Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • Gujarat
  • October 28, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો છે. કારણ કે ગ્રાહક મહિલાએ રુ. 4,395 એડવાન્સ આપ્યા હોવા છતાં બ્લાઉઝ સીવી આપવામાં મોડું કર્યું હતુ.

મળતી જાણકારી અનુસાર અમદાવાદના નવરંગપુરાની મહિલાએ સી.જી. રોડ પર આવેલી સોનીઝ ધી ડિઝાઈનર શોપમાં બ્લાઉસ સીવવા મૂક્યો હતો. મહિલાએ ટેલર હરેશભાઈને 24 ડિસેમ્બર પહેલા બ્લાઉઝ તૈયાર કરીને આપવા કહ્યું હતુ. સાથે જ  4,395 રુપિયા એડવાન્સમાં આપી દીધા હતા. આ બ્લાઉઝ ટ્રેડિશનલ સાડી માટે સીવવાનો હતો. જે બાદ 14 ડિસેમ્બર 2024ના રોજ મહિલા ગ્રાહક લેવા ગઈ હતી. દરજીએ બ્લાઉઝ સીવ્યો ન હતો. જેથી નારાજ મહિલા ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહક તકરાર નિવારણ પંચે ધ્યાને લીધું હતુ કે દરજીની બ્લાઉઝ સીવી ન આપવાની વૃત્તિ ખામી દર્શાવે છે. ફરિયાદીને માનસિક તકલીફ થઈ છે. તેથી કમિશને દરજી હરીશભાઇને મહિલાએ ચૂકવેલી રકમ 4,395 રૂપિયા 7 ટકા વાર્ષિક વ્યાજ સહિત પરત આપવાનો અને માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ માટે વધારાના વળતર પેટે 7 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વળતર દરજીને 45 દિવસમાં ચૂકવી દેવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો:

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 4 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 5 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 6 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 10 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 12 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 9 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?