MP Parimal Nathwani: ‘ધ ગુજરાત રિપોર્ટ’ના મયુર જાની તેમજ હિમાંશુ ભાયાણી અને દિલીપ પટેલ વિરુદ્ધ રિલાયન્સ સાથે સંકળાયેલા અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા 100 કરોડનો માનહાનીનો દાવો કરાયો અને નામદાર કોર્ટ દ્વારા વાંધા જનક કન્ટેન્ટ દૂર કરવાના આદેશ થયો જેનું પાલન કરવામાં આવ્યું છે સિનિયર પત્રકાર મયુરભાઈ જાનીએ આ મામલો નામદાર કોર્ટમાં હોય તે અંગે ટીપ્પણી નહિ કરતા જે રીતે આ મામલો સામે આવ્યો તે અંગે વાત કરી હતી જોકે,ધ ગુજરાત રિપોર્ટ હાલમાં જે રીતે લોકોનો અવાજ બની ઉભરી રહ્યું છે તે વિશ્વાસ જાળવી રાખવાનો કોલ આપ્યો હતો અને જનહિતમાં પત્રકારત્વની ફરજ અદા કરતા રહેશે તેમ જણાવ્યું છે આ માટે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.
મહત્વનું છે કે સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગુજરાતના પાંચ પત્રકારો વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરાયો છે.પરિમલ નથવાણીએ ‘ધ ગુજરાત રિપોર્ટ’ના મયૂર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ સામે રૂપિયા 100 કરોડનો માનહાનીનો દાવો કર્યો છે આ સાથેજ અન્ય સનાતન સત્ય સમાચારના સંજય ચેતરિયા અને અન્ય બે સામે બદનામી કરતી વિગતો ફેલાવવા બદલ માનહાનિનો દાવો કર્યો છે.
કોર્ટે તેમના દાવાને સ્વીકારીને પત્રકારો વિરુદ્ધ નોટિસ કાઢી નથવાણીને બદનામ કરતું કન્ટેન્ટ 48 કલાકમાં હટાવી દેવાનો આદેશ કર્યો છે ત્યારે આ અંગે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના મયુર ભાઈ જાનીએ આ મુદ્દે જણાવ્યું હતું કે નામદાર કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે અને જે રીતે આદેશ હતો તે મુજબના કન્ટેન્ટ હઠાવી દેવામાં આવ્યા છે.
જોકે,તેઓએ ઉમેર્યુ કે ધ ગુજરાત રિપોર્ટ મીડિયાની જનહીતની ફરજો બજાવતું રહેશે જેને કચડી નાખવાનો કોઈ પ્રયાસ કરશે તો સફળ નહિ થાય
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?






