Child Marriage in Gujarat: નાની ઉંમરે લગ્ન અને મોટી ઉંમરે કુંવારા રહેતું ગુજરાત, નાની ઉંમરે માતા-પિતા અને મોટી ઉંમરે કુંવારા રહેવાનું પ્રમાણ વધ્યું

Child Marriage in Gujarat: નાની ઉંમરે લગ્ન અને મોટી ઉંમરે કુંવારા રહેતું ગુજરાત, નાની ઉંમરે માતા-પિતા અને મોટી ઉંમરે કુંવારા રહેવાનું પ્રમાણ વધ્યું

દિલીપ પટેલ
અમદાવાદ, 7 જૂલાઈ 2026
ગુજરાતમાં લગ્ન અંગે બે સામ સામે સમાજ આવી ગયા છે. એક સમાજ નાની ઉંમરે લગ્ન કરી રહ્યાં છે જ્યારે બીજી બાજુ મોટી ઉંમરે લગ્ન ન કરવાનું પ્રમાણ વધી ગયું છે. આમ ગુજરાતનું સામાજિક જીવન લગ્નના મુદ્દે સામ સામે છે. એકના વહેલા લગ્ન કરી દેવામાં આવે છે જ્યારે બીજાને લગ્ન માટે યોગ્ય સાથે મળતા નથી.

કિશોરીઓના લગ્ન
વહેલા લગ્ન કરવાનું પ્રમાણ વધુ હોય તેમ લાગી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અહેવાલમાં લગ્નની ઉંમર પૂર્ણ કરતા પહેલા યુવતિઓમાં વિવાહ કરવાનું પ્રમાણ 12.50 ટકા છે. યુવકોમાં તે પ્રમાણ 24 ટકા હતું. નાની વયે મતા અને પિતા બની રહ્યાં હોવાથી સમાજ જુદી દિશામાં જઈ રહ્યો છે.

2011ની વસ્તી ગણતરીમાં 6.6 ટકા કિશોરીઓ અને કિશોરોમાં 6.7 ટકા હતું.
આમ ગુજરાત સરકારે બળ લગ્નનો કાયદો બનાવ્યો પણ બાળ વયે લગ્નનું પ્રમાણ 15 વર્ષમાં ઘટવાના બદલે કિશોરીઓમાં 100 ટકાનો વધારો અને યુવાનોમાં 350 ટકાનો વધારો થયો છે.

તેની સામે 30થી 34 વર્ષઃ 7.6% પુરુષો અને 3% સ્ત્રીઓ અપરિણીત હતા. હવે તે પ્રમાણ 25 ટકા પુરુષો અને 14 ટકા સ્ત્રીઓનું પ્રમાણ થઈ ગયું હોવાના અખબારી અહેવાલ છે.

નાની ઉંમરે માતા-પિતા  
15થી 19 વર્ષની 5.6 ટકા કિશોરીઓ ગર્ભવતી બની રહી છે. જેમાં શહેરોમાં 3.4 ટકા અને ગામડાઓમાં 7 ટકા કિશોરીઓ નાની વયે માતા બની રહી છે.

નાની વયે લગ્ન
લગ્નની ઉંમર પહેલાં 18 ટકા યુવતીઓ અને 24 ટકા યુવકોએ લગ્ન કરી રહ્યાં છે. જેમાં 20થી 24 વર્ષની યુવતીઓ 18 વર્ષ પહેલાં લગ્ન કરી રહી છે. શહેરોમાં 12.8 ટકા અને ગામડામાં 21.4 ટકા છે.
ગુજરાતમાં 15થી 19 વર્ષની 5.6 ટકા કિશોરીઓ લગ્ન પહેલાં જ ગર્ભવતી બની રહી છે. જે શહેરોમાં 3.4 ટકા અને ગામડાઓમાં 7 ટકા છે.

યુવકોના લગ્ન
વહેલા લગ્ન કરવાનું યુવકોનું પ્રમાણ 24.3 ટકા અને છે. જેમાં શહેરોમાં 21.1 ટકા અને ગામડામાં 26.90 ટકા છે.

કિશોરીઓમાં જોખમ
નાની ઉંમરે માતા બનવાથી લોહીની ઉણપ, પ્રસુતિમાં આંતરિક રક્તસ્રાવ, મેડિકલ ઇમરજન્સી ઊભી થતી હોવાથી મૃત્યુનું જોખમ બમણું થઈ જાય છે.
બાળકો મોટે ભાગે અધૂરા મહિને જન્મે છે. નવજાત શિશુ ખોડખાંપણની શક્યતા વધી જાય છે. માનસિક તણાવ, ડિપ્રેશન અને ફોબિયાનો ભોગ બને છે.

સરકારનો દાવો
ગુજરાતમાં નાની વયે લગ્ન થવાનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

અગાઉ કરતાં સુધારો
ગુજરાતમાં 20થી 24 વર્ષની વય જૂથની સ્ત્રીઓનો સરવે કર્યો તો તેમાં 21.8 ટકા એવી મહિલાઓ છે જેમના લગ્ન 18 વર્ષની કાયદાકીય ઉંમર પહેલાં થઈ ગયા હતા. અગાઉના સર્વે (NFHS-4)માં 24.9 ટકા હતો, એટલે કે તેમાં સુધારો જોવા મળ્યો છે.

25થી 29 વર્ષની વયજુથના પુરુષોનો સરવે કરાયો તો 27.7 ટકાએ 21 વર્ષ પહેલાં લગ્ન કરી લીધા હતા.

શહેરોમાં શિક્ષણ અને જાગૃતિના કારણે નાની વયે લગ્ન થવાનું પ્રમાણ ઘણું ઓછું એટલે કે આશરે 14.2 ટકાની આસપાસ છે. ગામડાઓમાં પરંપરાગત માનસિકતા અને આર્થિક કારણોસર 26.9 ટકા છે.

અસરગ્રસ્ત જિલ્લા
ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, આણંદ અને સાબરકાંઠા જેવા આદિવાસી વસ્તી ધરાવતા કે પછાત અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં નાની વયે લગ્ન કરાવવાના કિસ્સા વધુ નોંધાય છે. અખાત્રીજે ગુપ્ત લગ્નોનું પ્રમાણ વધી જતું હોય છે.

કાયદો કાગળ પર
બાળ લગ્ન પ્રતિબંધક કાયદો 2006 બનાવ્યો તે કાગળ પર છે. બાળ લગ્ન કરાવતા પકડાય, તો લગ્ન કરાવનાર માતા-પિતા, ગોર મહારાજ અને હાજર રહેલા વડીલોને 2 વર્ષ સુધીની સખત જેલની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. રાજ્યમાં દરેક જિલ્લામાં ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી’ ને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકેની સત્તાઓ આપવામાં આવી છે. પણ તેઓ કંઈ કરી શકતા નથી.
સરકારે તાજેતરમાં ગુજરાતમાં તમામ લગ્નોની સત્તાવાર નોંધણી સખત બનાવવા માટે નિયમો વધુ કડક કર્યા છે, તેથી નાની વયે થતા કિસ્સાઓ અટકાવી શકાય.

વસ્તી ગણતરી
2011ની વસ્તી ગણતરીમાં 6.6 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની કાયદાકીય ઉંમર પહેલાં થઈ ચૂક્યા હતા. આ મામલામાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સરખા હતા.

છોકરાઓમાં 21 વર્ષની કાયદાકીય ઉંમર પહેલાં લગ્ન કરી લેનારા યુવકોનું પ્રમાણ 6.7 ટકા હતું. જે દેશના ટોચના રાજ્યોમાં હતું.

લગ્ન થતાં નથી
2011ની વસ્તી ગણતરી પ્રમાણે
15થી 19 વર્ષ: 93.9% પુરુષો અને 79.8% સ્ત્રીઓ અપરિણીત હતા.
20થી 24 વર્ષ: 66.5% પુરુષો અને 27.6% સ્ત્રીઓ અપરિણીત હતા.
25થી 29 વર્ષ: 25.9% પુરૂષ અને સ7.9 ટકા સ્ત્રીઓ હતી.
30થી 34 વર્ષઃ 7.6% પુરુષો અને 3% સ્ત્રી અપરિણીત હતા.
35થી વધુ ઉંમર: 2%એ લગ્ન કર્યા ન હતા.

ગુજરાતમાં 30 વર્ષ કે તેથી વધુ ઉંમર થઈ હોવા છતાં લગ્ન ન થયા હોય (ક્યારેય લગ્ન ન કરનારા સિંગલ્સ) તેવા લોકોનું પ્રમાણ અને સંખ્યા બંનેમાં છેલ્લા એક દાયકામાં મોટો વધારો જોવા મળ્યો છે.

૩૦ થી ૩૫ વર્ષની વયજૂથમાં અપરિણિતોનું પ્રમાણ
ગુજરાતમાં 25થી 34 વર્ષે લગ્ન ન કર્યા હોય એવા અંદાજે 17.75 લાખ લોકો છે. જેમાં 9.16 લાખ પરૂષો અને 2.67 લાખ સ્ત્રીઓ છે.
દર 2 અપરિણિત સ્ત્રી સામે અંદાજે 7 અપરિણીત પુરુષ છે.

લગ્ન ન થવા કારણો
પુરુષો માટે કન્યાઓની અછત એ સૌથી મોટું કારણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કે નાનો વ્યવસાય કરતા યુવકો સાથે લગ્ન કરવા છોકરીઓ તૈયાર થતી નથી. તેઓ શહેરમાં સ્થાયી થયેલા યુવકોને વધુ પસંદ કરે છે.

સ્ત્રીઓ માટે લગ્ન ન કરવાનું કારણ આર્થિક સ્વતંત્રતા, યોગ્ય પસંદગી, ઉચ્ચ શિક્ષણ છે. અંગત પસંદગી બની ગઈ છે.

સરકારી અહેવાલ મુજબ, ગુજરાતમાં 15 વર્ષથી ઉપરની ક્યારેય લગ્ન ન કરનાર સ્ત્રીઓનું પ્રમાણ 2014માં 18.2 ટકા હતું તે વધીને 27.8 ટકા થઈ ગયું છે.
યોગ્ય અને સમકક્ષ સાથી ન મળે ત્યાં સુધી તેઓ 32-35 વર્ષ સુધી પણ લગ્ન લંબાવવામાં અચકાતા નથી.

સીંગલ રહેતા લોકો
પોરબંદર 7.48 ટકા, નવસારી 7.22 ટકા, જૂનાગઢ 6.75 ટકા, ભરૂચ 6.61 ટકા, અમદાવાદ 6.93 ટકા જિલ્લામાં નોંધાયું છે.

આ પણ વાંચો: 

Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ – thegujaratreport.com

Gujarat ATS JeM Module Arrest: ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, જેશ-એ-મોહમ્મદ માટે કામ કરતા ૮ શખ્સોની ધરપકડ – thegujaratreport.com

India E20 Fuel Policy: ઈ-20 પેટ્રોલ વિવાદ, એથેનોલ બ્લેન્ડિંગથી લાભ કોને અને નુકસાન કોને? – thegujaratreport.com

Related Posts

Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ 
  • July 7, 2026

Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ  દિલીપ પટેલ દવા બનાવતી કેટલીક…

Continue reading
Ayodhya Ram Mandir Donation Scam: ખેડૂત આંદોલન, ચંદા ચોરી, મણિપુર, નોટબંધી, GST REFORMS અને RAFEL DEAL જેવી નિષ્ફળતાઓ પર મોદી ચૂપ રહેશે!
  • July 7, 2026

Ayodhya Ram Mandir Donation Scam: અયોધ્યાના રામ મંદિરમાં દાનના નામે થયેલી કથિત ચોરી અને ગેરરીતિઓએ દેશભરમાં આસ્થા ધરાવતા કરોડો લોકોની લાગણીઓને દુભાવી છે. આ વિવાદ માત્ર આર્થિક નથી, પરંતુ આસ્થા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Myanmar Bangladesh China Relations: મ્યાનમાર-બાંગ્લાદેશમાં વધતો ચીનનો પ્રભાવ, શું આપણી ભૂગોળ ચીનને રોકવામાં સાબિત થશે કારગર?

  • July 7, 2026
  • 2 views
India Myanmar Bangladesh China Relations: મ્યાનમાર-બાંગ્લાદેશમાં વધતો ચીનનો પ્રભાવ, શું આપણી ભૂગોળ ચીનને રોકવામાં સાબિત થશે કારગર?

Child Marriage in Gujarat: નાની ઉંમરે લગ્ન અને મોટી ઉંમરે કુંવારા રહેતું ગુજરાત, નાની ઉંમરે માતા-પિતા અને મોટી ઉંમરે કુંવારા રહેવાનું પ્રમાણ વધ્યું

  • July 7, 2026
  • 8 views
Child Marriage in Gujarat: નાની ઉંમરે લગ્ન અને મોટી ઉંમરે કુંવારા રહેતું ગુજરાત, નાની ઉંમરે માતા-પિતા અને મોટી ઉંમરે કુંવારા રહેવાનું પ્રમાણ વધ્યું

Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ 

  • July 7, 2026
  • 8 views
Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ 

India E20 Fuel Policy: ઈ-20 પેટ્રોલ વિવાદ, એથેનોલ બ્લેન્ડિંગથી લાભ કોને અને નુકસાન કોને?

  • July 7, 2026
  • 13 views
India E20 Fuel Policy: ઈ-20 પેટ્રોલ વિવાદ, એથેનોલ બ્લેન્ડિંગથી લાભ કોને અને નુકસાન કોને?

NIA Charge Sheet Pahalgam Attack: પહલગામ આતંકી હુમલા કેસમાં NIAની પૂરક ચાર્જશીટ: હાફિઝ સઈદ પર સત્તાવાર રીતે આરોપ નક્કી, પાકિસ્તાનની ભૂમિકા ફરી ઉજાગર

  • 7 views
Ayodhya Ram Mandir Donation Scam: ખેડૂત આંદોલન, ચંદા ચોરી, મણિપુર, નોટબંધી, GST REFORMS અને RAFEL DEAL જેવી નિષ્ફળતાઓ પર મોદી ચૂપ રહેશે!