Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

  • Gujarat
  • September 13, 2026
  • 0 Comments

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, એસએમડી બારડોલી અને જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં આ વરણીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જોકે, આ માત્ર હોદ્દાની વરણી નથી, પરંતુ તેની પાછળ બારડોલીના સહકારી રાજકારણમાં મહત્વપૂર્ણ રાજકીય સંકેતો પણ જોવા મળી રહ્યા છે.

સહકાર સામે પરિવર્તન પેનલની ટક્કર

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો અને ખરાખરીનો જંગ થયો હતો. પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ અને વર્તમાન ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાની હેઠળની સહકાર પેનલ સામે પરિવર્તન પેનલે ચૂંટણી લડી હતી. પરિણામમાં સભાસદોએ પરિવર્તન પેનલને જંગી બહુમતીથી વિજય અપાવ્યો હતો.

સહકાર પેનલની કારમી હાર બાદ બારડોલીના સહકારી ક્ષેત્રમાં રાજકીય સમીકરણો બદલાયા હતા. ખાસ કરીને પરિવર્તન પેનલની જીત પછીની ઘટનાઓએ આ ચૂંટણીને વધુ ચર્ચામાં લાવી હતી.

જીત બાદ કમલમની મુલાકાતથી ઊભો થયો વિવાદ

પરિવર્તન પેનલના વિજેતા સભ્યો ચૂંટણી જીત્યાના બીજા જ દિવસે ભાજપના કમલમ કાર્યાલયે પહોંચ્યા હતા. આ મુલાકાતને લઈને પરિવર્તન પેનલને મત આપનારા કેટલાક ખેડૂત અને સભાસદોમાં નારાજગી જોવા મળી હતી. સભાસદોમાં એવો પ્રશ્ન ઊભો થયો કે જો ચૂંટણી પરિવર્તનના નામે લડાઈ હતી તો જીત બાદ પક્ષના રાજકીય કેન્દ્ર સુધી પહોંચવાની જરૂર શા માટે પડી?

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં સીધી દખલગીરીથી અંતર જાળવ્યું હોવાની રાજકીય ચર્ચા છે. ખાસ કરીને સાયડ અને કામરેજ સુગર ફેક્ટરીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટથી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી થઈ હોવાની સામે બારડોલીમાં પક્ષના સત્તાવાર મેન્ડેટ વગરના ઉમેદવારોને જવાબદારી સોંપવામાં આવી છે.

પાંચ વર્ષ માટે જવાબદારી નિભાવવાનો વિશ્વાસ

વરણી બાદ પ્રમુખ મુકેશચંદ્ર નગીનભાઈ પટેલે જણાવ્યું કે પરિવર્તન પેનલનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના હિતમાં કામ કરવાનો છે. મેન્ડેટ મળ્યો કે નહીં તે કરતાં ખેડૂત માટેનું લક્ષ્ય મહત્વનું છે અને આગામી પાંચ વર્ષ દરમિયાન જરૂરિયાત પ્રમાણે કામ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે સભાસદોએ તેમના પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે મોટી જવાબદારી છે. બોર્ડના તમામ સભ્યો સાથે મળીને આ વિશ્વાસને પાંચ વર્ષ દરમિયાન સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

15 લાખ ટન શેરડીના લક્ષ્ય સામે પડકાર

નવા પ્રમુખ સામે સૌથી મોટો પડકાર શેરડીના પુરવઠાનો છે. સ્થાનિક વિસ્તારોમાં શેરડીનું વાવેતર સતત ઘટી રહ્યું છે. શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ અને વિસ્તાર ઘટવાને કારણે ફેક્ટરી માટે જરૂરી મુખ્ય કાચા માલની ઉપલબ્ધતા પર અસર થઈ રહી છે.

મુકેશચંદ્ર પટેલે જણાવ્યું કે ફેક્ટરીના 15 લાખના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે બહારના વિસ્તારોમાંથી પણ શેરડી લાવવાની જરૂર પડી શકે છે. જોકે, આ નિર્ણય સભાસદોને વિશ્વાસમાં લઈને કરવામાં આવશે. બહારથી શેરડી લાવવાથી સ્થાનિક સભાસદોના શેરડી કાપણીના સમયપત્રકને અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

તેમણે સ્પષ્ટ કર્યું કે કાચા માલ વિના ફેક્ટરીનું ઉત્પાદન શક્ય નથી અને સભાસદો પણ આ વાસ્તવિકતા સમજે છે. તેથી સ્થાનિક ખેડૂતોના હિતને જાળવીને બહારથી શેરડીનો પૂરવઠો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

વ્હાઇટફ્લાયના ઉપદ્રવથી શેરડીના ઉત્પાદન પર અસર

આ વર્ષે લાંબો સમય વરસાદ ખેંચાતા શેરડીના પાક પર પણ અસર જોવા મળી રહી છે. ઓગસ્ટના પ્રથમ માસમાં મોટાભાગનો સમય ડ્રાય રહેતાં શેરડીના વાવેતર અને વૃદ્ધિ પર તેની અસર પડી હોવાનું જણાવાયું છે. અંદાજ મુજબ કેટલીક જગ્યાએ એકરદીઠ બે થી પાંચ ટન સુધી ઉત્પાદન ઓછું થવાની ધારણા છે.

તેની સાથે વ્હાઇટફ્લાયનો ઉપદ્રવ પણ શેરડીના પાક માટે પડકારરૂપ બન્યો છે. ફેક્ટરીની ટીમ દ્વારા ડ્રોન મારફતે સ્પ્રે સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અને પાકને બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે.

મઢી અને મહુવા સુગર ફેક્ટરી પર નજર

બારડોલીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ આગામી સમયમાં સૌની નજર મઢી અને મહુવા સુગર ફેક્ટરીની ચૂંટણી અને વરણી પર રહેશે. બંને સ્થળે ભાજપ સામે ભાજપ વચ્ચેની આંતરિક સ્પર્ધા ચર્ચામાં છે. ત્યાં સત્તાવાર મેન્ડેટનું રાજકારણ કેટલું અસરકારક રહે છે અને બારડોલીની જેમ સભાસદોનો મિજાજ પરિણામોને અસર કરે છે કે નહીં તે મહત્વનું રહેશે.

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીથી એક તરફ સહકારી ક્ષેત્રમાં સભાસદોની ભૂમિકા અને બીજી તરફ રાજકીય પક્ષોના પ્રભાવ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે નવી ટીમ માટે સૌથી મોટો પડકાર રાજકીય ચર્ચાઓથી આગળ વધીને ખેડૂતોનો વિશ્વાસ જાળવવાનો અને ફેક્ટરી માટે જરૂરી શેરડીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાનો રહેશે.

આ પણ વાંચો:

Related Posts

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
  • October 6, 2026

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

Continue reading
Gujarat Revenue Employees Strike: ગુજરાતના 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓની હડતાળ, 14 માંગણીઓ સાથે સરકાર સામે આરપારની લડાઈ
  • October 6, 2026

Gujarat Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલ વિભાગના 10 હજારથી વધુ વર્ગ-3 કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યના રેવેન્યુ ક્લાર્ક, મહેસૂલી તલાટી અને નાયબ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan Houthi Conflict: પાકિસ્તાન માટે હૂતી સામે યુદ્ધ કેમ મુશ્કેલ? સઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ફસાયું ઇસ્લામાબાદ

  • October 7, 2026
  • 3 views
Pakistan Houthi Conflict: પાકિસ્તાન માટે હૂતી સામે યુદ્ધ કેમ મુશ્કેલ? સઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ફસાયું ઇસ્લામાબાદ

China Economy Crisis: પ્રવાસીઓ વધ્યા પણ ખર્ચ ઘટ્યો, ચીનની અર્થવ્યવસ્થાની મુશ્કેલી ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

  • October 7, 2026
  • 5 views
China Economy Crisis: પ્રવાસીઓ વધ્યા પણ ખર્ચ ઘટ્યો, ચીનની અર્થવ્યવસ્થાની મુશ્કેલી ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

Moscow Format Meeting: મોસ્કો ફોર્મેટની આઠમી બેઠકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવની અસર, સહિયારા નિવેદન પર સહમતિ ન બની

  • October 7, 2026
  • 5 views
Moscow Format Meeting: મોસ્કો ફોર્મેટની આઠમી બેઠકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવની અસર, સહિયારા નિવેદન પર સહમતિ ન બની

CJP AISA Protest Delhi: જ્ઞાનેશ કુમરના રાજીનામા માટે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર CJPનું પ્રદર્શન, દિલ્હી પોલીસને કરી ઔપચારિક જાણ

  • October 7, 2026
  • 12 views
CJP AISA Protest Delhi: જ્ઞાનેશ કુમરના રાજીનામા માટે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર CJPનું પ્રદર્શન, દિલ્હી પોલીસને કરી ઔપચારિક જાણ

CJP Maharashtra Police Notice: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે CJP વોલન્ટિયર્સને નોટિસ, દિપકેએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

  • October 7, 2026
  • 7 views
CJP Maharashtra Police Notice: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે CJP વોલન્ટિયર્સને નોટિસ, દિપકેએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

Rahul-Priyanka Gandhi FIR: ‘રાહુલ ગાંધી SIR સામે લડી રહ્યા છે, ડાયબોલિકલ ડ્યૂઓ FIRમાં વ્યસ્ત’, જયરામ રમેશનો મોદી-શાહ પર પ્રહાર

  • October 7, 2026
  • 11 views
Rahul-Priyanka Gandhi FIR: ‘રાહુલ ગાંધી SIR સામે લડી રહ્યા છે, ડાયબોલિકલ ડ્યૂઓ FIRમાં વ્યસ્ત’, જયરામ રમેશનો મોદી-શાહ પર પ્રહાર