
Guatemala Accident: મધ્ય અમેરિકન દેશ ગ્વાટેમાલામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોમવારે ગ્વાટેમાલાની રાજધાનીની બહાર એક બસ પુલ પરથી પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 55 લોકો સુધી પહોંચ્યો છે. આ સાથે, ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત અનેક વાહનોની અથડામણને કારણે થયો હતો, એટલે કે અનેક વાહનો એકસાથે અથડાયા હતા. જેના કારણે આ સમગ્ર અકસ્માત થયો. આ અકસ્માતમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા. આ અકસ્માતની તસવીરો પણ સામે આવી છે. જેમાં બસ ગંદા પાણીમાં અડધી ડૂબેલી જોવા મળે છે.
રાષ્ટ્રપતિએ શોક દિવસની જાહેરાત કરી
રાજધાની નજીક થયેલા આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ઘણા બાળકો અને વૃદ્ધોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ સાથે 3 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે કામ કરશે.
આ પણ વાંચો: Gujarat: RTOના કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી, જાણો કારણ!
આ પણ વાંચો: Surat: બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી? નોકરી પર જવાનું કહી પાછો ન આવ્યો, જાણો કારણ?