
- 2032 ડિસેમ્બર મુંબઈ, કોલકત્તા જેવા શહેરો નેસ્તોનાબૂદ થાય તેવી શક્યતા વધી
અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો 2024 Y24 નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતામાં નાસાએ વધારો કર્યો છે. આવો જાણીએ નાસાએ Y24 અંગે કેવી ચેતવણી જાહેર કરી છે.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વર્ષ 2032માં પૃથ્વી પર મોટા સંકટની આગાહી આપતાં જણાવ્યું હતું કે, એક મોટો એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આ એસ્ટ્રોઈડ કોઈ પણ શહેરને નેસ્તાનાબૂદ કરી શકે છે.
ગયા અઠવાડિયાએ નાસાએ પૃથ્વી સાથે એસ્ટ્રોઈડ અથડાય તેની શક્યતા 2.6 ટકા જણાવી હતી. જોકે, હાલ નાસાએ જણાવ્યું છે કે, એસ્ટ્રોઈડ અથડાય તેવી શક્યતા વધીને 3.1 ટકા થઈ ગઈ છે.
નાસા હાલ જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપથી 2024 Y24 એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે. નાસાનું કહેવું છે આમ તો આ એસ્ટ્રોઈડથી હાલ ગભરાવા જેવું નથી, પરંતુ આનંદીત થવાની પણ જરૂર નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, પૃથ્વી તરફ ધસી આવતાં એસ્ટ્રોઈડને રોકવાની ટેક્નોલોજીનું નાસાએ સફળ પરીક્ષણ કર્યું છે. જ્યારે ચીન પણ 2027માં નાના એસ્ટ્રોઈડ પર પોતાની ટેક્નોલોજીનું પરીક્ષણ કરનાર છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તો પ્રચંડ વિસ્ફટ થશે. હિરોશિમા પર ઝિંકવામાં આવેલાં એટમ બોમ્બ કરતાં 500 ગણો વધારે પ્રચંડ વિસ્ફોટ થાય તેવી આશંકા છે. આ એસ્ટ્રોઈડ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇથિયોપિયા, સૂદાન, નાઈજીરીયા, વેનેઝુએલા, કોલંબિયા અથવા ઇક્વાડોર પર પડે તેવી શક્યતાઓ વૈજ્ઞાનિકો જણાવી રહ્યાં છે. એમાંય મુંબઈ, કોલકત્તા, ઢાકા, બોગોટા, અબિદજાન, લાગોસ, ખાર્તુમ પર ખતરો હોવાનું અનુમાન છે.
ઉલ્લેખનિય છે કે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોઈડ વોર્નિંગ નેટવર્કે ગત 29 જાન્યુઆરીએ ચેતવણી જાહેર કરી હતી. અને આ એસ્ટ્રોઈડ 29 ડિસેમ્બર 2032ના રોજ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Gutkha Ban: ગુટખા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, આ રાજ્ય સરકારે ભર્યું મોટું પગલું!







