Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા? હુમલાખોરોએ શેખ મુજીબુરહમાનના ઘરને આગ ચાંપી, જુઓ વીડિયો

  • World
  • February 6, 2025
  • 2 Comments

Bangladesh Violence: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશમાં બુધવારે રાત્રે હુમલાખોરોએ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘર પર હુમલો કર્યો છે. મોટી સંખ્યામાં પહોંચેલા તોફાનીઓએ ઘરમાં તોડફોડ કરી અને પછી તેને આગ ચાપી દીધી હતી. આ ઘટના દરમિયાન સુરક્ષા દળોની ટીમ  પણ  આવી પહોંચી ન હતી. આ હુમલો વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયો હતો.

અવામી લીગ પ્રદર્શન કરે તે પહેલા જ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો

 હુમલો બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ધનમોન્ડી વિસ્તારમાં થયો હતો, જ્યાં શેખ મુજીબુરહમાનનું ઘર આવેલું છે. 6 ફેબ્રુઆરીના રોજ, શેખ હસાનીની પાર્ટી આવામી લીગના કાર્યકરો પ્રદર્શન કરવાના હતા. જોકે તે પહેલા જ વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા અને ભારે હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનોએ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.  હુમલાખોરો પોતાની સાથે બુલડોઝર પણ લાવ્યા હતા.

ઘરમાં આગ ચાપી દીધી

શેખ હસીનાના ઓનલાઈન સંબોધનના પ્રતિભાવમાં વિદ્યાર્થી સંગઠનોએ પ્રદર્શન કર્યું છે. મોડી રાત્રે હજારો વિરોધીઓ મુજીબુરહમાનના ઘરે પહોંચ્યા અને અંદર ઘૂસી ગયા. હુમલાખોરોએ લાકડીઓ વડે ઘર તોડફોડ કરી અને પછી તેને આગ ચાંપી દીધી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા. આ ઘટનાને લઈને ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિરોધીઓ જોવા મળી રહ્યા છે.

  બાંગ્લાદેશમાં હિંસા કેમ ફાટી નીકળી?

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દ્વારા અવામી લીગના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ થઇ રહેલી હિંસાના વિરોધમાં અવામી લીગે મોટું પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું હતું. અવામી લીગના દેખાવોથી ઠીક એક સાંજ પહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી હતી.

Related Posts

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
  • August 7, 2025

Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

Continue reading
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
  • August 7, 2025

Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 11 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 9 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 21 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ