RAJKOT: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • Gujarat
  • January 30, 2025
  • 1 Comments

Group Wedding In Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ(Wedding) રાજકોટ ખાતે શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહલગ્નનું આયોજન રાજકોટ બી ડિવિઝન પાસે રાખવામાં આવ્યું હતુ.

દરેક મા-બાપનું સપનું હોય કે તેમને પોતાની વહાલ દીકરીને વાંચતે ગાજતે પરણાવે. પરંતુ કેટલાક મા બાપના આ સ્વપનાઓ હાલની મોંઘવારીના ભાર નીચે દબાઈ જતા હોય છે. આવા માવતરનો સહારો બની 27 જાન્યુઆરીએ રાજકોટ બી. ડિવીઝન ખાતે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવ હિન્દુ શાસ્ત્રોકત અને મંત્રોચ્ચારથી યોજવામાં આવ્યો હતો.  રાજકોટ, જસદણ, વાંકાનેર, ચોટીલા, પીઠાપુર (યુ.પી.) ઉપલેટા સહિતના 6 નવદંપતીઓએ પ્રભૂતામાં પગલા માડ્યા છે.

સોમવારના સવારે 8:00 કલાકે વરવધુ, સાંજનમાંજન, માંડવીયા અને જાનૈયાઓનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરીલા લગ્ન ગીતોની રમઝટ વચ્ચે સવારે 10:00 વાગ્યાની મંગલ ઘડીએ વર-કન્યાઓ ના હસ્તમેળાપ યોજાયા હતા. બપોરના 12 વાગ્યે બોહળી સંખ્યામાં ઉપસ્થિત હાજર સૌ લોકોએ ભોજન લીધુ હતુ.

સમુહલગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓને દાતાઓના સહયોગથી અઢળક કરિયાવર પણ મળ્યો હતો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.. જાન વિદાય સમયે દીકરીઓ સાસરે વળાવતા દીકરીઓના માવતર સાથે પરિવાર અને આયોજકો ની પણ આંખો ભીની થઈ હતી. આ સમૂહલગ્નમાં દાતાઓનો ભરપૂર સાથ મળ્યો હતો.

સમૂહ લગ્નના મુખ્ય આયોજક મહેન્દ્રભાઈ આયલાણીએ સેવામાં સહકાર આપનાર તમામ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

આ પણ વાંચોઃ Mahakumbh: કુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ વિસનગરના કડા ગામે લવાયો, લોકોના ટોળેટોળા ઉમટ્યા, આરોગ્યમંત્રીએ શું કહ્યું?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 3 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 4 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 9 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 10 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!