Dahod: કૂવામાં પડી જતાં બે દીકરીઓ અને માતાનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?

  • Gujarat
  • February 1, 2025
  • 1 Comments

Dahod Two daughters and mother die:  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક કરુણ ઘટના ઘટી છે. અહીં કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત થયું છે. 2 વર્ષિય એક બાળકી રમતાં રમતાં પડી ગઈ હતી. જેથી બીજી દીકરી સાથે બચાવવા ગયેલી માતા પણ ડૂબી હતી. આ ઘટનાથી પરિવારનો માળો વિખેરાયો છે. ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે.

ફતેપુરાના આફવા ગામે મોવડી ફળિયામાં રહેતી પરિણીતા લીલાબેન વળવાઈ તેમજ તેમની બે પુત્રીઓ મોહીનીબેન(ઉ.વ. 2) અને દિવ્યાની(ઉ.વ.1)ના મૃતદેહ આફવા ગામના મોવડી ફળિયાના કૂવામાંથી મળી આવ્યાં હતા. જેથી પંથકમાં ચકચાર મચી હતી. જાણવા મળી રહ્યું છે કે બાળકી સમતળ કૂવાની પારે રમી રહી હતી, તે દરમિયાન આ ઘટના ઘટી છે.

ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોક ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં.   ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યો હતો. પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Delhi Election: AAPના 7 ધારાસભ્યોએ એકાએક રાજીનામા આપ્યા, કોણે આપી લાલચ? જાણો કેજરીવાલ હાર-જીત પર શું અસર?

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 14 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા