AAP NEWS: દાહોદમાં AAP નેતા દેવેન્દ્ર મેડાની અપહરણ-છેડતીના આરોપમાં ધરપકડ,મહીલાને નોકરીની લાલચ આપી છેડછાડ કર્યાનો આરોપ

  • Gujarat
  • December 1, 2025
  • 0 Comments

AAP NEWS: દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાની મહિલાના અપહરણ અને છેડતીના કેસમાં ધરપકડ થઈ છે.

અગાઉ BTPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા દેવેન્દ્ર મેડા થોડા દિવસ અગાઉ જ અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.જેઓ વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે મહિલાએ અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર તેને નોકરીની ખૂબજ જરૂર હતી દરમિયાન દાહોદ ખાતે આવેલી રેલ્વે એન્જિન બનાવતી સિમેન્સ કંપનીમાં મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી મહિલાને કારમાં બેસાડી દેવેન્દ્ર મેડા લઈ ગયો હતો અને કારમાં મહિલા સાથે શારીરિક અડપલા કરી અભદ્ર માંગણી કરી હતી પરિણામે મહિલા ગભરાઈ ગઈ હતી દરમિયાન તેણીએ પોતાના ભાઈને મોબાઈલ કરી પોતાની છેડતી કરી કારમાં ક્યાંક લઈ જવાતી હોવાની વાત કરતા મહિલાના ભાઈ તેમજ મહિલાના પતિ અને ઘરના સભ્યોએ તે કારનો પીછો કરતા ત દેવેન્દ્ર મેડાએ અંતરિયાળ વિસ્તાર તરફ કાર ભગાડી મૂકી હતી અને ત્યારબાદ અલગ જગ્યાએ ફેરવી આખરે બી ડિવિઝન પોલીસ મથક નજીક મહિલાને કારમાંથી ઉતારી ભાગી છૂટ્યો હતો.

આ ઘટના બાદ પરિવારજનો આવી પહોંચતા મહિલાએ પોલીસ મથકે દેવેન્દ્ર મેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મેડાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 10 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 13 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!