PM મોદીનો ડંકો ક્યાં ગયો? ટ્રમ્પે તેમના જ જિલ્લાના 11 લોકોને કર્યાં દેશનિકાલ

  • PM મોદીનો (PM Modi) ડંકો ક્યાં ગયો? ટ્રમ્પે તેમના જ જિલ્લાના 11 લોકોને કર્યાં દેશનિકાલ

અમેરિકન સેનાનો એક વિમાન અમેરિકામાં દસ્તાવેજ વગર રહી રહેલા ભારતીયોને લઈને અમૃતસરના ગુરૂ રવિદાસ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી ચૂક્યા છે.

ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળ્યા પછી ત્યાં રહી રહેલા ભારતીયોને દેશનિકાલ કરવાની પ્રથમ ઘટના છે. તો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી સતત પ્રચાર કરતી રહી છે કે, મોદીનો ડંકો દેશભરમાં વાગી રહ્યો છે. તો પીએમ મોદી કેમ ભારતીયોનું દેશનિકાલ રોકી શક્યા નથી?

સુરક્ષા અધિકારીઓએ બીબીસીને જણાવ્યું છે કે, તેમણે આવનારા લોકોની યાદી ચેક કરી લીધી છે અને તેમાં કોઈપણ શાતિર અપરાધી નથી.

રવિન્દ્ર સિંહ રોબિન અનુસાર અમૃતસર પહોંચનારા લોકોને પોલીસની ગાડીઓ તેમણે તેમના ગામડાઓ સુધી મૂકી આવશે. બાકી રાજ્યના લોકોને ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવશે. મીડિયાને એરપોર્ટની અંદર જવાની અનુમતિ નથી પરંતુ પત્રકારો એરપોર્ટ બહાર આ લોકો સાથે વાતચીત કરી શકશે.

પંજાબ સરકારે એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવા અંગેના સમાચારો પર પૂછવામાં આવેલા પ્રશ્નોના વિસ્તાપૂર્વક જવાબ આપ્યા છે.

તેમણે આ બાબતને ખુબ જ ગંભીર ગણાવી છે. તેમણે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલા સંદેશમાં લખ્યું છે કે 205 ભારતીય અમૃતસર એરપોર્ટ પર ઉતરશે, ત્યાં તેઓ પોતે તેમણે લેવા જશે.

તો પંજાબના ડીજીપી ગૌરવ યાદવે મીડિયાને જણાવ્યું કે એક મીટિંમાં આ વિશે ચર્ચા થઈ છે અને સીએમ (ભગવંત સિંહ માન)એ કહ્યું છે કે, જે આપણા ઈમિગ્રેન્ટ આવી રહ્યાં છે, પંજાબ સરકાર તરફથી તેમનું સ્વાગત ઉષ્માભેર કરવામાં આવશે.

આ પણ વાંચો- દિલ્હીમાં મતદારોને મતદાન કરતાં અટકાવવાનું કૌભાંડ પકડાયું; ગુજરાતની સ્ટ્રેટજી દિલ્હીમાં

પંજાબ સરકાર અને પોલીસે શું કહ્યું?

પંજાબના કેબિનેટમાં મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવાને ગંભીર ગણાવ્યું છે.

પંજાબના એનઆરઆઈ મંત્રી ધાલીવાલે કહ્યું છે કે તેઓ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી રહેલા લોકોને તેઓ એરપોર્ટ જશે.

અમેરિકન સરકારના નિર્ણય ઉપર નિરાસા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ઘણા બધા ભારતીયો ત્યાં વર્ક પરમિટ સાથે ગયા પરંતુ પાછળથી આ પરમિટ એક્સપાયર થઈ ગઈ, જેથી આ તમામ ભારતીય ગેરકાયદેસર પ્રવાસીઓની શ્રેણીમાં આવી ગયા.

તેમણે કહ્યું કે પરત આવનારા ભારતીયોએ અમેરિકન અર્થવ્યવસ્થાને વધારવામાં યોગદાન આપ્યું છે અને તેમણે પરત મોકલવાની જગ્યાએ ત્યાંની સ્થાયી નાગરિકતા આપવી જોઈએ.

આ મામલાને લઈને ધાલીવાલે આગામી સપ્તાહે વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળી શકે છે. ધાલીવાલે પંજાબના લોકોને અપીલ કરી છે કે, તેઓ ગેરકાયદેસર રીતે વિદેશ જવાનું ટાળે.

અમેરિકાથી ભારત લાવવામાં આવી રહેલા પ્રવાસીઓ વિશે મંગળવારે પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ મીડિયાએ પ્રશ્ન પૂછ્યા હતા.

ગૌરવ યાદવે મીડિયાને જણાવ્યું હતુ કે, એક મીટિંગમાં ચર્ચા થઈ હતી. સીએમ સાહેબા કહ્યું છે કે, આપણા ઈમિગ્રેંટ આવી રહ્યાં છે, પંજાબ સરકાર તેમના સાથે ઉષ્માભારે અંદાજમાં રિસિવ કરશે. અમે કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ, જેવી જ અન્ય જાણકારી આવશે અમે તમારા સાથે શેર કરીશું.

સેનાનો ઉપયોગ

અમેરિકામાં રહેતા ગેરકાયદે પ્રવાસીઓને પાછા તેમના દેશ મોકલવાની પ્રક્રિયામાં સેનાનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રવાસીઓને મોકલવાના મિશનમાં સેનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકા-મેક્સિકો સરહદે સેનાના કાર્યાલયમાં પ્રવાસીઓના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી બીજા ઘણા દેશોના પ્રવાસીઓને ડિપોર્ટ કરવામાં સેનાનો ઉપયોગ થઈ રહ્યો છે.

રોયટર્સના જણાવ્યા મુજબ આ અગાઉ ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસના પ્રવાસીઓને પાછા મોકલવામાં આવી ચૂક્યા છે. સામાન્ય રીતે ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશ ડિપોર્ટ કરવાનો કામ અમેરિકાનો પ્રવાસન વિભાગ કરે છે.

આ પણ વાંચો- નાણામંત્રીને પ્રશ્ન; અમેરિકા ટેરિફ લગાવશે તો શું કરશો? જાણો શું જવાબ મળ્યો

મિલિટ્રી ડિપોર્ટેશન વધારે ખર્ચાળ સાબિત થાય છે. રોયટર્સના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે સેનાએ ગ્વાટેમાલાના ગેરકાયદે પ્રવાસીઓને પાછા મોકલ્યા હતા. તેમાં દરેક મુસાફર પર ચાર હજાર સાતસો ડોલર એટલે કે લગભગ ચાર લાખ રૂપિયા નો ખર્ચ આવ્યો હતો.

ભારતે કહ્યું કે- અમેરિકામાં રહેતા ગેરકાયાદેસર પ્રવાસીઓને અમે પાછા લેવા માટે તૈયાર છીએ

પાછલા સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમ્યાન અમેરિકામાં રહેલા ગેરકાયદે ભારતીય પ્રીવાસીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

પછી પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ એ કહ્યું, “અમને આશા છે કે બિન દસ્તાવેજો સાથે અમેરિકામાં રહેલા ભારતીયોના સંબંધમાં ભારત યોગ્ય પગલું ભરશે.

અમેરિકાએ ભારત સાથેની વાતચીતને રચનાત્મક ગણાવી અને ટ્રમ્પે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ પણ જ્યારે અમેરિકાની મુલાકાત લઈ રહેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ગેરકાયદે પ્રવાસન મુદ્દો ઉઠાવ્યો હતો.

જે બાદ પત્રકારો સાથે વાત કરતા એસ જયશંકર એ કહ્યું હતું, “ભારત ગેરકાયદે પ્રવાસનનું સમર્થન ક્યારેય કરશે નહીં. ગેરકાયદે પ્રવાસન ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે છે. આ અમારી પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી. જો અમારા કોઈ નાગરિકને અમેરિકામાં ગેરકાયદે રીતે રહેલો જણાય અને તેનો ભારતીય નાગરિક હોવા નક્કી થાય તો અમે તેને કાયદેસર રીતે ભારતમાં પાછા લાવવા માટે તૈયાર છીએ.

મોદી રાજમાં ભવિષ્ય ધૂધળું- ભારતીય કરોડપતિઓ પણ દેશ છોડીને વસી રહ્યાં છે વિદેશ

જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ ત્યારથી ગેરકાયદે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘુસનારાઓ છુપાવાના આશ્રય સ્થાનો શોધી રહ્યાં છે. અમેરિકામાં હાલ બોર્ડર પોલીસ ભારતીયોને શોધી રહી છે. જે રીતે ભારતમાં બાંગ્લાદેશીઓને શોધતી હતી તેમ. હાલમાં અમેરિકામાં પેટ્રોલ પંપ કે દુકાનોમાં કામ કરનારા ગેરકાયદે લોકો ગુપ્તવાસમાં જઈ રહ્યા છે.

તો ભારતમાંથી મોદી રાજમાં પોતાની કોઈ સલામતી ન હોવાથી લોકો વિદેશ ભાગી રહ્યાં છે. 2023માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વસ્તી 5 કરોડ લોકોની હતી, જે કુલ વસ્તીના 14.3% છે.

ભારતમાંથી મોદીની લોકપ્રિતાના દાવા વચ્ચે ભારતીય લોકો ખાસ કરીને ગુજરાતના લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આંકડા અમેરિકાએ સત્તાવાર જાહેર કરેલા છે. ભારતના નાગરિકોએ ભારતનો ત્યાગ કરીને અન્ય દેશોમાં જઈને આશરો અને રોટલો શોધી રહ્યાં છે.

વર્ષ 2020માં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા 10,59,770 હતી. 2022માં 17 લાખ 93 હજાર હિજરતીઓ થઈ ગયા હતા. એક જ વર્ષમાં 8 લાખ લોકોએ ભારત છોડી દીધો હતો.

આ પણ વાંચો- સતત વધી રહેલી કિંમતો વચ્ચે સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે?

2023માં 25 લાખ 99 હજાર થઈ ગયા હતા.

પોતાની રામ જન્મભૂમિ છોડી રહ્યા છે. લોકો દેશ એટલા માટે છોડી રહ્યાં છે કે, મોદી રાજમાં તેમની અને તેમના સંતાનોની આવતીકાલ સારી નથી. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા 2016થી લઈને સતત વધતી રહી છે.

સાથે જ કેટલાક ભારતીયો જાણે કે, આ તકનો લાભ લઈને ભારતીયોની ધરપકડો, ભારતીયોના ડિપોર્ટેશન થયા હોવાની અફવાઓ ફેલાવીને અફ્વાના બજારો ગરમ કરવામાં લાગી ગયા છે.

2024 ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશ નિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં ચાર વર્ષમાં પાંચ ગણો વધારો થયો છે. 2021 માં 292 થી 2024 માં 1,529 થઈ ગઈ. જો કે દેશ નિકાલના આંકડા પણ બહાર આવ્યા છે. ગયા ઑક્ટોબરમાં બિનદસ્તાવેજીકૃત પુખ્ત ભારતીયોને પરત મોકલતી ચાર્ટર ફ્લાઇટ્સ વિશે માહિતી શેર કરતાં, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના એક સહાયક સચિવે ઑક્ટોબર 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે ચાર્ટર અને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવેલા ભારતીયોની સંખ્યા 1,100 હોવાનું જણાવ્યું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સમાં વિશ્વમાં સૌથી વધુ હિજરતી વસ્તી છે, 2019માં 5 કરોડ લોકો હતા.

વિશ્વમાં 24 કરોડ લોકો હિજરતી છે જેમાંથી અમેરિકામાં 14.4% છે.

વર્ષ 2024માં 8 હજાર કરોડપતીઓ દેશ છોડીને ગયા હોવાની શક્યતા છે.
વર્ષ 2023 માં, અંદાજે 6,500 કરોડપતિઓ દેશ છોડી ગયા.
વર્ષ 2022 માં, લગભગ 7,500 કરોડપતિઓ ભારત છોડીને ગયા છે.

અમેરિકા દ્વારા ડિપોર્ટ કરતાં ભારતીયોમાં 37 ગુજરાતી છે તો તેમાંય 11 મહેસાણાવાસી એટલે કે પીએમ મોદીના જિલ્લાના છે. મહેસાણા,વડસ્મા,ખણુસા, મેઉ,ભાસરિયા, ડાભલા ના વ્યક્તિઓ ડીપોર્ટ કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે.

કેમ મહેસાણા સમૃદ્ધ ગણાતા સમાજના લોકો પોતાના વતનમાં રહેવા માંગતા નથી

જૂના મહેસાણા જિલ્લાના સમૃધ્ધ ગણાતા પાટીદારોના પાંચ ગામ, ૪૨, ૧૨, પાયલી-રૂપિયા જેવા ગ્રામિણ સમાજો અને પ્રજાપતિ, ગોસ્વામી, ચૌધરી જેવી જ્ઞાતિઓના યુવાનોને હવે ગુજરાતમા રહેવુ નથી !

પાંચ ટ્રિલિયન US ડોલર ઇકોનોમિમા કેમ રહેવુ નથી ? એ જવાબ આપણા સૌના દિલોદિમાગમા હોવો જોઇએ ! અહી દેખાય એવુ સારૂ જીવન નથી અથવા તો તક મળતી નથી. બાકી કોઇને પણ પોતાનુ ગામ, ઘર અને પરિવાર છોડવો ગમતો નથી.

ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભારતીય સહિત ગુજરાતીઓને ખ્યાલ આવી ગયો છે કે, આપણા છોકરાઓનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. ભારતમાં વર્તમાન સમયમાં અંધભક્ત અને કટ્ટરવાદી બનાવવાની કામગીરી ચાલી રહી છે. કેમ કે બેરોજગારી તો પહેલાથી આપી જ દેવામાં આવી છે. તો આગામી સમયમાં ભયંકર બેકારીમાં કેવી સ્થિતિ ઉત્પન્ન થશે તેનો વિચાર ગુજરાતીઓને બીજા દેશમાં મોકલવા માટે પૂરતું હોવાનું દેખાઈ રહ્યુંં છે.

આ પણ વાંચો- નીતિન ભાઈ Ahmedabad-Rajkot SIX LANE હાઇવેમાં થયેલા ભ્રષ્ટાચાર પાછળ કોણ દલાલ જવાબદાર? એ તો જણાવો

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 3 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 6 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 10 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 13 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

  • August 8, 2025
  • 34 views
Jhansi:  CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

  • August 8, 2025
  • 12 views
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ