
Kutch Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર મેન્ગ્રોવના વૃક્ષો વધ્યા હોવાના દાવા કરી રહ્યા છે. જો કે વાસ્તિવકતા અલગ જ છે. મેન્ગ્રોવની વાવણીનો કૌભાંડ પણ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો સાથે વન વિભાગ મન માની કરી રહ્યું છે. સરકાર મેન્ગ્રોવના વૃક્ષો રોપવાના દાવા કરે છે પણ તે ખરેખરમાં દેખાતા નથી.
દેશનો કુલ મેન્ગ્રોવ આવરણ 4,991.68 ચોરસ કિમી છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 0.15% હિસ્સો ધરાવે છે. આમાં, ખૂબ જ ગાઢ મેન્ગ્રોવ કુલ મેન્ગ્રોવ આવરણના 1,463.97 ચોરસકિમી (29.33%) ધરાવે છે, મધ્યમ ગાઢ મેન્ગ્રોવ 1,500.84 ચોરસ કિમી (30.07%) છે જ્યારે ખુલ્લા મેન્ગ્રોવ 2,026.87 ચોરસ કિમી (40.60%) વિસ્તાર ધરાવે છે. 2021ના મૂલ્યાંકનની તુલનામાં દેશના મેન્ગ્રોવ આવરણમાં 7.43 કિમી2 નો ચોખ્ખો ઘટાડો થયો છે.
ગુજરાતમાં 36.39 કિમી2નો નોંધપાત્ર ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશ (13.01 કિમી2) માં મેન્ગ્રોવ વન આવરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (12.39 કિમી2) આવે છે.
ગુજરાત સહિત ભારતના પશ્ચિમ કાંઠાનાં મેન્ગ્રોવનાવન એકદમ પડી ભાંગે તેવું જોખમ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટના પાંચ મહિના બાદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 21 ડિસેમ્બરે જાહેર કરેલા ‘ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ (આઈએસએફઆર), 2023માં જણાવાયું હતુ ગુજરાતમાં બે વર્ષની અંદર 36.39 વર્ગ કિલોમીટર વિસ્તારમાંથી ચેરનાં જંગલ નાશ પામ્યાં છે.
ગુજરાતના 1164.08 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા મેન્ગ્રોવના નવિસ્તારમાં 179.09 વર્ગ કિલોમીટરમાં પથરાયેલાં મધ્યમ ગીચતા ધરાવતાં વનો અને 984.97 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ઓપન ફૉરેસ્ટ એટલે કે એટલે કે પાંખી વનરાજી ધરાવતા વનવિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે કુલ વિસ્તારનો 40 ટકા કે તેથી વધુ વિસ્તાર વૃક્ષાચ્છાદિત હોય તેવાં વનને મધ્યમ ગીચતાવાળું વન કહેવાય છે અને 10 ટકાથી વધુ પણ 40 ટકાથી ઓછું વૃક્ષાવરણ ધરાવતા વનને પાંખો વનવિસ્તાર કહેવાય છે.
ગુજરાતના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં મેન્ગ્રોવના નવિસ્તાર આવેલા છે અને રાજ્યનાં ચેરના જંગલમાં 2003 થી 2021 સુધી સતત વધારો નોંધાયો હોવાનું એફએસઆઈના રિપોર્ટ પરથી ફલિત થાય છે.
ગુજરાતમાં સૌથી મોટો ચેરનો વનવિસ્તાર કચ્છમાં છે અને ઘટાડો પણ સૌથી વધારે આ જ જિલ્લામાં નોંધાયો છે.
આઈએસએફઆર, 2023 મુજબ ભારતમાં 4991. 68 વર્ગ કિલોમીટરમાં ચેરનાં વન છે. પરંતુ વિસ્તાર 2021ના રિપોર્ટમાં નોંધાયેલા 4999.11 વર્ગ કિલોમીટર વિસ્તારની તુલનાએ ઓછો હતો આમ, બે વર્ષમાં દેશમાં ચેરના વનવિસ્તારમાં 7.43 વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો. પરંતુ, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચેરનાં જંગલનો વિસ્તાર 36.39 વર્ગ કિલોમીટર જેટલો ઘટીને 1164.06 વર્ગ કિલોમીટર થઈ ગયો. ભારતનાં કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ચેર વનવિસ્તારમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો હતો.
કચ્છમાં 2021માં 769.56 વર્ગ કિલોમીટરમાં ચેરનાં જંગલો હતાં. તેમાં બે વર્ષમાં 61.14 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા 2023માં તે 708.42 વર્ગ કિલોમીટર થઈ ગયો. તે જ રીતે ચેરના વિસ્તારવાળા બીજા સૌથી મોટા જિલ્લા એવા જામનગરમાં પણ 9.97 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા તે જિલ્લામાં મૅન્ગ્રૂવનો વિસ્તાર 172.50 વર્ગ કીલોમીટરથી ઘટીને 162.53 વર્ગ કિલોમીટર થઈ ગયો છે.
મોરબી અને આણંદ જિલ્લાના કાંઠાઓમાં પણ અનુક્રમે 1.04 એને 0.28 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાયો, પરંતુ અમદાવાદ, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં અનુક્રમે 10.79, 7.97 અને 7.22 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાતા રાજ્યના એકંદર મેન્ગ્રોવના વનવિસ્તારમાં ઘટાડો 36.39 વર્ગ કિલોમીટર સુધી મર્યાદિત રહ્યો હતો.
ત્યારે આ વીડિયોમાં જુઓ વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકાર મેન્ગ્રોવ વૃક્ષો અંગે કેવા બણગાં ફૂકી રહી છે.
આ પણ વાંચો:








