
- હિતુ કનોડિયાએ એવું તો શું કહ્યું કે પત્નીની આંખોમાં આંસુ આવી ગયા…
- હિતુ કનોડિયાએ સોશિયલ મિડીયા પર વિડીયો શેર કર્યો
Gujarati Movie: ગુજરાત ફિલ્મોના પ્રસિદ્ધ કલાકાર હિતુ કનોડિયાની હાલમાં જ એક ‘ફાટી ને?’ ફિલ્મ રિલિઝ થઈ છે. જે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે આ કપલનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. શેર કરેલા વીડિયોમાં તે પોતાની પત્ની વિશે વાત કરી રહ્યો છે, ત્યારે તેમના શબ્દોથી મોના થીબા પણ પોતાના આંસુ રોકી શકી ન હતી. તે પોતાની પત્ની સાથે વિતાવેલી જર્ની વિશે વાત કરે છે. ત્યારે મોના થીબા પણ કહે તમે મને પહેલા ગમતાં હતા એટલા જ આજે પણ ગમો છો, મારે તમારી સાથે જ રહેવું છે. જુઓ આ વિડિયો.
તાજેતરમાં જ હિતુ કનોડિયાની ‘ફાટી ને?’ ફિલ્મ રીલિઝ થઈ?
હિતુ કનોડિયા અભિનિત ગુજરાતી ફિલ્મ ફાટી ને? એ 2025 ની ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ છે. જેનું દિગ્દર્શન ફૈઝલ હાશ્મી દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં હિતુ કનોડિયા સહિત સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, ચેતન દૈયા અને ઘણા ઓસ્ટ્રેલિયન કલાકારો છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2025 ના રોજ રિલીઝ થઈ હતી.