ગુજરાતની આ હોસ્પિટલમાં કર્યો મહિલા ડોક્ટરે આપઘાત, જાણો કારણ?

  • Gujarat
  • January 10, 2025
  • 0 Comments

સુરતમી નવી સિવિલમાં ઇન્ટર્ન ડોક્ટરે આપઘાત કરી લીધો છે. 24 વર્ષીય જાનવી નામની યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવતી  માનસિક તણાવમાં હતી

મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. યુવતીને ટેન્શન રહેતું હોવવાથી દવાઓ લેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીએ આપઘાત કરી લીતાં પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે.

 

ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ, તાજેતરનો  એક રિપોર્ટ

સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2024 સુધીના સમયગાળામાં 104 હેલ્પલાઇન ઉપર સૌથી વધુ માનસિક બીમાર 2977 વ્યક્તિઓએ કૉલ કરીને કાઉન્સિલિંગ લીધું. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી 2125 કૉલ નોંધાયા. સૌથી વધારે 36થી 45 વય જૂથના 2064 લોકોએ હેલ્પલાઇનની મદદ લીધી. ત્યારબાદ 25થી 35 વયજૂથના 1799 અને 16થી 24 વયજૂથના 588 લોકોએ કૉલ કર્યા જેમને આપઘાત ન કરવા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. હેલ્પલાઇનને કૉલ કરવામાં 69 ટકા પુરૂષો અને 31 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, શિક્ષણના કારણે આપઘાત કરવાનો વિચાર આવનાર 55 લોકોને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું હતું.

કેટેગરીકૉલ
માનસિક બીમારી2977
પરિવાર સંબંધિત1668
રોમેન્ટિક સંબંધો355
આર્થિક180
અન્ય113
મેડિકલ બીમારી78
શારીરિક/જાતિય સતામણી67
શિક્ષણ55
કુલ5493
(સ્રોત: 104 મેડિકલ હેલ્પલાઇન)

ભારતમાં 6 વર્ષમાં 9,92,535એ આત્મહત્યા કરી

ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કરી લીદ સરેરાશ દરરોજ 400થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે.  આર્થિક સમસ્યા બેરોજગારી, ગંભીર સમસ્યાઓ , ઘરની મુશ્કેલી, પ્રેમ પ્રકરણ જેવા કારણો આત્મહત્યા માટે જવાબદાર છે.

ગુજરાતમાં રોજ 24 લોકોનો આપઘાત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. એટલે કે ગુજરાતમાં દરરોજ 24 લોકો કોઈના કોઈ કારણે આત્મહત્યા કરે છે. આત્મહત્યા વધવાનાં સામાજિક પરિબળો ઓછી સહનશક્તિ, મોંઘવારી અને આર્થિક સંકડામણ, વધુ પડતી મહત્વકાંક્ષા, સમસ્યાના નિવારણ માટે ક્ષમતા ઓછી હોવી, તીવ્ર હરીફાઈ, ઈર્ષા અને દેખાદેખી, નશાકારક વસ્તુના સેવનમાં વધારો.

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચઃ હરિયાણાથી ભાવનગર જીલ્લામાં દારુની ડિલિવરી, ટ્રકચાલકની ધરપકડ

Related Posts

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ
  • August 7, 2025

Ahmedabad: અમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં ગઈ કાલે બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી હતી જાણકારી મુજબ ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે…

Continue reading
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 5 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 6 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 18 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા