ભારતીય શેરમાર્કેટ ICUમાં; નવમા દિવસે પણ મોટો કડાકો; અત્યાર સુધી ₹32.79 લાખ કરોડનું નુકશાન

  • Others
  • February 17, 2025
  • 1 Comments
  • ભારતીય શેરમાર્કેટ ICUમાં; નવમા દિવસે પણ મોટો કડાકો; અત્યાર સુધી ₹32.79 લાખ કરોડનું નુકશાન

ભારતીય શેરમાર્કેટમાં મંદીનુ જોર સતત વધી રહ્યું છે. સળંગ નવમા દિવસે માર્કેટમાં મોટો કડાકો બોલ્યો છે. નવ દિવસમાં રોકાણકારોએ રૂ. 32.79 લાખ કરોડ રૂપિયાનું નુકશાન કર્યું છે. બીએસઈ માર્કેટ કેપ 5 ફેબ્રુઆરીએ 427.19 લાખ કરોડ હતું. જે ઘટી 395 લાખ કરોડ પર આવી ગયું છે.

સેન્સેક્સ આજે 300 પોઈન્ટથી વધુના ઘટાડે ખૂલ્યા બાદ 644.45 પોઈન્ટ તૂટી 75294.76ના લેવલે પહોંચ્યો હતો. જે 10.15 વાગ્યે 542.76 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોને આજે વધુ રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું છે. નિફ્ટી પણ 22800નું લેવલ ફરી તોડી 172.15 પોઈન્ટના ઘટાડે 22757.10 પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્મોલકેપ શેરોમાં રોકાણકારોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. ઈન્ડેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. મીડકેપમાં 452 પોઈન્ટનું ગાબડું નોંધાયું છે. સાર્વત્રિક ધોરણે માર્કેટમાં કડાકો નોંધાયો હતો.

ભારત પર અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફનો ભય, રૂપિયામાં કડાકો, તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે શેરબજાર સતત ગગડી રહ્યા છે. બીએસઈ ખાતે આજે મોર્નિંગ સેશનમાં જ 719 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે 378 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. કુલ ટ્રેડેડ 3825 પૈકી માત્ર 935 શેરમાં જ સુધારો થયો હતો. જ્યારે 2721માં ઘટાડો નોંધાયો હતો.

ભારતીય શેરબજાર કોવિડ મહામારી બાદથી સતત આકર્ષક તેજી સાથે વધ્યા હતાં. છેલ્લા દોઢ વર્ષની તુલનાએ માર્કેટ હજી પણ ઓવરવેલ્યુડ છે. રેસિપ્રોકલ ટેરિફ વચ્ચે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થવાની અંદાજ મળ્યા છે. યુક્રેન અને રશિયા યુદ્ધ સમાપ્ત કરવા જઈ રહ્યા છે, ક્રૂડના ભાવો પણ ઘટ્યા છે. તેમજ ડોલર ઈન્ડેક્સમાં પણ હવે કરેક્શન જોવા મળ્યું છે.

બીજી તરફ સ્થાનિક સ્તરે ફુગાવો ઘટતાં આરબીઆઈ તેની એપ્રિલ મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ પરિબળોને ધ્યાનમાં રાખતાં એપ્રિલના અંત સુધી માર્કેટમાં ફરી પાછી તેજી જોવા મળવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

આ પણ વાંચો-Leopard attack: ગીર ગઢડામાં રમતી બાળકી પર દિપડાએ હુમલો કરતાં મોત, પરિવાર આઘાતમાં

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 4 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 5 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 17 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા