
મોરબીમાંથી ગેરકાયેદસર આધારકાર્ડમાં સુધારા કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોસ્ટમેન અને દુકાનદારે સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે. આધાર કીટનો પોસ્ટમેને દુરુપયોગ કર્યો છે. આઈડી કીટના આધારકાર્ડ ડેટાનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવ્યા. બનાવટી બાયોમેટ્રીકના આધારે આધારકાર્ડ બનાવી ઠગાઈ આચરી હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા પટેલ શોપિંગ સેન્ટર ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના નામની દુકાનમાં અરજદારો પાસેથી સરકારે નક્કી કરેલી ફી મુજબ નહીં પરંતુ 300થી લઈને 5000 સુધીના રૂપિયા લઈ આધારકાર્ડમાં સુધારી-વધારા કર્યા પછી નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી.
મોરબીના પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવાની આઇડી નંબરવાળી કીટ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બન્ને શખ્સો આઈડી અને ખોટી બાયોમેટ્રિકનો દુર્પયોગ કરી અરજદારો સાથે ઠગાઈ કરતાં હતા. જેથી ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજયભાઈ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની સામે ફરિયાદ નોંધી બન્ને વિરુધ્ધ મોરબી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચોઃ PANCHMAHAL: પુરવઠા અધિકારી વેશપલટો કરી બન્યા અરજદાર: શિયાળમાં અધિકારીઓના પરશેવા છૂટ્યા