2 Lakh Company Closed In last 5 Years : મોદી સરકારના ‘વિકાસ’માં બે લાખ કંપનીઓને લાગ્યા તાળા! બેરોજગાર ચરમસીમાએ પહોંચ્યો!

  • India
  • December 3, 2025
  • 0 Comments

2 Lakh Company Closed In last 5 Years :કેન્દ્ર સરકાર મોટી મોટી વિકાસની વાતો કરી રહી છે અને મોટા મોટા પ્રોજેકટ બતાવી સપના જેવી દુનિયા ઉભી કરી એક માહોલ ક્રિએટ જરૂર કર્યો છે પણ એવું છે નહીં કેમકે વાસ્તવિક સ્થિતિ કઈક અલગ જ છે.

વર્તમાન સ્થિતિ કઈક અલગ ચિત્ર દર્શાવે છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં બે લાખથી વધુ પ્રાઇવેટ કંપનીઓને તાળા લાગી ચુક્યા છે.આ ખુલાસો કોઈ વિપક્ષ કે કોઈ મીડિયા કે સર્વે કરનારી કોઈ એજન્સીએ નથી કર્યો પણ ખુદ કેન્દ્ર સરકાર દ્વારા આ વાત લોકસભામાં કહેવામાં આવી છે,કબુલાત કરવામાં આવી છે.કેન્દ્રએ લોકસભાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 204268 કંપનીઓ બંધ થઇ ગઇ છે.

વર્ષ 2021-22 અને 2022-23ના વર્ષમાં સૌથી વધુ કંપનીઓ બંધ થઇ ગઇ હતી.જેમાં કુલ નોંધાયેલી છે કંપનીઓ પૈકીની માત્ર 65 ટકા જેટલી જ સક્રિય હોવાનું જણાવાયું છે.લોકસભામાં કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ લેખિતમાં આ આંકડા રજુ કર્યા હતા જેમાં તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે કેટલી કંપનીઓ બંધ થઇ તેની આંકડાકીય માહિતી આપી હતી.

સંસદમાં રજુ થયેલા આંકડા મુજબ વર્ષ 2020-21માં 15216 કંપનીઓ બંધ થઇ ગઇ હતી ઉપરાંત વર્ષ 2021-22માં 64054 કંપનીઓ બંધ થઇ ગઇ. સૌથી વધુ 83452 કંપનીઓ વર્ષ 2022-23 દરમિયાન બંધ થઇ ગઇ હતી. તે પછી વર્ષ 2023-24માં આ આંકડો 21181 એ પહોંચ્યો હતો.
આ તમામ આંકડાના આધારે ગણવામાં આવેતો પાંચ વર્ષમાં કુલ 2.04 લાખ કંપનીઓ બંધ થઇ ગઈ હોવાનું સ્પષ્ટ થાય છે.

જોકે સરકારે આ કંપનીઓ બંધ થવા પાછળના કારણો પણ જણાવ્યા છે જેમાં કેટલીક કંપનીબિઝનેસ કરવા નહોતી માગતી તો કેટલીક કંપનીઓ નિષ્ક્રિય રહી જેને કારણે લિસ્ટમાંથી હટાવી દેવાઇ જ્યારે કેટલીક કંપનીઓ મર્જર થઇ ગઇ કે વિલય થઇ ગઈ વર્તમાન નાણાકીય વર્ષમાં 16 જુલાઇ સુધી 8648 કંપનીઓ બંધ કરી દેવાઇ હતી.શું આ બંધ થયેલી કંપનીઓના કર્મચારીઓનો પુનર્વાસ કરાયો કે કેમ તેવા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સરકારને આવો કોઇ પ્રસ્તાવ નથી મળ્યો.

આ પહેલા આ વર્ષે જ જાન્યુઆરી મહિના સુધીના આંકડા સામે આવ્યા હતા જે મુજબ દેશમાં 31 મી જાન્યુઆરી 2025 સુધીમાં દેશભરમાં નોંધાયેલી કુલ કંપનીઓનો આંકડો 28 લાખથી પણ વધુ હતો જેમાંથી માત્ર 65 ટકા એટલે કે 18 લાખ જેટલી કંપનીઓ જ સક્રિય ભૂમિકામાં હતી. આ કંપનીઓમાં વિદેશી કંપનીઓની સંખ્યા માત્ર 5216 છે જેમાંથી માત્ર 63 ટકા એટલે કે 3218 વિદેશી કંપનીઓ જ સક્રિય છે. આ આંકડા પણ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયા હતા.

અત્યાર સુધીમાં 9.45 લાખથી વધુ કંપનીઓ બંધ થઇ ગઇ છે. જે પણ કંપનીઓ સક્રિય ભૂમિકામાં છે તેમાં 27 ટકા બિઝનેસ સર્વિસ, 20 ટકા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની હતી. સૌથી વધુ સક્રિય કંપનીઓ મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે.
આમ,સ્વાભાવિક છે કે જે કંપની બંધ થઈ તેના કર્મચારીઓની નોકરી ગઈ છે પણ તેનો કોઈ ઉલ્લેખ નથી જેથી બેરોજગાર વધ્યો હોવાનું પણ સ્પષ્ટ થઈ જાય છે આમ,સરકારની વિકાસની વાતો અને વાસ્તવિક સ્થિતિ અંગે મોટો ફર્ક સપાટી ઉપર આવી રહ્યો છે, જેની આમ જનતામાં ચર્ચાઓ ઉઠવા પામી છે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

  • Related Posts

    Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ
    • September 26, 2026

    Gyanesh Kumar Controversy: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદે હવે માત્ર ચૂંટણી પંચની આંતરિક કામગીરી પૂરતો મુદ્દો ન રહેતા કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા અને ચૂંટણી પ્રક્રિયા પરના જાહેર…

    Continue reading
    Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર
    • September 26, 2026

    Mayawati BSP Crisis: બહુજન સમાજ પાર્ટી (BSP) હાલમાં તેના રાજકીય અસ્તિત્વના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે પાર્ટીએ લોકસભામાં 21 બેઠકો સુધીનો આંકડો હાંસલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

    • September 26, 2026
    • 2 views
    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

    Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

    • September 26, 2026
    • 4 views
    Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

    Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

    • September 26, 2026
    • 6 views
    Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

    Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

    • September 26, 2026
    • 6 views
    Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 6 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ