
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મારનાર બાસ્કેટબોલના ખેલાડી સામે ફરિયાદ કરવાની માંગ સાથે ભૂખડતાલ ઉપર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત NSUI(The National Students’ Union of India) ના કાર્યકરો દ્વારા યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરાયો છે.
16 ડિસેમ્બરે હડતાલ દરમિયાન ભારે ઉહાપોહ થતાં હડતાળના સ્થળે પોલીસ પહોંચી હતી. દરમિયાન એક કાર્યકરે પોલીસકર્મીને લાફો મારી દીધો હતો. જેથી મામલો વધુ ગરમાયો હતો.
આ ઘટનામાં પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSIએ ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ સહિત 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આજે 11 લોકોની અટકાયત કરી લેવાઈ છે. જોકે, હજુ સુધી
ધારાસભ્ય કિરીટ પટેલ ન ઝડપતાં કાર્યવાહી હાથ ધરાઈ છે. કિરીટ પટેલ, સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કોગ્રેસ જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ, NSUIના જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, ધારાસભ્યના પુત્ર પ્રેમ પટેલ સહિત કોંગ્રેસ-NSUIના આગેવાનો હજુ ફરાર છે.
જ્યારે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓને શોધી શોધીને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રહી છે.
આટલા લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ
કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણ
ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર
ઘેમર દેસાઇ, કોગ્રેસ નેતા
હાર્દિક પટેલ
સોહમ પટેલ
અમિત પ્રજાપતિ
ભરત ભાટિયા
અદનાન મેમણ
દાદુશી ઠાકોર જિલ્લાના NSUI પ્રમુખ
હિતેશ દેસાઈ શહેર પ્રમુખ NSUI
મેહુલદાન ગઢવી
જય ચૌધરી
પ્રેમ કિરીટભાઈ પટેલ
નિખિલ પટેલ કોંગ્રેસ અને NSUI મળી 200 કાર્યકરો