
તાજેતરમાં અમદાવાદના એક વૃદ્ધ પાસેથી શેરબજાર(sharemarket)માં નાણાં રોકાણના નામે 59 લાખની છેતરપિંડી આચરતી ત્રિપુટીને ઝડપી પાડી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમના હાથે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 200થી વધુ બેન્ક એકાઉન્ટ સહિત 112 જેટલી ચેકબૂક, 48 પાસબુક સહિત 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓ અમદાવાદના આંબાવાડીની એક ઓફિસથી બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ પાસેથી મળેલા બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ ભારતભરમાં 550થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ રોકડ રૂપિયા ઉપાડી તે પૈસા અલગ અલગ રીતે જુદા જુદા વ્યક્તિઓને મોકલી આપી તે ક્રિપ્ટો કરન્સી(Cryptocurrency)માં કન્વર્ટ કરી પોતે મેળવી લેતા હતા.
આ પણ વાંચોઃ US President Donald Trump: ટ્રમ્પના શપથ ગ્રહણ પછી વિશ્વભરના નેતાઓ શું કહી રહ્યા છે?
મોટો નફો કરાવવાની લાલચ
આ છેતરપીંડી ત્યારે સામે આવી જ્યારે 13 જન્યુઆરીએ અમદાવાદના એક વ્યકિતએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતુ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ શેરબજારના એક ગ્રુપમાં જોડાયા હતા. જેમાં રોકાણ કરવાની ટીપ્સ આપીને મોટો નફો કરાવવાની લાલચ આપી હતી. આરોપીઓ બનાવટી એપ્લિકેશન ખોલાવી(application open) શેર બજારમાં ટ્રેડિંગ કરાવી ખોટી રીતે મોટો નફો બતાવતા હતા.
નફો વિડ્રો થતાં રોકાણકાર લાલચમાં ફસાયા
તેમાંથી શરૂઆતમાંથી નફો વિડ્રો પણ થતો હતો. તેથી વિશ્વાસ આવતા ફરિયાદીએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 59.06 લાખ રૂપિયા ભર્યા હતા, જે આરોપીઓએ પરત આપ્યા નહોતા અને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ત્રણની ધરપકડ
સાયબર ક્રાઇમે આ અંગે પ્રકાશ પરમાર, પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ અમદાવાદના રહેવાસી છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ શું કહ્યું?
આ પણ વાંચોઃ Saif Ali Khan: આરોપીને સૈફના ઘરે લઈ જઈ મુંબઈ પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું