Deesa Nani Airport Controversy: ડીસાના નાણી એરબેઝનો વિવાદ ફરી વકર્યો, 13 ગામના ખેડૂતોનો જમીન સંપાદન સામે વિરોધ

  • Gujarat
  • November 23, 2026
  • 0 Comments

Deesa Nani Airport Controversy: ડીસાના નાણી હવાઈ મથકનો વિવાદ, ગુજરાતના સૌથી લાંબો વિમાન રન વે

દિલીપ પટેલ
અમદાવાદ, 23 નવેમ્બર 2026
ડીસાના નાણી હવાઈ મથકનો રન વે 3.3 કિ.મી. લાંબો હશે જે, ગુજરાતમાં સૌથી લાંબો માનવામાં આવે છે. અહીં અંબાજી અને રાજસ્થાનના લોકોને માટે આ હવાઈમથક બનાવાયું છે.
3.3 કિલો મીટર લાંબો રનવે છે, જે ગુજરાતનો સૌથી લાંબો રનવે છે અને મોટા પેસેન્જર વિમાનોના ઉતરાણ માટે સક્ષમ છે. ગુજરાતમાં 27 હવાઈ મથક અને 23 હેલીપેડમાં સૌથી લાંબી છે.

બિનઉપયોગી કે વપરાશ વગરની હવાઈ પટ્ટી 10 છે. ગુજરાતમાં નાના શહેરોના હવાઈ મથક પર રોજ સરેરાશ 200થી 500 પેસેન્જરો આવે જાય છે. એટલે કે ડીસાના નાણી હવાઈ મથકે શરૂઆતમાં 50થી 100 પેસેન્જરો આવી શકે છે.

અત્યારે તો કોઈ આવતું જતું નથી.

બનાસકાંઠા જિલ્લામાં નાગરિક-લશ્કરી હાઇબ્રિડ છે.

ખર્ચ
2022માં એક હજાર કરોડના ખર્ચે એરબેઝ તૈયાર થશે એવી જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી.
નવું હવાઈ મથક બનાવવાનો ખર્ચ 1થી 1.5 કિલોમીટરનો અંદાજીત ખર્ચ રૂ.15થી 40 કરોડ થઈ શકે છે. પાયલોટ ટ્રેનિંગ નાના વિમાન, હેલિકોપ્ટર, ખાનગી ચાર્ટર પ્લેન અથવા સેસ્ના જેવા 12થી 20 સીટર નાના વિમાન.

1.5થી 2.5 કિલોમીટર લંબાઈનું 70થી 150 પેસેન્જર પ્લેન માટે અંદાજિત ખર્ચ રૂ. 70થી 200 કરોડ રનવે અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થાય છે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ સાથે બનાવવું હોય, તો કુલ ખર્ચ રૂ. 300થી 600 કરોડ સુધી જઈ શકે છે.

મોટું કોમર્શિયલ/ઇન્ટરનેશનલ એરપોર્ટ ૩ કિલોમીટર કે તેથી વધુ માટે બોઇંગ અને એરબસ માટે રનવે બનાવવાનો ખર્ચ રૂ.250થી 500 કરોડ થાય છે. ટર્મિનલ, એટીસી ટાવર, રડાર, લાઈટિંગ જેવી તમામ વૈશ્વિક સુવિધાઓ સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેક્ટ ખર્ચ રૂ. 1500થી 4500 કરોડ કે તેથી વધુ થઈ શકે છે.

એરફોર્સ સ્ટેશનને એરફોર્સ સ્ટેશનની આસપાસ 100 એકર જમીન ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય ફેબ્રુઆરી 2026માં લેવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ માટે કુલ 4,500 એકર જમીન પર છે.

વિરોધ
13 ગામોના ખેડૂતોનો વિરોધ છે.
ખેડૂતો અને સરપંચોએ એકઠા થઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જો પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો પશુઓ સાથે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે

ડીસાના નાણી અને આસપાસના જાકોલ ગામના ખેડૂતોની જમીન સંપાદનનો મુદ્દો ઘણો જૂનો છે. વિસ્તરણ માટે સંપાદિત કરાયેલી જમીનોના વળતરને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે હાઈકોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા રહી છે.

5 ગામો નાણી, જાકોલ- ચેકરા ઝાકોલ, કમોડા, વરનોડા અને રામપુરાની જમીન છે.

વિસ્તરણ માટે આશરે 3380 એકર જમીન સંપાદન હેઠળ આવરી લેવામાં આવી હતી. 5 ગામના સેંકડો ખેડૂત પરિવારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થયા હતી.

નવા તબક્કામાં હમણાં સરકારી અને વન વિભાગની જમીન હવાઈ મથકમાં ગઈ છે.
42 ખેડૂતોની જમીન પણ ગઈ છે. જેમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા ખેડૂતોની જમીન પણ છે.

ખેડૂતો અને ગામના લોકોનો મુખ્ય વિરોધ જમીન સંપાદન, આજીવિકા ગુમાવવાના ડર અને પૂરતા વળતરની માંગણીને લઈને રહ્યો છે.

જ્યારે 2020માં ડીસા-રાજપુર અને રાણપુર હદમાં આવેલા જૂના એરપોર્ટને ફરીથી શરૂ કરવાની અને તેના રનવેના વિસ્તરણની વિચારણા ચાલી રહી હતી, ત્યારે આસપાસના રાણપુર અને રાજપુરના વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ખેતીની જમીન બચાવવા બેઠકો થઈ હતી. રાણપુર ગામના ખેડૂતોએ ખાસ બેઠકો યોજીને પોતાની ફળદ્રુપ ખેતીની જમીન એરપોર્ટ માટે ન આપવા મક્કમતા દર્શાવી હતી. ખેડૂતોની દલીલ હતી કે જો તેમની જમીન સંપાદિત થશે તો તેમનો મુખ્ય વ્યવસાય અને આજીવિકા છીનવાઈ જશે.

ફળદ્રુપ જમીન ગુમાવવાની ચિંતા. ફેબ્રુઆરી 2026માં જ્યારે નાણી એરફોર્સ સ્ટેશન ખાતે સિવિલ એવિએશન ટર્મિનલ અને માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે વધારાની 100 એકર જમીન ફાળવવાની જાહેરાત થઈ, ત્યારે સ્થાનિક સ્તરે ફરીથી ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદિત થવાની અને રહેઠાણો પર અસર પડવાની ચિંતાઓ ઊભી થઈ હતી.

આસપાસના પ્રોજેક્ટ્સ અને રસ્તાઓનો વિરોધ. એરપોર્ટ અને આસપાસના વિસ્તારની કનેક્ટિવિટી વધારવા માટે બની રહેલા પાલનપુર-ડીસા બાયપાસ રોડ તેમજ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે થતા જમીન સંપાદન સામે ભોયણ સહિત આસપાસના 13 જેટલા ગામોના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતો આજીવિકાનું રક્ષણ કરવા માંગે છે. ડીસા અને બનાસકાંઠાનો વિસ્તાર ખેતી અને પશુપાલન પર નભે છે, તેથી ખેડૂતોની મુખ્ય માંગણી એ રહી છે કે વિકાસના પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની મહામૂલી અને સિંચાઈવાળી જમીન ન લેવામાં આવે. વર્તમાન બજાર ભાવ મુજબ પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ રહી છે.

સરકારી પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની ખાનગી માલિકીની ખેતીલાયક જમીનને બદલે સરકારી ખરાબા કે પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2026માં ડીસા એરબેઝના લોકાર્પણ વખતે એવો દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સ્થાનિક ખેડૂતોના સહયોગથી જ આ એરબેઝ માટેની 4,500 એકર જમીનનું સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

અહીં એક વીઘા જમીનની કિંમત રૂ. 15થી 20 લાખ છે.

તેથી ખેડૂતો જમીનની સામે જમીન આપવાની માંગણી કરી હતી પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે તે ફગાવી દીધી હતી.

કાયદા પ્રમાણે ખેડૂતોને પુનઃવસન ભથ્થું પણ આપવું જોઈએ તે આપવામાં આવતું નથી.

ડીસા મામલતદાર અને પાલનપુર કલેક્ટર કચેરીની ‘જમીન સંપાદન શાખા’ કાવાદાવા કરી રહી છે.

જૂનો વિવાદ:
રાજા અને તેમના શાહી મહેમાનોની અવરજવર માટે બનાવવામાં આવ્યું હતું. લશ્કર માટે 1983માં જમીન સંપાદન કરી હતી.

1987-88માં જમીનનું સંપાદન એક ચોરસ મીટરના 70 પૈસાથી એક રૂપિયો અપાયો હતો.
નજીવું વળતર નક્કી કરાયું હતું.
ખેડૂતોએ આ વળતર સામે પાલનપુર અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ કર્યા હતા, જેમાં કોર્ટે વળતર વધારવા આદેશ આપ્યો હતો. આ મામલે હજુ પણ સરકાર (ડિફેન્સ એસ્ટેટ) અને ખેડૂતો વચ્ચે હાઈકોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.

વાજપેયી સરકાર 2000માં એરબેઝ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ઘણા વર્ષો સુધી આ યોજના ફાઈલોમાં જ અટકેલી રહી.

જમીન સંપાદન કાયદા 2013 પ્રમાણે જંત્રી નહીં પણ બજારભાવના 4 ગણા વળતર આપવું પડે છે. પણ સરકાર જંત્રીના બે ગાણા આપવા તૈયાર છે. જે જમીનની બજાર કિંમતના 50 ટકા કરતાં નીચું વળતર છે.
તંત્ર દ્વારા પ્રતિ ચોરસ મીટર માત્ર ₹20 થી ₹22 જેટલું નજીવું વળતર નક્કી કરાયું છે.

ખર્ચ
પ્રોજેક્ટના નિર્માણનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 1 હજાર કરોડ નક્કી કરવામાં આવ્યો છે.
રનવે લંબાવવા, સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ પાછળ રૂ. 400 કરોડનો ખર્ચ થયો છે. જે 2024માં ઉદઘાટન થયું હતું.

ટેક્સી ટ્રેક, લૂપ ટેક્સી ટ્રેક, ફાઈટર સ્ક્વોડ્રન ડિસ્પર્સલ એરિયા અને આંતરિક ડ્રેનેજ સિસ્ટમ બનાવવા માટે આશરે રૂ.935થી 990 કરોડ ખર્ચ થયો છે.
એરબેઝની ટેકનિકલ બિલ્ડિંગ્સ, જવાનો અને અધિકારીઓ માટે રહેણાંક ક્વાર્ટર્સ  અને એર ટ્રાફિક કંટ્રોલ સંબંધિત આધુનિક સુવિધાઓનો ખર્ચ છે.

નાણી ડીસા હવાઈ મથક મોદી ઉતર્યા પછી હજી સુધી કોઈ સામાન્ય મુસાફરો આવ્યા કે ગયા નથી.

2022માં નવા એરબેઝનો શિલાન્યાસ અને 2024માં નવા રનવેનું ઉદ્ઘાટન હવે 2026માં લોકોની અવરજવર માટે ખુલ્લું મુકાયું છે.
31 માર્ચ 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા બેઝ પર ઉતર્યા.
આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 130 કિમી દૂર સ્થિત એક મહત્વપૂર્ણ ફોરવર્ડ બેઝ છે.
ગુજરાતનો સૌથી લાંબો રનવે 3.3 કિલોમીટર છે.

ફેબ્રુઆરી 2026માં, ભારત સરકારે 100 એકર પર એક નવું સંયુક્ત નાગરિક ટર્મિનલ નક્કી કર્યું હતું.
વાણિજ્યિક પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત નથી.
અમદાવાદ 139 કિમી દૂર છે.

જૂના ડીસામાં નજીકમાં 10 હજાર ઉંચેથી કુદવા રૂ. 542 કરોડના રણ-થીમ આધારિત ડ્રાઈવ-થ્રુ નાઈટ સફારી પ્રોજેક્ટને ઓગસ્ટ 2026 માં મંજૂરી આપવામાં આવી હતી.

સિવિલ એરપોર્ટ સંપૂર્ણપણે કાર્યરત થવાથી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના મુસાફરો અને વેપારીઓને ફ્લાઇટ પકડવા માટે અમદાવાદ સુધી જવું નહીં પડે.
એરપોર્ટ બનાવવા 9 ફેબ્રુઆરી 2023ના રોજ રાજ્યસભાના સત્ર દરમિયાન ભાજપના નેતા, પૂર્વ રાજ્યસભા સાંસદ દીનેશચંદ્ર અનાવાડિયાએ રજૂઆત કરી હતી.

વળી, ડીસાના જાણીતા ઉદ્યોગપતિ દિનેશચંદ્ર આર. અગ્રવાલ પોતે Dineshchandra R. Agrawal Infracon Pvt. Ltd. – DRAIPL નામની કંપની ધરાવે છે અને દેશભરમાં એરપોર્ટના રનવે, ટર્મિનલ અને હાઈવે બનાવતી અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધરાવે છે.

આધુનિક એરબેઝની મુખ્ય ડિઝાઇન અને નિર્માણની જવાબદારી ‘મિલિટરી એન્જિનિયર સર્વિસિસ’ (MES) અને સિવિલ ટર્મિનલનું કામ ‘એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (AAI) હસ્તક છે.
પ્રોજેક્ટમાં ટેકનિકલ માર્ગદર્શન માટે BISAG (ગાંધીનગર), IIT રૂરકી અને CRRI દિલ્હી જેવી સંસ્થાઓની મદદ લેવામાં આવી હતી.

જુલાઈ 2026માં MES દ્વારા ડીસા એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વધુ વિસ્તરણ માટે રૂ.116.36 કરોડનો કોન્ટ્રાક્ટ બ્રહ્મા ઇન્ફ્રા (Brahma Infra JV) ને આપવામાં આવ્યો છે.

મુસાફરો માટેના સિવિલ એવિએશન ટર્મિનલ (100 એકર જમીન) વિકસાવવાનું કામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને સોંપવામાં આવ્યું છે. AAI દ્વારા ઓગસ્ટ 2026માં પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) અને ટેકનિકલ સર્વે માટે કન્સલ્ટન્સી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, ત્યારબાદ ટર્મિનલ બિલ્ડિંગના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

ડીસા સિવિલ એવિએશન ટર્મિનલ કન્સલ્ટન્સી ટેન્ડર જુલાઈ-ઓગસ્ટ 2026માં બહાર પાડવામાં આવ્યું હતું, જેનો કુલ અમલીકરણ સમયગાળો 1,095 દિવસ (આશરે 3 વર્ષ) રાખવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2026માં બિડ ખુલ્યા બાદ Mantec Consultants Pvt. Ltd.ને આપેલી છે.

સિવિલ ટર્મિનલ માટે ફાળવાયેલી 100 એકર જમીન પર પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) અને ટેકનિકલ ડિઝાઇનિંગની પ્રક્રિયા ચાલી રહી છે. પર્યાવરણીય મંજૂરીઓ મળ્યા બાદ જ ટર્મિનલ બિલ્ડિંગ, એપ્રન (વિમાન પાર્કિંગ) અને એપ્રોચ રોડના મુખ્ય બાંધકામ (EPC) માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

પર્યાવરણીય મંજૂરી અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર થતાં બાંધકામ વર્ષ 2027 માં શરૂ થવાની સંભાવના છે.
ડીસા એરપોર્ટ પર બનનારા સિવિલ એન્ક્લેવનો અંતિમ ‘એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ (EIA) રિપોર્ટ હાલમાં તૈયાર થવાના તબક્કામાં છે, જ્યારે વાયુસેનાનું એરબેઝ સંપૂર્ણપણે ‘ગ્રીનફીલ્ડ કોન્સેપ્ટ’ અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પર આધારિત બનાવવામાં આવ્યું છે.
100 એકરમાં બનનારા સિવિલ ટર્મિનલ માટે પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે ધ્વનિ પ્રદૂષણ, વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગ સમયે આસપાસના ગામોમાં અવાજની તીવ્રતા, વૃક્ષો, પક્ષીઓ, બર્ડ-હિટ જોખમ, વન્યજીવો પર થતી અસર, હવા અને જળ ગુણવત્તા, વિમાનોના ઇંધણમાંથી નીકળતો ધુમાડો અને ભૂગર્ભ જળ સ્તર પર પડતી અસરનો અભ્યાસ ચાલી રહ્યો છે.
4,500 એકરમાં બનેલું ડીસા એરબેઝ સંપૂર્ણપણે ગ્રીનફીલ્ડ કોન્સેપ્ટ ટેકનોલોજી પર આધારિત છે, જે પર્યાવરણને ન્યૂનતમ નુકસાન થાય તે રીતે ડિઝાઇન કરાયું છે. વૃક્ષારોપણ, વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા કરી છે, જેથી બનાસકાંઠાના ભૂગર્ભ જળ સ્તરને ફાયદો થાય.
ડીસા વિસ્તાર બટાકા અને અન્ય બાગાયતી ખેતી માટે જાણીતો છે.
સિવિલ ટર્મિનલનો પ્રાથમિક EIA રિપોર્ટ તૈયાર થયા બાદ સ્થાનિક ગામલોકોની ચિંતાઓ અને સૂચનો સાંભળવા માટે જાહેર સુનાવણી યોજવામાં આવશે, ત્યારબાદ જ અંતિમ પર્યાવરણીય મંજૂરી મળશે.
એરફોર્સ સ્ટેશનનું ફેઝ-2 બાંધકામ ચાલુ છે. ટેકનિકલ અને વહીવટી બિલ્ડિંગોના બાંધકામ માટે ઓક્ટોબર 2026માં રૂ. 174.07 કરોડના નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

100 વર્ષ જૂનું હવાઈમથક
ડીસાનું સૌથી જૂનું એરપોર્ટ જે હવાઈ પટ્ટી હતી તે, આઝાદી પહેલાં પાલનપુરના નવાબ તલે મોહમ્મદ ખાનના શાસનકાળ દરમિયાન શાહી ઉપયોગ અને વહીવટી અવરજવર માટે બનાવવામાં આવ્યું હતું.
ડીસામાં અંગ્રેજોની મોટી લશ્કરી છાવણી આવેલી હતી.
1930થી 1940ના દાયકાની વચ્ચે 3,300 ફૂટ આશરે 1 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી બનાવવામાં આવી હતી. પાલનપુર રજવાડાના જાહેર બાંધકામ વિભાગ અને ડીસા સ્થિત બ્રિટિશ લશ્કરી છાવણીના એન્જિનિયરોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
જોકે, તેના નિર્માણની કોઈ ચોક્કસ તારીખ કે વર્ષ સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયેલું નથી.
1918થી 1947 સુધી પાલનપુર પર શાસન કર્યું હતું. તેમના શાસનના આધુનિકીકરણના તબક્કા દરમિયાન, ખાસ કરીને 1930-40ના દાયકામાં, બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની આસપાસ હવાઈ પટ્ટી તૈયાર કરવામાં આવી હતી.
બ્રિટિશ લશ્કરી છાવણીના વહીવટી અને લશ્કરી ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હતું.

પાછળથી ભારત સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હસ્તક ગઈ હતી.

આઝાદી પછી 1960-70ના દાયકામાં કોંગ્રેસ સરકારના સમયમાં કોમર્શિયલ વિમાન સેવા પણ શરૂ થઈ હતી. ત્યારે ખાનગી ‘અંબિકા એરલાઇન્સ’ દ્વારા મુસાફરો માટે વિમાન સેવા શરૂ કરવામાં આવી હતી.
વિમાન સેવા બંધ થઈ જતાં આ હવાઈ પટ્ટી દાયકાઓ સુધી બંધ હાલતમાં રહી હતી.

1983માં ભારતીય વાયુસેના (IAF) દ્વારા ડીસા નજીક નવા વ્યૂહાત્મક એરબેઝ માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્રમાં ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકાર હતી.
2000માં અટલ બિહારી વાજપેયીની NDA સરકાર દ્વારા વાયુસેનાના એરબેઝ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
ડીસા રાજપુર અને રાણપુર શહેરની હદમાં આવેલું ડીસાનું એરપોર્ટ 40 વર્ષથી બનેલું હતું જે 30 વર્ષોથી બંધ હાલતમાં હતું.
2022માં નવા એરબેઝનું ખાતમુહૂર્ત થયું અને માર્ચ 2026માં તે વાયુસેનાના એરબેઝ તરીકે કાર્યરત થયું, તેમજ ફેબ્રુઆરી 2026માં તેને સિવિલ એરપોર્ટ તરીકેની મંજૂરી પણ મળી.
હવાઈ મથક ચાલુ કરવા માટે રાજસ્થાનના ભાજપના સાંસદે માંગણ કરી અને તેનું કામ ઝડપી કરાયું હતું.

30 વર્ષથી સરવે
2020 સુધીમાં સરકાર 30 વર્ષથી ખેડૂતોની જમીનનો સર્વે કરતી હતી. ખેતર પર મકાન બનાવી શકતા ન હતા. 45 વર્ષથી અહીં હવાઈ મથક હતું જે બંધ થઈ ગયું હતું.

2019માં રાજ્ય સરકાર દ્વારા ડીસા એરપોર્ટને શરૂ કરવાની હિલચાલને પગલે બુધવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અમદાવાદ)ના અધિકારીઓ ડીસા એરપોર્ટની ઓચિંતિ મુલાકાત લેતાં વિરોધ શરૂ થયો હતો. રાણપુર ઉ.વાસના ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો જમીન ન આપવા મક્કમતા બતાવી હતી.
એરપોર્ટના અધિકારીઓએ પ્રાંત અધિકારી એચ.એન.પટેલ, ડીસા મામલતદાર એ.જે.પારઘી સહિતના અધિકારીઓને સાથે રાખી ડીસા એરપોર્ટ આસપાસના વિસ્તારની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ખેડૂતોમાં ભય ફેલાયો હતો. ખેડૂતો રાત્રે ભોજન પણ લીધું ન હતું.
ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડીસા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવે છે. જેના કારણે ગત ઘણા વર્ષોથી રાણપુર વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં કશું જ કરી શકતા
એરપોર્ટ પર થયેલા દબાણો હતા.
2020માં ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેની જાહેરાત પણ કરી હતી. જો કે, ડીસા એરપોર્ટની મુલાકાતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારો આવ્યા હતા અને તેમણે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. રાણપુર તલાટીને પણ બોલાવવામાં આવ્યા હતા.

જૂની બિલ્ડીંગ, બોર્ડર ફેંસીંગ હતી.

આ પણ વાંચો:

Related Posts

Shailesh Mehta Sand Mining: ‘BJPમાં હશે ત્યાં સુધી બચતા રહેશે’, રેતી માફિયાઓ અંગે શૈલેષ મહેતાનું નિવેદન ચર્ચામાં
  • November 23, 2026

Shailesh Mehta Sand Mining: મધ્ય ગુજરાત અને ખાસ કરીને છોટા ઉદયપુર વિસ્તારમાં રેતીના ગેરકાયદે ખનનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. નર્મદા અને ઓરસંગ નદીના પટ સહિત આસપાસના વિસ્તારોમાં…

Continue reading
Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ
  • November 20, 2026

Yuvrajsinh Jadeja AMC Recruitment: ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં લાગવગના આધારે ભરતી થતી હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભરતી પ્રક્રિયા સામે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Deesa Nani Airport Controversy: ડીસાના નાણી એરબેઝનો વિવાદ ફરી વકર્યો, 13 ગામના ખેડૂતોનો જમીન સંપાદન સામે વિરોધ

  • November 23, 2026
  • 3 views
Deesa Nani Airport Controversy: ડીસાના નાણી એરબેઝનો વિવાદ ફરી વકર્યો, 13 ગામના ખેડૂતોનો જમીન સંપાદન સામે વિરોધ

Shailesh Mehta Sand Mining: ‘BJPમાં હશે ત્યાં સુધી બચતા રહેશે’, રેતી માફિયાઓ અંગે શૈલેષ મહેતાનું નિવેદન ચર્ચામાં

  • November 23, 2026
  • 6 views
Shailesh Mehta Sand Mining: ‘BJPમાં હશે ત્યાં સુધી બચતા રહેશે’, રેતી માફિયાઓ અંગે શૈલેષ મહેતાનું નિવેદન ચર્ચામાં

COP31 Summit Failure: જીવાશ્મ ઇંધણ અને ક્લાઇમેટ ફાઇનાન્સ પર દેશો વચ્ચે સહમતી નહીં

  • November 23, 2026
  • 7 views
COP31 Summit Failure: જીવાશ્મ ઇંધણ અને ક્લાઇમેટ ફાઇનાન્સ પર દેશો વચ્ચે સહમતી નહીં

Prashant Kishor JDU BJP Merger: JDUમાં BJPના એજન્ટ સક્રિય? નીતીશ કુમારની ગેરહાજરી પર પ્રશાંત કિશોરનો મોટો આરોપ

  • November 23, 2026
  • 5 views
Prashant Kishor JDU BJP Merger: JDUમાં BJPના એજન્ટ સક્રિય? નીતીશ કુમારની ગેરહાજરી પર પ્રશાંત કિશોરનો મોટો આરોપ

Modi Economic Policies: ઉદ્યોગપતિઓને ઠપકો આપતા PM મોદી સામે સવાલ, અંબાણી-અદાણીની વધતી સંપત્તિ પર કેમ મૌન?

  • November 23, 2026
  • 8 views
Modi Economic Policies: ઉદ્યોગપતિઓને ઠપકો આપતા PM મોદી સામે સવાલ, અંબાણી-અદાણીની વધતી સંપત્તિ પર કેમ મૌન?

Nitish Setu Controversy: બિહારમાં નીતીશ સેતુના ઉદ્ઘાટન બાદ રાજકીય ઘમાસાણ, RJD કાર્યકરોએ ફાડ્યાં PM મોદી અને નીતીશના પોસ્ટર

  • November 23, 2026
  • 12 views
Nitish Setu Controversy: બિહારમાં નીતીશ સેતુના ઉદ્ઘાટન બાદ રાજકીય ઘમાસાણ, RJD કાર્યકરોએ ફાડ્યાં PM મોદી અને નીતીશના પોસ્ટર