Gujarat Election 2027 Expenses: 2027ની ચૂંટણીનો સત્તાવાર ખર્ચ રૂ.1 હજાર કરોડ, બિનસત્તાવાર 50 હજાર કરોડ થવાની સંભાવના, 50 ટકાના બદલે તમામ બૂથનું વેબકાસ્ટિંગ, ફોન-ડિપોઝીટ સુવિધા કરાશે

Gujarat Election 2027 Expenses: 2027ની ચૂંટણીનો સત્તાવાર ખર્ચ રૂ.1 હજાર કરોડ, બિનસત્તાવાર 50 હજાર કરોડ થવાની સંભાવના, 50 ટકાના બદલે તમામ બૂથનું વેબકાસ્ટિંગ, ફોન-ડિપોઝીટ સુવિધા કરાશે

દિલીપ પટેલ
અમદાવાદ, 26 નવેમ્બર 2026
કેન્દ્રના ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 2027ની વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત સરકાર પાસેથી 477 કરોડ રૂપિયાની માંગણી કરી છે, જેમાં વિસ્તૃત દેખરેખ અને ચૂંટણી માટે આયોજિત અન્ય નવી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વાસ્તવિક ખર્ચ 500 કરોડ રૂપિયાને પાર થવાની સંભાવના છે. તે પણ SIRમાં 73 લાખ મતદારોને મતદાનના અધિકારોથી વંચિત કરીને.
ગુજરાતનું 2027નું ચૂંટણી પંચનું ખર્ચ 23% વધીને રૂ.500 કરોડ થશે. 15 વર્ષમાં 4.3 ગણો વધારો ખર્ચમાં થયો છે. 2007થી 2022માં માત્ર સરકારી તિજોરી પર પડતો ચૂંટણી સંચાલનનો ખર્ચ રૂ. 103 કરોડથી વધીને રૂ. 450 કરોડ થયો છે.
જેની સામે બે હરીફ રાજકીય પક્ષોનું સત્તાવાર ખર્ચ માંડ રૂ. 300 કરોડ થવાનું છે. આમ ઉમેદવારો અને પક્ષ કરતાં ચૂંટણી પંચ વધારે ખર્ચ કરી રહ્યું છે.

લોકશાહી મોંઘી  
આ ચૂંટણીમાં પંચ અને પક્ષો દ્વારા સત્તાવાર રૂ.1 કરોડનું ખર્ચ કરશે પણ ખરેખર ખર્ચ તો રૂ.50 હજાર કરોડનું ખર્ચ થઈ શકે છે.
2022ની વિધાનસભા ચૂંટણીના 50839 મતદાન મથકો પર મતદાન યોજવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી 387 કરોડ રૂપિયાની જોગવાઈ કરતાં 23 ટકા વધુ છે.

2017ની વિધાનસભા ચૂંટણી યોજવા માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ 326 કરોડ રૂપિયા થયો હતો.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં, ચૂંટણી ખર્ચ તરીકે 175 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિક ખર્ચ વધારે હતો.

લાઈવ
2024ની લોકસભા ચૂંટણીમાં 24893 મતદાન મથક પરથી લાઈવ વેબ-કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે 50 ટકા બુથ આવરી લેતા હતા. બૂથનું લાઇવ પ્રસારણ ગાંધીનગરના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓના કંટ્રોલ રૂમ ખાતેથી સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું હતું.
2027માં રાજ્યભરના  100 ટકા મતદાન મથકો પરથી લાઈવ વેબ-કાસ્ટિંગ શરૂ કરવામાં આવશે. અગાઉ થોડા મતદાન મથકો પર હતું.

મતદારો તેમના મોબાઇલ ફોન બૂથની બહાર જમા કરાવવા નવી વ્યવસ્થા કરાશે. મતદાન મથકની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી.

ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકો 33513 અને શહેરી વિસ્તારના મતદાન મથકો 17275 હતા.
સરેરાશ એક મતદાન મથક દીઠ 980 મતદારો હતા.
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે 51782 મતદાન મથક હતા, જે ત્યારબાદના પુનર્ગઠનમા 2024માં 50788 થયા હતા.

હાઇરાઇઝ બિલ્ડીંગો અને નવી રહેણાંક કોલોનીમાં નવા મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા.

2027માં મતદારોની સંખ્યા 5 કરોડને પાર થવાની શક્યતા અને પ્રતિ બૂથ 1200 મતદારોની નવી મર્યાદાને કારણે 55થી 58 8 હજાર થઈ શકે છે.

ગુજરાત વિધાનસભાની છેલ્લી 10 ચૂંટણીઓ 1980થી 2022 સુધીમાં રાજ્ય સરકાર દ્વારા થયેલા વહીવટી ખર્ચના સંપૂર્ણ સંકલિત સત્તાવાર આંકડા જાહેર ઉપલબ્ધ નથી.

બજેટ અને ચૂંટણી પંચે 4 ચૂંટણીઓમાં 2007થી 2022 ચૂંટણી યોજવાનો સરકારી ખર્ચ રૂ.103 કરોડથી વધીને રબ. 450 કરોડ સુધી પહોંચ્યો છે. હવે રૂ. 500 કરોડથી વધી જશે.
2022 રૂ. 387 બજેટ હતું જ્યારે ખર્ચ રૂ.450 કરોડ કર્યું
2017માં રૂ. 250 કરોડ બજેટ હતું અને ખરેખર ખર્ચ રૂ.326 કરોડ.
2012માં રૂ.175 કરોડ બજેટ હતું, ખરેખર ખર્ચ 175 કરોડ.
2007માં રૂ.103 કરોડનું બજેટ હતું જે વધ્યું હતું.
2002માં રાજ્યમાં પ્રથમ વખત સંપૂર્ણપણે EVMથી ચૂંટણી થઈ ત્યારથી વિવાદ છે. 1998 સુધીની જમામ ચૂંટણી બેલેટથી થઈ હતી.

રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સત્તાવાર રીતે આશરે રૂ.280 કરોડનો ખર્ચ કર્યો હતો. જેમાં ભાજપનો 209 કરોડ ખર્ચ હતો. ઉમેદવાર 22 લાખનું ખર્ચ કરી શકતા હતા.
2017માં ભાજપે રૂ. 111 કરોડ અને કોંગ્રેસે રૂ. 18.47 કરોડ ખર્ચ કર્યો હતો.
2012માં ભાજપે રૂ. 152 કરોડ અને કોંગ્રેસે રૂ.117 કરોડનો ખર્ચ કર્યો હતો.

મતદાન નહીં કરી શકે
ગુજરાતમાં ખાસ સઘન મતદારયાદી સુધારણા (Special Intensive Revision – SIR 2026) પ્રક્રિયાના અંતે જાહેર કરાયેલી આખરી મતદાર યાદી મુજબ, રાજ્યમાંથી 6812711 મતદારોના નામ ચોખ્ખા ધોરણે  દૂર કરવામાં આવ્યા છે.

ડિસેમ્બર 2015માં 73.73 લાખ મતદારોના નામ કમી કરાયા હતા, પરંતુ ત્યારબાદ વાંધા-દાવા અને નવી નોંધણીની પ્રક્રિયા પછી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર થયેલી આખરી મતદાર યાદીમાં કુલ ઘટાડો 68.12 લાખ મતદારો છે.

મતદાર યાદીના તબક્કાવાર આંકડા (SIR 2026)
SIR પ્રક્રિયા પહેલા કુલ મતદારો 5,08,43,436 (5.08 કરોડ)
ડ્રાફ્ટ યાદી (ડિસેમ્બર 2025) માં કમી કરાયેલા નામ – 73,73,327 (73.73 લાખ)
ડ્રાફ્ટ મતદાર યાદીમાં નોંધાયેલા મતદારો 4,34,70,109 (4.34 કરોડ)
ડ્રાફ્ટ યાદી બાદ નવા ઉમેરાયેલા નામ + 9,56,121 (9.56 લાખ)
ડ્રાફ્ટ યાદી બાદ વધુ કમી થયેલા નામ – 3,95,555 (3.95 લાખ)
આખરી મતદાર યાદી (ફેબ્રુઆરી 2026) 4,40,30,725 (4.40 કરોડ)
કુલ ચોખ્ખો ઘટાડો 68,12,711 (68.12 લાખ)

પ્રાથમિક તબક્કે જે 73,73,327 નામ હટાવવામાં આવ્યા હતા તેમાં સ્થળાંતરિત મતદારો 40,25,553, અવસાન પામેલા મતદારો 18,07,278, સરનામા પર ગેરહાજર મતદાર 9,69,662,  અન્ય કારણોસર 1,89,364 મતદારોના નામ કાઢી નંખ્યા હતા.
ગુજરાતમાં 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર 2026માં ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SSR 2027) હાથ ધરવામાં આવ્યો છે. જે કોઈ પાત્ર મતદારનું નામ ભૂલથી કમી થઈ ગયું હોય, તેઓ ફોર્મ નં. 6 ભરીને પોતાનું નામ ફરીથી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે.

આ પણ વાંચો:

Related Posts

Gondal APMC Corruption: ગોંડલ APMCમાં પ્રતિમાઓ અને રિનોવેશનના કામને લઈને વિવાદ, જીગીશા પટેલે અલ્પેશ ઢોલરિયાને આપી ખુલ્લી ચેલેન્જ
  • November 26, 2026

Gondal APMC Corruption: રાજકોટ જિલ્લાના ગોંડલ APMC માર્કેટ યાર્ડમાં નવા ગેટ, પ્રતિમાઓ અને રિનોવેશનના કામને લઈને વિવાદ વકર્યો છે. યાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલ સહિત ભારતમાતા, અશોક સ્તંભ અને મહાદેવની પ્રતિમાઓ…

Continue reading
Gujarat Vidya Sahayak Protest: ગુજરાતમાં 774 વિદ્યાસહાયકોની જગ્યાઓ પેન્ડિંગ રાખવાનો વિવાદ, TET-1 પાસ ઉમેદવારોનું 9 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ
  • November 26, 2026

Gujarat Vidya Sahayak Protest: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા વચ્ચે 774 જગ્યાઓ પેન્ડિંગ રાખવાના નિર્ણયને લઈને વિવાદ ઊભો થયો છે. TET-1 પરીક્ષા પાસ કરીને મેરીટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોનો આક્ષેપ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Election 2027 Expenses: 2027ની ચૂંટણીનો સત્તાવાર ખર્ચ રૂ.1 હજાર કરોડ, બિનસત્તાવાર 50 હજાર કરોડ થવાની સંભાવના, 50 ટકાના બદલે તમામ બૂથનું વેબકાસ્ટિંગ, ફોન-ડિપોઝીટ સુવિધા કરાશે

  • November 26, 2026
  • 2 views
Gujarat Election 2027 Expenses: 2027ની ચૂંટણીનો સત્તાવાર ખર્ચ રૂ.1 હજાર કરોડ, બિનસત્તાવાર 50 હજાર કરોડ થવાની સંભાવના, 50 ટકાના બદલે તમામ બૂથનું વેબકાસ્ટિંગ, ફોન-ડિપોઝીટ સુવિધા કરાશે

Gondal APMC Corruption: ગોંડલ APMCમાં પ્રતિમાઓ અને રિનોવેશનના કામને લઈને વિવાદ, જીગીશા પટેલે અલ્પેશ ઢોલરિયાને આપી ખુલ્લી ચેલેન્જ

  • November 26, 2026
  • 4 views
Gondal APMC Corruption: ગોંડલ APMCમાં પ્રતિમાઓ અને રિનોવેશનના કામને લઈને વિવાદ, જીગીશા પટેલે અલ્પેશ ઢોલરિયાને આપી ખુલ્લી ચેલેન્જ

Gujarat Vidya Sahayak Protest: ગુજરાતમાં 774 વિદ્યાસહાયકોની જગ્યાઓ પેન્ડિંગ રાખવાનો વિવાદ, TET-1 પાસ ઉમેદવારોનું 9 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ

  • November 26, 2026
  • 7 views
Gujarat Vidya Sahayak Protest: ગુજરાતમાં 774 વિદ્યાસહાયકોની જગ્યાઓ પેન્ડિંગ રાખવાનો વિવાદ, TET-1 પાસ ઉમેદવારોનું 9 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ

Lalji Desai Samvidhan Bachao Rally: કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં લાલજી દેસાઈના સરકાર પર આકરા પ્રહાર, 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો સંકલ્પ

  • November 25, 2026
  • 10 views
Lalji Desai Samvidhan Bachao Rally: કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં લાલજી દેસાઈના સરકાર પર આકરા પ્રહાર, 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો સંકલ્પ

Gujarat PET Teacher Protest: ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન તેજ, 7 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનો ધરણા

  • November 25, 2026
  • 6 views
Gujarat PET Teacher Protest: ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન તેજ, 7 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનો ધરણા

Trump Tariffs on India: ભારત, ચીન અને યુરોપિયન યુનિયન પર નવા ટેરિફ લાદવાની તૈયારીમાં ટ્રમ્પ

  • November 25, 2026
  • 8 views
Trump Tariffs on India: ભારત, ચીન અને યુરોપિયન યુનિયન પર નવા ટેરિફ લાદવાની તૈયારીમાં ટ્રમ્પ