
- મહેસાણામાંથી ઝડપાયો લોરેન્શ બિશ્નોઈનો શાર્પ શૂટર
મહેસાણાના પરા વિસ્તારમાંથી હરિયાણા પોલીસે એક શંકાસ્પદ શૂટરને ઉઠાવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી રાહુલ કટારિયા મનોજસિંહના નામથી છેલ્લા એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતો હતો. તેની સામે હરિયાણામાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તેના બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મકાન માલિકે શું કહ્યું?
મનોજ સિંહ જે ઘર ભાડે રાખીને રહી હતો તેના મકાન માલિકે જણાવ્યું કે, અમારો ત્રીજો માળ ખાલી પડ્યો હતો અને તે સમયે કેટલાક છોકરાઓ ઘર ભાડે શોધવા આવ્યા હતા. આ છોકરાઓમાં કેટલાક અભ્યાસ કરતાં હતા તો એક યુવક નોકરી કરતો હોવાનું અમને જણાવવામાં આવ્યું હતું.
મકાન માલિકે વધુ જણાવતા કહ્યું કે, અમે ભાડા કરારની પણ વાત કરી હતી. જોકે, વચ્ચે કેટલીક રજાઓ આવી હોવાથી વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હતા. એમાંથી મનોજ સિંહ નામનો છોકરો જે બે દિવસથી રહેવા આવ્યો હતો તેણે ભાડા કરાર થોડા દિવસો પછી કરવાનું કહ્યું હતું.
મકાન માલિકે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક છોકરાઓ ઓનલાઈન નોકરી કરવાનું જણાવ્યું હતું. 5 તારીખે પોલીસ મનોજ સિંહને શોધતી મારા ઘરે આવી હતી. મકાન માલિકને મનોજ સિંહ જે ઘરમાં રહેતો હતો ત્યાંની કોઈ ચીજ-વસ્તુને અડકવાનુ પોલીસે ના પાડ્યું હતું.
આ પણ વાંચો- કેમ અનુરાગ ઠાકૂરે રાહુલ ગાંધીને કહ્યું- ચેક કરી લો શૂન્ય?