બનાસકાંઠા જિલ્લા વિભાજનનો ઠેર ઠેર વિરોધ, ભાજપ પર શું લાગ્યા આરોપ?

  • Gujarat
  • January 30, 2025
  • 0 Comments

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા કાંકરેજ દિયોદર બાદ આજે ભાભરમાં પણ દિયોદરને ઓગડ જીલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને આવેદનપત્રનું આયોજન કરાયું હતુ. પરંતુ રેલીમાં લોકો ન જોડાતા રેલીનો ફિયાસ્કો જોવા મળ્યો હતો જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોર(Geniben Thakor) પોતાનો હોમ ટાઉન હોવાથી રેલીથી દૂર રહીને સમર્થન કર્યું હતુ.

ભાભરને ઓગડ જીલ્લામાં સમાવો

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને આજે એક મહિના જેટલો સમય થવા આવ્યો છે. જેમાં કાંકરેજ દિયોદર ધાનેરામાં પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાભર વિસ્તારના લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાભર વિસ્તારના લોકોની માંગ છે કે ઓગડ જીલ્લો સરકાર દ્વારા બનાવવામાં આવે અને ભાભરનો સમાવેશ ઓગડ જિલ્લામાં કરવામાં આવે.

બંધના એલાનનો ફિયાસ્કો

જે માંગને લઈ આજે વહેલી સવારે રેલી અને ભાભર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ ભાભર વિસ્તારમાં આ આંદોલનને પ્રતિસાદ મળ્યો ન હતો. તમામ બજાર ચાલુ રહ્યા હતા, અને રેલીમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. જેના કારણે કહી શકાય કે રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો.

ભાજપ પર આરોપ

આંદોલન માં જોડાયેલા લોકોનું કહેવું છે કે ભાજપના નેતાઓના દબાણના કારણે લોકો આજે રેલીમાં લોકો જોડાયા નથી, પરંતુ આવનારા સમયમાં લોકો આંદોલનમાં જોડાશે અને ગાંધીનગર સુધી જવું પડશે તો પણ ભાભર વિસ્તારના લોકો પોતાની માંગને લઈ જવા માટે તૈયાર છે ભાભર બજારમાંથી નીકળેલ રેલી નિષ્ફળ રહેતા ઓગડ જિલ્લા સંકલન સમિતિએ ભાજપ પર આરોપ લગાવ્યા છે.

ભાજપે આરોપો ફગાવ્યા

રેલીના સંકલન સમિતિએ રેલી ફિયાસ્કો મામલે ભાજપ પર તરફથી આરોપો ફગાવી દીધા હતા ભાભર શહેરના પૂર્વ પ્રમુખ અમરત માળીએ કહ્યું કે કોંગ્રસ પ્રેરિત રેલી હતી. તેથી અને ખોટી માંગ સાથે નીકળી હતી. ભાભર તાલુકાના લોકો વાવ-થરાદ જિલ્લા ની રચનાને આવકારે છે.

આ પણ વાંચોઃ RAJKOT: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

આ પણ વાંચોઃ Mahakumbh: કુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ વિસનગરના કડા ગામે લવાયો, લોકોના ટોળેટોળા ઉમટ્યા, આરોગ્યમંત્રીએ શું કહ્યું?

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

    • March 22, 2026
    • 3 views
    PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

    • March 22, 2026
    • 8 views
    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

    Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

    • March 22, 2026
    • 5 views
    Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

    Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

    • March 22, 2026
    • 4 views
    Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

    Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

    • March 22, 2026
    • 11 views
    Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    • March 21, 2026
    • 10 views
    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો