Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત

  • World
  • March 11, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં 300 અબજ ડોલરના રોકાણ સાથે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં એક નવી ઓઇલ રિફાઇનરી ખોલશે, છેલ્લા 50 વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પહેલો સૌથી મોટો રિફાઇનરી પ્રોજેક્ટ છે. ટ્રમ્પે આને અમેરિકન ઉર્જા ક્ષેત્ર માટે એક ઐતિહાસિક પગલું ગણાવતા કહ્યું કે તેઓ ફરી એકવાર અમેરિકાને એક મજબૂત ઉર્જા પાવરહાઉસ બનાવશે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે “અમેરિકા તેના અસલી ઉર્જા એકાધિકાર તરફ પાછું ફરી રહ્યું છે!” તેમણે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ કંપની હેઠળ ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં રિફાઇનરી ખોલવા વિશે વાત કરી. ટ્રમ્પે તેને 300 બિલિયન ડોલરનો સૌથી મોટો સોદો ગણાવ્યો. તેમણે કહ્યું કે તે અમેરિકન કામદારો, ઉર્જા ક્ષેત્ર અને દક્ષિણ ટેક્સાસના લોકો માટે એક મોટી જીત છે.
ટ્રમ્પે આ પ્રસંગે સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની રિલાયન્સનો આભાર માન્યો હતો.

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ દ્વારા કરવામાં આવેલી અમેરિકાની ફર્સ્ટ પોલીસી,સરળ પરમીટ પ્રક્રિયાઓ અને કર ઘટાડાને લઈ હવે મોટા રોકાણકારો રોકાણ માટે આકર્ષિત થઈ રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રિલાયન્સની નવી રિફાઇનરી અમેરિકન બજારને ઈંધણ પૂરું પાડશે, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે અને ઉર્જા ઉત્પાદનમાં વધારો કરશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તે વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી હશે. તેનો અબજો ડોલરનો આર્થિક પ્રભાવ પડશે અને હજારો નોકરીઓનું સર્જન થશે.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય કંપની રિલાયન્સની રિફાઇનરી યુએસમાં ખુલવાથી દક્ષિણ ટેક્સાસ ક્ષેત્રમાં વિકાસને વેગ મળશે. અમેરિકામાં આ પ્રોજેક્ટ શરૂ થવાથી વૈશ્વિક નિકાસમાં વધારો થશે અને અમેરિકાની વિદેશી તેલ પરની નિર્ભરતા ઓછી થશે. ટ્રમ્પની આ જાહેરાત પશ્ચિમ એશિયામાં મોટા સંઘર્ષના સમયે આવી છે.

રિલાયન્સ દ્વારા અમેરિકામાં $300 બિલિયનનું રોકાણ કરવાના સમાચાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો થવાની ધારણા છે. મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 1 ટકાથી વધુ ઘટીને ₹1,409 પર બંધ થયા. ટ્રેડિંગ સત્ર દરમિયાન, શેર ₹1,430 ની ઊંચી સપાટીને સ્પર્શ્યો. તેની 52-અઠવાડિયાની ઊંચી સપાટી ₹1,611 અને નીચી સપાટી ₹1,115 છે. કંપનીનું માર્કેટ કેપ ₹19,06,793 કરોડ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 3 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 5 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!