પડશે જે નક્કી છે

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 14 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા