Dwarka Tata Chemicals Pollution: દ્વારકાના 25 ગામની જમીનના પ્રદૂષણ અને લોકોના આરોગ્યની તપાસ કરો

Dwarka Tata Chemicals Pollution: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના મીઠાપુર ખાતે વર્ષ ૧૯૩૯થી કાર્યરત ટાટા કેમિકલ્સ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાય દાયકાઓથી આચરવામાં આવતા ભયાનક પર્યાવરણીય પાપ સામે આખરે ગુજરાત હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે. વર્ષ ૨૦૦૬માં દાખલ થયેલા કેસ સંદર્ભે વડી અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કંપનીએ ભારતના એકમાત્ર અત્યંત સંવેદનશીલ ‘મરીન નેશનલ પાર્ક’ અને સેન્ચ્યુરીને પ્રદૂષિત પાણી અને ઝેરી કેમિકલ્સ ઠાલવીને ‘કાળું રણ’ અને ‘વેરાણ દરિયો’ બનાવી દીધા છે. હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને દ્વારકા કલેક્ટરને આદેશ આપ્યો છે કે ટાટા કેમિકલ્સ સામે તત્કાલ ક્લોઝર (તાળાબંધી) ની નોટિસ સહિતના કડક પગલાં ભરો. અદાલતે નુકસાનીનો અંદાજ મેળવવા સમિતિની રચના કરી ત્રણ મહિનામાં અહેવાલ મંગાવ્યો છે, જેથી કંપની પાસેથી મોટું વળતર વસૂલ કરી શકાય.

ભ્રષ્ટ તંત્ર અને કોર્પોરેટ જગતની મિલીભગત

આ ભયાનક પર્યાવરણીય કૌભાંડ સામે વર્ષ ૨૦૧૦-૧૧થી જીવના જોખમે એકલા હાથે લડી રહેલા સ્થાનિક સામાજિક કાર્યકર દેવરામભાઈ વાળાએ સરકારી એજન્સીઓની નગ્ન મિલીભગતનો પર્દાફાશ કર્યો છે. દેવરામભાઈના જણાવ્યા મુજબ, જીપીસીબીએ અત્યાર સુધીમાં ટાટા કંપનીને પ્રદૂષણ ફેલાવવા બદલ ૮૨ જેટલી નોટિસો આપી છે અને ભૂતકાળમાં વીજળી-પાણી કાપવાના દેખાડા પૂરતા ઓર્ડર પણ કર્યા છે, છતાં કંપની ધમધમી રહી છે. જ્યારે પણ ગાંધીનગર કે જામનગરથી જીપીસીબીના કે વન વિભાગના મોટા અધિકારીઓ તપાસ માટે આવે છે, ત્યારે તેઓ પહેલાથી જ કંપનીને જાણ કરીને ‘લાંચનું સેટિંગ’ કરવા આવે છે. અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં કંપની ઝેરી ધુમાડો અને કેમિકલ ઉડાડવાનું બંધ કરી દે છે અને તંત્ર સાચા અહેવાલો હાઈકોર્ટથી છુપાવીને ભ્રષ્ટાચારના રોટલા શેકી રહ્યું છે.

દરિયાઈ જીવસૃષ્ટિની સાથે ૨૫ ગામોમાં કેન્સર અને ચામડીના રોગોનો આતંક

હાઈકોર્ટનો ચુકાદો મરીન નેશનલ પાર્ક પૂરતો સીમિત છે, પરંતુ ટાટા કંપનીના સિમેન્ટ પ્લાન્ટ અને સોડા એશના ઝેરી પ્રદૂષણના કારણે આસપાસના ૨૫ જેટલા ગામડાઓ નરક બની ગયા છે. દેવપુરા (દેવપરા) ગામની ૬ હજારથી વધુની વસ્તી શ્વાસમાં ઝેર લેવા મજબૂર છે. ગામના લોકોના મકાનો અને છાપરા પર કેમિકલની કાળી પરતો જામી ગઈ છે. દેવરામભાઈએ પડકાર ફેંક્યો છે કે જો સરકારી ડોક્ટરોની ટીમ તપાસ કરવા આવે તો તેઓ સ્થળ પર જ કેન્સર, ફેફસાની ગંભીર બીમારીઓ, પથરી અને ચામડીના અસાધ્ય રોગોથી પીડાતા ૧૦૦થી વધુ દર્દીઓ લાઈવ બતાવી શકે છે, જ્યારે અસંખ્ય લોકો આ ઝેરી હવામાં શ્વાસ લેવાના કારણે અકાળે મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે.

હજારો એકર ખેતીની જમીન બરબાદ અને કૂવાના પાણી ઝેરી બન્યા

ટાટા કેમિકલ્સ દ્વારા ૧૦૦ હેક્ટરથી વધુ સરકારી અને વન વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે કેમિકલ કચરાના તોતિંગ ઢગલા ખડકી દેવાયા છે. ૧૯૮૨ના સરકારી જાહેરનામા બાદ કંપનીનો આ જમીન પર કોઈ કાનૂની હક નથી, છતાં કોર્પોરેટ પાવરના જોરે આ દબાણ ચાલુ છે. કંપનીના મીઠાના ઝેરી ક્યારાઓ વારંવાર તૂટવાના કારણે કેમિકલયુક્ત એસિડિક પાણી આસપાસના ખેતરોમાં ફરી વળે છે, જેનાથી ૩ હજાર એકરથી વધુ ફળદ્રુપ જમીન સંપૂર્ણપણે બંજર બની ગઈ છે. સીમમાં માલધારીઓ માટે ઘાસચારો બચ્યો નથી અને કૂવા તથા તળાવોના ભૂગર્ભ જળમાં કેમિકલ ભળી જતાં પાણી પીવાલાયક રહ્યું નથી. સ્થાનિક સરપંચો અને નેતાઓને કંપનીએ કોન્ટ્રાક્ટ આપીને ખરીદી લીધા હોવાથી તેઓ પણ પ્રજાના ભોગે મૌન ધારણ કરી બેઠા છે.

આ આખા લોકવિનાશ પર જામનગરના સાંસદ પૂનમ માડમ અને સ્થાનિક બાહુબલી ધારાસભ્ય પબુભા માણેક સહિતના તમામ રાજકીય નેતાઓએ કોર્પોરેટ ફંડિંગના કારણે મોંમાં મગ ભરી લીધા છે. ‘ધ ગુજરાત રિપોર્ટ’ દ્વારા અત્યાર સુધીમાં આ પ્રદૂષણ સામે ૨૨થી વધુ ગ્રાઉન્ડ અહેવાલો અને વિડીયો શૂટ કરીને સત્તાવાળાઓને જગાડવાનો પ્રયાસ કરાયો છે. કંપનીએ હાઈકોર્ટને છેતરવા માટે ૩.૭૫ કિલોમીટરની પાઇપલાઇન નાખી ખુલ્લી નહેર બંધ કરવાનો દાવો કર્યો છે, પરંતુ તે પાઈપલાઈન પણ અત્યારે લીકેજ છે. આગામી ૧૭ જૂનના રોજ થનારી અંતિમ સુનાવણીમાં દેવરામભાઈ વાળા અને પીડિત ગ્રામજનો હાઈકોર્ટમાં રૂબરૂ પેનડ્રાઈવ અને વિડીયો પુરાવા સબમિટ કરીને પોતાને પક્ષકાર (પાર્ટી) બનાવવાની માંગ કરશે, જેથી ટાટાની કોર્પોરેટ લૂંટ અને ભ્રષ્ટ આઈએફએસ (IFS) અધિકારીઓની પોલ ઉઘાડી પાડી શકાય.

આ પણ વાંચો: 

Morarji Desai Narendra Modi Comparison: મોરારજી અને મોદી: બન્ને ગુજરાતી પણ બન્ને વચ્ચે ભયંકર વિરોધાભાસ! – thegujaratreport.com

Gujarat Local Body Elections: પંચાયતોમાં આશ્ચર્યજનક ઘટનાઓ – thegujaratreport.com

Noida Labor Protest Arrests: નોઇડા શ્રમિક આંદોલન બાદ ધરપકડો પર સવાલ, સરકારને નાગરિક એકજૂથતા ‘કાવતરું’ કેમ લાગે છે? – thegujaratreport.com

Related Posts

Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
  • October 9, 2026

Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

Continue reading
Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
  • October 6, 2026

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

  • October 11, 2026
  • 2 views
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 3 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 4 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 5 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 5 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 6 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ