
લેટરકાંડ વિવાદ પછી સરઘસકાંડના વિરોધમાં કોંગી નેતા પરેશ ધાનાણીએ અમરેલીના રાજકમલ ચોકમાં આમરણાંત ઉપવાસ સાથે નારી સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું છે, જેમાં નેતાઓ-કાર્યકરો જોડાઈ રહ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, બે દિવસ પહેલા અમરેલીની જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે પાયલ ગોટી પરિવાર સાથે દિલીપ સંઘાણી સાથે મુલાકાત કરી છે. આ ખાનગી મુલાકાતના કારણે રાજકારણ ગરમાયું છે.
કેમ કે એક તરફ અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. 24 કલાકના અલ્ટિમેટમ પછી આજથી અમરેલીના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણી 24 કલાક માટે ‘નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા છે, અને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
તો પરેશ ધાનાણીએ અમરેલીના નકલી લેટર કાંડ મામલે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે.
“દાળમાં કઈ કાળું છે કે પછી આખી દાળ જ કાળી…..?”
આધારભૂત સૂત્રો માંથી મળેલ માહિતી મુજબ સ્થાનીક પોલીસને FSL નો રીપોર્ટ તો ક્યારનોય મળી ગયો છે….
તો પછી સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ કોણ અને શું કામે કરાવી રહ્યું છે…..?
સત્વરે FSL નો રીપોર્ટ જાહેર કરો….!
આમ લેટર કાંડના મૂળની તપાસ કરવાનું FSL રીપોર્ટ અંગે ધાનાણીના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે, તો બીજી તરફ પાયલ ગોટીની ભાજપના નેતા સાથેની મુલાકાતે અનેક અટકળોને તેજ કરી દીધી છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પાયલ ગોટી મળવા આવી હોવાની પુષ્ટિ પણ કરી છે.
નોકરી માટે અરજી કે નકલી લેટરકાંડ બાબતે સમાધાન અંગેની અટકળો પણ તેજ થઈ રહી છે. સ્વભાવિક છે કે, પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે થયેલી વાતચીત ખાનગી રહેતા રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો-વિવાદ યથાવત: દિયોદર જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર